________________
ઉપર
છ પ્રકારના આવકો જેમનો શબ્દાર્થ પૂર્વે બતાવ્યો છે તે ક્રોધ વગેરે કષાયોનું પ્રતિક્રમણ. કષાયો પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. મન-વચન-કાયાના અશુભ યોગોનું પ્રતિક્રમણ. મન-વચન-કાયાના અશુભ યોગો પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. (૧૨૫૦)
ગાથાર્થ - પ્રતિષિદ્ધના કરણમાં, કૃત્યોના અકરણમાં, અશ્રદ્ધામાં અને વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ છે. (૧૨૭૧).
ટીકાર્ય - નિવારણ કરાયેલા અકાલસ્વાધ્યાય વગેરે અતિચારોના આસેવનમાં પ્રતિક્રમણ છે, વિપરીત જવું એવી વ્યુત્પત્તિ થવાથી. કાલસ્વાધ્યાય વગેરે સેવવા યોગ્ય યોગોના અનાસેવનમાં પ્રતિક્રમણ છે. તથા કેવલી ભગવંતે પ્રરૂપેલા પદાર્થોની અશ્રદ્ધા કરવામાં પ્રતિક્રમણ છે. પદાર્થને બીજી રીતે કહેવારૂપ વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ છે. (૧૨૭૧)
ગાથાર્થ - દેવસિક, રાત્રિક, ઇત્વર, યાવત્કથિક, પાક્ષિક, ચાતુર્માસિક, વાર્ષિક અને અનશનમાં પ્રતિક્રમણ હોય છે. (૧૨૪૭)
ટીકાર્ય - પ્રતિક્રમણ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. દિવસે થયેલું તે દેવસિક. રાત્રે થયેલું તે રાત્રિક. અલ્પકાળમાટેનું દૈવસિક વગેરે તે જ ઈવર. જીવનપર્યતનું વ્રત વગેરે રૂપ તે માવજીવિક. એક પખવાડિયા (૧૫ દિવસ)ના અતિચારોથી થયેલું તે પાક્ષિક. પ્રશ્ન – દેવસિક પ્રતિક્રમણથી જ આત્મા શુદ્ધ થયે છતે પાક્ષિક વગેરે પ્રતિક્રમણો શા માટે છે? જવાબ - અહીં ઘરનું દષ્ટાંત છે – “જેમ ઘર દરરોજ શુદ્ધ કરાયેલું હોય છે છતાં પણ પક્ષોની સંધીએ વિશેષ પ્રકારે તે શુદ્ધ કરાય છે. એમ અહીં પણ જાણવું. (૧)’ એ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક. એ પ્રતીત જ છે. અનશનમાં પ્રતિક્રમણ થાય છે, કેમકે તે નિવૃત્તિરૂપ છે. આમ ગાથાનો સામુદાયિક અર્થ થયો. (૧૨૪૭).' પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે,
સ્થાન-મૌન-ધ્યાન ક્રિયા સિવાય અને ઉચ્છવાસ વગેરે સિવાય અન્ય ક્રિયાઓને આશ્રયીને “નમો અરિહંતાણં' એવું વચન બોલવા પૂર્વે કાયાનો જે ત્યાગ તે કાયોત્સર્ગ. (૨૪૭)'
કાયોત્સર્ગનું સ્વરૂપ આવશ્યકનિયુક્તિ અને તેની વૃત્તિમાંથી આ રીતે જાણવું -
ગાથાર્થ - તે કાઉસ્સગ્ન બે પ્રકારે જાણવો - ચેષ્ટામાં અને અભિભવમાં. પહેલો કાઉસ્સગ્ગ ભિક્ષાચર્યામાં છે અને બીજો કાઉસ્સગ્ગ ઉપસર્ગ આવી પડવામાં છે. (૧૪૫૨)
ટીકાર્ય - તે કાઉસ્સગ્ન બે પ્રકારે - ચેષ્ટામાં અને અભિભવમાં જાણવો. તેમાં પહેલો કાઉસ્સગ્ગ ભિક્ષાચર્યા વગેરેના વિષયમાં છે. તે આ પ્રમાણે - તે ચેષ્ટાવિષયક જ છે. બીજો