________________
છ પ્રકારના આવશ્યકો
૩૫૧ કહ્યું છે કે, “પ્રવર્તકે વ્યાકૃત કરેલા અર્થોમાં સ્થિર કરવાથી સ્થવિર કહેવાય છે. બળ હોવા છતાં જે જેમાં સીદાય છે તેને તેમાં સ્થિર કરે છે. (૧)' રત્નાધિક એટલે પર્યાયથી મોટા. આમને વંદન કરવું. (૧૦૨)”
શ્રીપ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં પ્રતિક્રમણનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે –
તિ એ ઉપસર્ગ વિરુદ્ધ અને પ્રતિકૂળ અર્થમાં વર્તે છે. મ્ ધાતુનો અર્થ ચાલવું એવો છે. તેને ભાવમાં ન્યુ પ્રત્યય લાગવાથી મણ શબ્દ બને છે. વિરુદ્ધ કે પ્રતિકૂળ ચાલવું તે પ્રતિક્રમણ. તેથી આ અર્થ છે - શુભ યોગોમાંથી અન્ય અશુભ યોગમાં ગયેલાનું શુભયોગોમાં જ જવું તે વિરુદ્ધ ગમન. કહ્યું છે કે, “પ્રમાદને વશ થઈને પોતાના સ્થાનમાંથી જે બીજા સ્થાનમાં ગયેલાનું ફરી તે જ સ્થાનમાં જવું તે પ્રતિક્રમણ કહેવાય છે. (૧) અથવા પ્રતિકૂળ રીતે ગમન કરવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે, “ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકને વશ ગયેલો. તેમાં પણ પ્રતિકૂળ ગમનથી તે જ અર્થ કહ્યો છે. (૧)' અથવા પ્રતિ શબ્દ વીસા અર્થમાં છે. દરેકમાં જવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે, “અથવા શલ્યરહિત સાધુનું મોક્ષરૂપી ફળ આપનારા દરેક શુભયોગોમાં પ્રવર્તવું તે પ્રતિક્રમણ જાણવું. (૧)' (૧૭૫)'
આવશ્યકનિર્યુક્તિમાં અને હરિભદ્રસૂરિકૃત તેની વૃત્તિમાં કહ્યું છે કે,
ગાથાર્થ - પહેલા અને છેલ્લા તીર્થકરોનો ધર્મ પ્રતિક્રમણ સહિત છે. મધ્યમ તીર્થકરોના ધર્મમાં કારણે પ્રતિક્રમણ છે. (૧૨૪૪)
ટીકાર્થ - પહેલા અને છેલ્લા તીર્થંકરોનો ધર્મ પ્રતિક્રમણ સહિત છે. તેમના તીર્થના સાધુએ ગમનમાં, ચંડિલ વગેરેના ત્યાગમાં અને બન્ને સમય અપરાધ થાય કે ન થાય અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ, કેમકે તે શઠ છે અને પ્રમાદની બહુલતાવાળો છે. આ જ સ્થાનોમાં અજિતનાથ ભગવાનથી માંડીને પાર્શ્વનાથ ભગવાન સુધીના મધ્યમ તીર્થકરોના સાધુઓએ અપરાધ થયે છતે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે, કેમકે તેઓ શઠ નથી અને પ્રમાદ રહિત છે. (૧૨૪૪)
ગાથાર્થ - મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાયોનું પ્રતિક્રમણ અને અશુભ યોગોનું પ્રતિક્રમણ. (૧૨૫૦)
ટીકાર્ય - મિથ્યાત્વ મોહનીય કર્મ પુદ્ગલોના વિશેષ પ્રકારના સાંનિધ્યથી થતો આત્માનો પરિણામ તે મિથ્યાત્વ. તેનું પ્રતિક્રમણ તે પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. જે જાણીને, અજાણતા કે સહસાકારથી મિથ્યાત્વ પામ્યો તેનું પ્રતિક્રમણ કરવું. એવો અર્થ છે. તે જ રીતે અસંયમસંબંધી પ્રતિક્રમણ. પ્રાણાતિપાત વગેરે સ્વરૂપ અસંયમ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે.