________________
છ પ્રકારના આવશ્યકો
બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવો અને પૃથ્વી વગેરે સ્થાવર જીવો - એમ બધા જીવોને વિષે જે આત્મા સમ છે એટલે કે મધ્યસ્થ છે એટલે કે પોતાની જેમ બીજાને જુવે છે તેને સામાયિક હોય છે એમ સર્વજ્ઞોએ કહ્યું છે. (૭૯૭)’
ચતુર્વિંશતિસ્તવનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું –
૩૫૦
‘અહીં અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં ઋષભનાથ વગેરે ચોવીસ તીર્થંકરોએ પરમપદનો માર્ગ બતાવ્યો. (૧) તેથી હંમેશા તે ચોવીસે પરમપુરુષોની જે સ્તવના કરાય છે તેને ચતુર્વિંશતિસ્તવ કહે છે. (૨) તે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવના ભેદથી બે પ્રકારે શ્રુતમાં કહ્યો છે. ભાવસ્તવ સાધુઓને હોય છે. ગૃહસ્થોને યથાયોગ્ય બન્ને હોય છે. (૩)’
વંદનનું સ્વરૂપ શ્રીગુરુવંદનભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે –
-
‘હવે ગુરુવંદન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ફેટાવંદન, છોભવંદન અને દ્વાદશાવર્તવંદન. પહેલું વંદન મસ્તક નમાવવા વગેરેથી થાય છે. બીજું વંદન બે પૂર્ણ ખમાસમણાથી થાય છે. ત્રીજું વંદન બે વાંદણાથી થાય છે. તેમાં પહેલું વંદન સકલસંઘમાં પરસ્પર થાય છે, બીજું વંદન દર્શની (વ્રતધરો)ને થાય છે અને ત્રીજું વંદન પદ પર રહેલાને થાય છે. (૨)’
શ્રીપ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં વંદનને યોગ્ય પાંચ વ્યક્તિઓ કહ્યા છે. તે આ પ્રમાણે -
‘ગાથાર્થ - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક - નિર્જરા માટે આમને કૃતિકર્મ (વંદન) કરવું. (૧૦૨)
ટીકાર્થ - અધિકારી એટલે વંદનને યોગ્ય પાંચ છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક. આ પાંચને નિર્જરા માટે વંદન કરવું. તેમાં કલ્યાણની ઇચ્છાવાળાઓ વડે જે સેવાય છે તે આચાર્ય છે. તે સૂત્ર અને અર્થ ઉભયને જાણનારા છે, બધા શુભ લક્ષણોથી લક્ષિત શરીરવાળા છે અને ગાંભીર્ય, સ્વૈર્ય, ધૈર્ય વગેરે ગુણોના સમૂહરૂપ મણીથી ભૂષિત છે. જેની નજીકમાં આવીને ભણાય તે ઉપાધ્યાય છે. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે, ‘સમ્યક્ત્વ, જ્ઞાન અને સંયમથી યુક્ત, સૂત્ર, અર્થ અને તે બન્નેની વિધિને જાણનારા, આચાર્યસ્થાનને યોગ્ય એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે. સાધુઓને યથાયોગ્ય રીતે શુભ યોગોમાં પ્રવર્તાવે તે પ્રવર્તક છે. કહ્યું છે કે, ‘તપ, સંયમ યોગોમાં જે યોગ્ય હોય તેને ત્યાં પ્રવર્તાવે, અસમર્થને પાછો ફેરવે, ગણની ચિંતા કરે તે પ્રવર્તક. (૧)' તથા જ્ઞાન વગેરેમાં સીદાતા સાધુઓને આલોક અને પરલોકના અપાયો બતાવીને સ્થિર કરે તે સ્થવિર.