________________
છ પ્રકારના દ્રવ્યો
૩૫૫ વિષયમાં, અભિગ્રહના વિષયમાં, વિગઈના વિષયમાં, અહીં સાતમી વિભક્તિ એકવચનનો લોપ થયેલો જાણવો, આ દસ ભેદવાળુ અદ્ધા પચ્ચકખાણ છે. (૨૦૨)'
તે તે પર્યાયોને પામે તે દ્રવ્યો. વિદ્યમાન એવા તે દ્રવ્યો તે સદ્ભવ્યો. તે ગુણો અને પર્યાયોવાળા હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે -
ગુણો અને પર્યાયોવાળુ હોય તે દ્રવ્ય. (૫/૩૬)'
તે દ્રવ્યો છ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય અને ૬ જીવાસ્તિકાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે -
ગુણોનો આશ્રય દ્રવ્ય છે એમ કહ્યું. તેમાં દ્રવ્ય કેટલા પ્રકારનું છે એ કહે છે -
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સમય વગેરે રૂપ કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય – આ દ્રવ્યો જાણવા. અહીં પ્રસંગ પામીને લોકનું સ્વરૂપ પણ કહે છે – સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર ભગવંતો ઉપર કહેલા દ્રવ્યોના સમૂહને લોક એમ છે. (૨૮/૭)
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને જ ભેદથી કહે છે - જિનેશ્વર ભગવંતોએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યો એકએક કહ્યા છે અને કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય દ્રવ્યો અનંત છે. ભૂતકાળભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનંત છે. (૨૮૮).
દ્રવ્યોના લક્ષણો કહે છે –
બીજા દેશની પ્રાપ્તિરૂપ ગતિ એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે, એટલે કે પોતાની જાતે ગમન માટે તૈયાર થયેલા જીવો અને પુગલોને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય તે ધર્માસ્તિકાય. સ્થિતિ એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે, એટલે કે પોતાની મેળે જ સ્થિતિના પરિણામવાળા થયેલા જીવો અને પુદ્ગલોને સ્થિતિક્રિયામાં ઉપકાર કરનારું દ્રવ્ય તે અધર્માસ્તિકાય. બધા દ્રવ્યોના આધારરૂપ આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે, એટલે કે અવગાહના કરવા તૈયાર થયેલા જીવ વગેરેને અવગાહના (જગ્યા) આપનારુ દ્રવ્ય તે આકાશાસ્તિકાય. (૨૮/૯).
ભાવો તે તે રૂપે વર્તે છે. તેમને જે વર્તાવે છે તે વર્તના. તે વર્તના એ કાળનું લક્ષણ છે, એટલે કે વૃક્ષ વગેરેના પુષ્પોને ખીલવા વગેરેના નિયમિતપણાનું કારણ કાળ છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એથી જ વિશેષને ગ્રહણ કરનારા જ્ઞાન વડે,