Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 365
________________ ३४८ છ પ્રકારની લેગ્યાઓ ઇચ્છનારા છ પુરુષોનું દષ્ટાંત અને ગામનો ઘાત કરવા નીકળેલા છ ચોરોનું દાંત - આ બે દષ્ટાંતો લોકપ્રકાશમાંથી આ રીતે જાણવા - પ્રાણીઓમાં આ વેશ્યાઓના સદ્ભાવથી જેવી જાતનો અભિપ્રાય થાય છે તે હું સિદ્ધાન્તમાં આપેલા બે દષ્ટાંતોથી સમજાવું છું. (૩/૩૬૩) - (૧) દષ્ટાન્ત પહેલું-જાંબુના વૃક્ષનું-આ પ્રમાણે છે - માર્ગ ભૂલેલા કોઈ છ માણસો કોઈ અટવીમાં જઈ ચઢ્યા. ત્યાં ભૂખ્યા થયેલા તેઓ ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. એવામાં એકસ્થળે કોઈ ફળવાળું જાંબુનું ઝાડ હતું. એ એમની દૃષ્ટિએ પડ્યું. એ જાણે પવનથી હાલમાં પલ્લવીવડે મુસાફરોને પોતાના તરફ આવવાનું કહેતું હોય એમ જણાતું હતું. એ વૃક્ષ જોઈને છમાંથી એક માણસ કહેવા લાગ્યો - આ વૃક્ષને મૂળથી ઉખેડીને સુખેથી, વિના શ્રમે એનાં ફળ-જાંબુડાં ખાઈએ. બીજો બોલ્યો - આવું પ્રૌઢ વૃક્ષ શા માટે પાડી નાખવું? એની મોટી શાખાઓ છે એ કાપીએ-એમાં જ ફળો છે. એટલે વળી ત્રીજો કહેવા લાગ્યો – આવી મોટી ડાળીઓ ફરી ક્યારે થશે? માટે ફળથી ભરેલી નાની ડાળી જ નીચે પાડીએ. વળી ચોથાએ સૂચવ્યું - નાની શાખાઓ ભલે રહી. આપણે ફળથી ભરેલા ગુચ્છા-લુંબ જ ઈચ્છા મુજબ તોડીએ. પાંચમાએ કહ્યું - આપણે ગુચ્છાની આવશ્યકતા નથી. ફળોનું જ પ્રયોજન છે, માટે ફળોને તોડીએ. સારી બુદ્ધિવાળા છઠ્ઠાએ કહ્યું – આપણે આ ભૂમિ પર પડેલા ફળોને ખાઈએ. તેથી પાડવાનું પાપ નહીં થાય. (૩/૩૬૪-૩૭૧) આ દૃષ્ટાન્તમાં છ માણસો કહ્યાં એમાં છએની “ક્રમે ક્રમે જુદી જુદી વેશ્યા' હતી. પહેલાની “કૃષ્ણ', બીજાની “નીલ”-એમ અનુક્રમે છટ્ટાની “સુફલલેશ્યા સમજવી. (૩/૩૭૨) હવે (૨) બીજું દષ્ટાંત-ચોરી કરવા નીકળેલા છ ચોરોનું-આ પ્રમાણે છે – કેટલાક ભયંકર દુષ્ટ ચોર લોકો એક વખત કોઈ ગામ ભાંગવા માટે જતા હતા. જતાં જતાં એક-બીજાએ આ પ્રમાણે વિચાર કર્યો. એમનામાંથી એક દુષ્ટ ચોર બોલ્યો - આજે તો જે કોઈ પ્રાણી નજરે પડે એને મારી નાંખવાં – બે પડ્યું હોય કે ચારપગું હોય (મનુષ્ય હોય કે ઢોર હોય). બીજો બોલ્યો-ચોપગાંઓએ આપણો શો અપરાધ કર્યો છે? કંઈ નહિ-માટે આપણે તો જેની સામે વિરોધ હોય તે મનુષ્યોને મારવા. ત્રીજાએ કહ્યું – આપણે સ્ત્રીઓની હત્યા ન કરવી, કેમકે સ્ત્રીહત્યા નિદિત છે. ચોથો વિશેષ ચતુર હતો, એ બોલ્યો - જેમની પાસે શસ્ત્રો ન હોય એવા બિચારા રાંકને મારવાથી આપણને શું પ્રયોજન? માટે શસ્ત્રવાળા હોય એમને જ મારવા. એટલે પાંચમાએ પોતાનો મત આપ્યો – શસ્ત્રસજ્જ નાસી જતા હોય

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430