________________
३४८
છ પ્રકારની લેગ્યાઓ ઇચ્છનારા છ પુરુષોનું દષ્ટાંત અને ગામનો ઘાત કરવા નીકળેલા છ ચોરોનું દાંત - આ બે દષ્ટાંતો લોકપ્રકાશમાંથી આ રીતે જાણવા -
પ્રાણીઓમાં આ વેશ્યાઓના સદ્ભાવથી જેવી જાતનો અભિપ્રાય થાય છે તે હું સિદ્ધાન્તમાં આપેલા બે દષ્ટાંતોથી સમજાવું છું. (૩/૩૬૩) -
(૧) દષ્ટાન્ત પહેલું-જાંબુના વૃક્ષનું-આ પ્રમાણે છે -
માર્ગ ભૂલેલા કોઈ છ માણસો કોઈ અટવીમાં જઈ ચઢ્યા. ત્યાં ભૂખ્યા થયેલા તેઓ ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. એવામાં એકસ્થળે કોઈ ફળવાળું જાંબુનું ઝાડ હતું. એ એમની દૃષ્ટિએ પડ્યું. એ જાણે પવનથી હાલમાં પલ્લવીવડે મુસાફરોને પોતાના તરફ આવવાનું કહેતું હોય એમ જણાતું હતું. એ વૃક્ષ જોઈને છમાંથી એક માણસ કહેવા લાગ્યો - આ વૃક્ષને મૂળથી ઉખેડીને સુખેથી, વિના શ્રમે એનાં ફળ-જાંબુડાં ખાઈએ. બીજો બોલ્યો - આવું પ્રૌઢ વૃક્ષ શા માટે પાડી નાખવું? એની મોટી શાખાઓ છે એ કાપીએ-એમાં જ ફળો છે. એટલે વળી ત્રીજો કહેવા લાગ્યો – આવી મોટી ડાળીઓ ફરી ક્યારે થશે? માટે ફળથી ભરેલી નાની ડાળી જ નીચે પાડીએ. વળી ચોથાએ સૂચવ્યું - નાની શાખાઓ ભલે રહી. આપણે ફળથી ભરેલા ગુચ્છા-લુંબ જ ઈચ્છા મુજબ તોડીએ. પાંચમાએ કહ્યું - આપણે ગુચ્છાની આવશ્યકતા નથી. ફળોનું જ પ્રયોજન છે, માટે ફળોને તોડીએ. સારી બુદ્ધિવાળા છઠ્ઠાએ કહ્યું – આપણે આ ભૂમિ પર પડેલા ફળોને ખાઈએ. તેથી પાડવાનું પાપ નહીં થાય. (૩/૩૬૪-૩૭૧)
આ દૃષ્ટાન્તમાં છ માણસો કહ્યાં એમાં છએની “ક્રમે ક્રમે જુદી જુદી વેશ્યા' હતી. પહેલાની “કૃષ્ણ', બીજાની “નીલ”-એમ અનુક્રમે છટ્ટાની “સુફલલેશ્યા સમજવી. (૩/૩૭૨)
હવે (૨) બીજું દષ્ટાંત-ચોરી કરવા નીકળેલા છ ચોરોનું-આ પ્રમાણે છે –
કેટલાક ભયંકર દુષ્ટ ચોર લોકો એક વખત કોઈ ગામ ભાંગવા માટે જતા હતા. જતાં જતાં એક-બીજાએ આ પ્રમાણે વિચાર કર્યો. એમનામાંથી એક દુષ્ટ ચોર બોલ્યો - આજે તો જે કોઈ પ્રાણી નજરે પડે એને મારી નાંખવાં – બે પડ્યું હોય કે ચારપગું હોય (મનુષ્ય હોય કે ઢોર હોય). બીજો બોલ્યો-ચોપગાંઓએ આપણો શો અપરાધ કર્યો છે? કંઈ નહિ-માટે આપણે તો જેની સામે વિરોધ હોય તે મનુષ્યોને મારવા. ત્રીજાએ કહ્યું – આપણે સ્ત્રીઓની હત્યા ન કરવી, કેમકે સ્ત્રીહત્યા નિદિત છે. ચોથો વિશેષ ચતુર હતો, એ બોલ્યો - જેમની પાસે શસ્ત્રો ન હોય એવા બિચારા રાંકને મારવાથી આપણને શું પ્રયોજન? માટે શસ્ત્રવાળા હોય એમને જ મારવા. એટલે પાંચમાએ પોતાનો મત આપ્યો – શસ્ત્રસજ્જ નાસી જતા હોય