________________
છ પ્રકારના આવશ્યકો
૩૪૯ તેમને મારવાથી આપણને શું ફળ? જે શસ્ત્રવાળો આપણી સામે યુદ્ધમાં ઊતરે એને જ મારવો. છેવટે બુદ્ધિમાન છઠ્ઠાએ સ્પષ્ટ રીતે કહ્યું – આપણે પારકું દ્રવ્ય ઉઠાવી લેવાનું એક મોટું પાપ તો કરીએ છીએ. ત્યાં વળી બીજું પરના પ્રાણ હરી લઈએ તો આપણી શી ગતિ થાય? માટે આપણે ફક્ત ધન જ લેવું. કોઈના પ્રાણ લેવા નહિ. જાંબુના વૃક્ષના દષ્ટાન્તમાં જેમ છ જણની કૃષ્ણલેશ્યાથી માંડીને છેક શુકૂલલેશ્યા સુધીની લેગ્યા બતાવી તેમ આ દિષ્ટાંતમાં પણ છએ ચોરોની છ પ્રકારની ચઢતી ચઢતી વેશ્યા સમજવી. (૩/૩૭૩-૩૮૦)' - સાધુ અને શ્રાવક અહોરાત્રમાં જે અવશ્ય કરે છે તે આવશ્યક છે. શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે,
જે કારણથી સાધુએ અને શ્રાવકે અહોરાત્રમાં અવશ્ય કરવા યોગ્ય છે તે કારણથી આવશ્યક કહેવાય છે.'
આવશ્યક છ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ, ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ગ અને ૬ પચ્ચકખાણ. શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - આવશ્યકનો આ સંક્ષેપમાં સમૂહાર્થ કહ્યો. હવે એક-એક અધ્યયન કહીશ. તે આ પ્રમાણે - ૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ, ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાઉસ્સગ્ન અને ૬ પચ્ચખાણ. (૭)
ટીકાર્ય - આવશ્યક પદથી કહેવા યોગ્ય શાસ્ત્રનો આ પૂર્વે કહેલા પ્રકારવાળો સમુદાયાર્થ સંક્ષેપથી કહ્યો. અહીંથી આગળ એક એક અધ્યયન કહીશ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. તે કહેવા માટે જ કહે છે – તે આ પ્રમાણે - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચકખાણ. (૭) - તેમાં સામાયિકનું સ્વરૂપ આવશ્યકનિર્યુક્તિમાં અને મલયગિરિ મહારાજે રચેલ તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
જે સાધુનો આત્મા મૂળગુણોરૂપ સંયમમાં, ઉત્તરગુણોરૂપ નિયમમાં અને અનશન વગેરે રૂપ બાર પ્રકારના તપમાં પોતાના વિશેષ પ્રકારના વર્ષોલ્લાસથી સારી રીતે નજીક કરાયો હોય તેવા અપ્રમાદી સાધુને સામાયિક હોય છે એટલે કે સંયમ, નિયમ અને તપમાં સારી રીતે જોડાયેલા સાધુને સંપૂર્ણ સામાયિક હોય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે. સૂત્રમાં સામળિયો' શબ્દમાં જ દીર્ઘ છે તે પ્રાકૃતપણાને લીધે. (૭૯૬)