________________
છ પ્રકારના આવશ્યકો
૩૫૩ અભિભવ કાઉસ્સગ્ન દિવ્ય વગેરે ઉપસર્ગોની સાથે જોડાવા પર થાય છે. દિવ્ય વગેરે ઉપસર્ગોથી હરાવાયેલ મુનિ ત્યારે જ આ કાઉસ્સગ્ન કરે છે એવો ભાવ છે. અથવા ઉપસર્ગોનું અભિયોજન એટલે “મારે ઉપસર્ગો સહન કરવાના છે, તેમનો ભય ન રાખવો એવો નિશ્ચય. તેમાં બીજો કાઉસ્સગ્ન કરાય છે. (૧૪૫૨).
ગાથાર્થ - અભિભવ કાઉસ્સગ્ન ઉત્કૃષ્ટથી એક વર્ષનો અને જઘન્યથી અંતર્મુહૂર્તનો હોય છે. ચેષ્ટા કાઉસ્સગ્નનું કાળપ્રમાણ આગળ કહીશ. (૧૪૫૮)
ટીકાર્ય - એક વર્ષ એ ઉત્કૃષ્ટ પ્રમાણ છે. બાહુબલીજીએ એક વરસ સુધી કાઉસ્સગ્ગ કર્યો હતો. અભિભાવકાઉસ્સગ્નમાં જઘન્ય કાલપરિમાણ અંતર્મુહૂર્ત છે. ચેષ્ટા કાઉસ્સગ્નનું અનેક ભેદવાળું કાલપરિમાણ આગળ કહીશું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. (૧૪૫૮)
ગાથાર્થ -ચાર, બે, બાર, વીસ અને ચાલીસ ઉદ્યોતો (લોગન્સ) દેવસી, રાઈ, પખી, ચૌમાસી અને વાર્ષિક પ્રતિક્રમણમાં હોય છે. (૧૫૩૧)
ટીકાર્ય - હવે દેવસી વગેરે પ્રતિક્રમણોમાં ઉદ્યોતકર (લોગસ્સ)નું પ્રમાણ કહેવાની ઇચ્છાવાળા કહે છે – “ચત્તારી' એ ગાથાના અર્થની ભાવના કરેલી છે. (૧૫૩૧)
ગાથાર્થ - જેમ કાઉસ્સગ્નમાં સારી રીતે રહેલાના બધા અંગો ભાંગે છે તેમ સુવિહિતો આઠ પ્રકારના કર્મસમૂહને ભેદે છે. ૧૫૫૧)
ટીકાર્ય - કાઉસ્સગ્નમાં સારી રીતે રહે છતે જેમ અંગોપાંગો ભાંગે છે એમ સાધુઓ ચિત્તના નિરોધ વડે આઠ પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મસમૂહને ભેદે છે. એ ગાથાનો અર્થ છે. (૧૫૫૧)”
શ્રીપ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં પચ્ચકખાણનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે
ટીકાર્થ - હવે ચોથુ પચ્ચખાણ દ્વાર. તેમાં અવિરતિના સ્વરૂપ વગેરેથી પ્રતિકૂળ એવી આગાર કરવા સ્વરૂપ મર્યાદા વડે કહેવું તે પચ્ચકખાણ. તે બે પ્રકારે છે - મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂલગુણ એટલે સાધુઓના પાંચ મહાવ્રતો અને શ્રાવકોના અણુવ્રતો. ઉત્તરગુણો એટલે સાધુઓના પિંડવિશુદ્ધિ વગેરે અને શ્રાવકોના ગુણવ્રતો, શિક્ષાવ્રતો. મૂળગુણો પચ્ચખાણરૂપ છે, કેમકે હિંસા વગેરેની નિવૃત્તિરૂપ છે. પિંડવિશુદ્ધિ વગેરે અને દિવ્રત વગેરે રૂપ ઉત્તરગુણો પચ્ચખાણરૂપ છે, કેમકે પ્રતિપક્ષની નિવૃત્તિરૂપ છે...તેમાં ઉત્તરગુણરૂપ પચ્ચકખાણ દરરોજ ઉપયોગી હોવાથી કહેવાય છે. તે દસ પ્રકારે છે. તે કહે છે
ગાથાર્થ - ભાવી, અતીત, કોટીસહિત, નિયંત્રિત, સાગાર, આગારરહિત,