________________
૩૫૪
છ પ્રકારના દ્રવ્યો પરિમાણવાળુ, નિરવશેષ આઠમું, સંકેત અને દસમુ અદ્ધા પચ્ચખાણ છે. સંકેત પચ્ચકખાણ આઠ પ્રકારે છે, અદ્ધા પચ્ચકખાણ દસ પ્રકારે છે. (૧૮૭, ૧૮૮)
ટીકાર્થ - ભાવી એટલે અનાગત, અતીત એટલે પૂર્વકાળે કરવું, કોટિસહિત, સમુચ્ચય માટે છે, નિયન્દ્રિત, પૂર્વેની જેમ, સાગાર એટલે જે ગારો સહિત હોય છે, અનાગાર એટલે આગાર વિનાનું, પરિમાણવાળુ, આઠમુ નિરવશેષ છે, સંકેત એટલે સંકેત કરાયેલ નવમુ, તથા દસમુ અદ્ધા પચ્ચકખાણ છે. તેમાં જે સંકેત પચ્ચખાણ છે તે આઠ પ્રકારે છે અને જે અદ્ધા પચ્ચકખાણ છે તે દસ પ્રકારે છે એમ ગાથાનો સંક્ષેપ અર્થ છે. (૧૮૭, ૧૮૮)
ગાથાર્થ - અંગુઠો, ગાંઠ, મુકિ, ઘર, પસીનો, ઉચ્છવાસ, પાણીના બિંદુ, દીવો સંબંધીપચ્ચકખાણની વચ્ચે અને અભિગ્રહોમાં પણ આ કરવું. (૨૦૨).
ટીકાર્ય - તે આ પ્રમાણે થાય છે - કોઈક શ્રાવક પોરસી વગેરે પચ્ચખાણ કરીને ખેતર વગેરેમાં ગયેલો કે ઘરમાં રહેતો પોરસી વગેરે પચ્ચકખાણ પૂર્ણ થવા છતાં પણ જ્યાં સુધી હજી પણ ભોજનસામગ્રી થઈ નથી ત્યાં સુધી “એક ક્ષણ પણ પચ્ચકખાણ વિનાનો ન થાઉં” એમ વિચારી અંગુઠા વગેરેને ચિહ્ન કરે છે, જ્યાં સુધી અંગુઠો, મુઢિ કે ગાંઠ ન છોડું કે ઘરમાં ન પ્રવેશું કે પસીનાના બિંદુઓ સુકાય નહીં કે જ્યાં સુધી આટલા ઉચ્છવાસ ન થાય કે પાણી વગેરેની માચીમાં જ્યાં સુધી આ જલબિંદુઓ સુકાતા નથી કે જયાં સુધી દીવો બુઝાતો નથી ત્યાં સુધી હું જમીશ નહીં. એ જ કહે છે – અંગુઠો, ગાંઠ, મુકિ, ઘર, પસીનો, ઉચ્છવાસ, જલબિંદુ અને દીવો – આ સમાહાર દ્વન્દ્ર છે. જોઈફખ શબ્દ દેશ્ય છે. તેનો અર્થ દીવો થાય છે. તેના વિષયમાં ક્રિયા બધે યથાયોગ્ય જોડવી. પચ્ચકખાણની વચ્ચે આ કરવું. કોઈએ પોરસી વગેરે ન કર્યું હોય પણ માત્ર અભિગ્રહ જ કરાય છે જ્યાં સુધી ગાંઠ વગેરેને ન છોડે વગેરે, તેમાં પણ આ હોય છે. તથા સાધુને પણ આ હોય છે, જેમકે – હજી પણ ગુરુદેવ માંડલીમાં બેઠા નથી કે બીજુ સાગારિક વગેરે કંઈક કારણ થયું તેથી પચ્ચકખાણનો સમય પૂરો થવા છતાં પણ પચ્ચખાણ રહિત ન થાઉં એમ વિચારી અંગુઠા વગેરેને સાધુ પણ કરે છે. (૨૦૦).
ગાથાર્થ - નવકારશી, પોરસી, પુરિમઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભક્તાર્થ, ચરમ, અભિગ્રહ અને વિગઈ. (૨૦૨).
ટીકાર્ય - અહીં ભીમ એટલે ભીમસેન' એ ન્યાયથી નમસ્કાર શબ્દ પછી સહિત શબ્દ જાણવો. તેથી નમસ્કાર એટલે નમસ્કારસહિત. નમસ્કારસહિતના વિષયમાં, પોરસીના વિષયમાં, પુરિમઠના વિષયમાં, એકાસણાના વિષયમાં, આયંબિલના વિષયમાં, ઉપવાસના