SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ છ પ્રકારના તર્કો સામાન્ય ગ્રહણ કરનારા દર્શન વડે, સુખથી અને દુઃખથી જીવ જણાય છે. (૨૮/૧૦) - હવે શિષ્યોને વધુ દઢ સંસ્કાર પડે એ માટે કહેલું લક્ષણ ફરી કહીને બીજું લક્ષણ કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એટલે સામર્થ્ય, ઉપયોગ એટલે અવધાનવાળાપણું એ જીવનું લક્ષણ છે. આ લક્ષણથી જીવ બીજાથી ભિન્ન તરીકે જણાય છે. (૨૮/૧૧) હવે પુદ્ગલનું લક્ષણ કહે છે - શબ્દ, અંધકાર, ઉદ્યોત એટલે રત્ન વગેરેનો પ્રકાશ, પ્રભા એટલે ચંદ્ર વગેરેની કાંતિ, ઠંડકગુણવાળી છાયા, આતપ એટલે સૂર્યના બિંબમાંથી નીકળતો ઉષ્ણ પ્રકાશ, કાળો વગેરે વર્ણ, કડવો વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને ઠંડો વગેરે સ્પર્શ, સંબંધ, ભેદ વગેરે સ્કંધ વગેરે રૂપ પુગલોનું લક્ષણ છે, કેમકે આમનાથી તે જણાય છે. “રૂતિ' શબ્દ “માઃિ' શબ્દના અર્થવાળો છે. તેનાથી સંબંધ, ભેદ વગેરે લીધા. “વા' શબ્દ સમુચ્ચય માટે છે. (૨૮/૧૨) તર્કો એટલે છ દર્શનોના મતો. દર્શનો છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ જૈનદર્શન, મીમાંસકદર્શન, ૩ બૌદ્ધદર્શન, ૪ નૈયાયિકદર્શન, ૫ વૈશેષિકદર્શન અને ૬ સાંખ્યદર્શન. ષડ્રદર્શનસમુચ્ચયમાં અને સોમતિલકસૂરિ કૃત તેની વૃત્તિમાં કહ્યું છે કે, ગાથાર્થ - બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય - અહો ! આ દર્શનોના નામો છે. (૩) ટીકાર્ય - “અહો' શબ્દ ઇષ્ટના આમંત્રણમાં વપરાયો છે. દર્શનોના એટલે મતોના આ નામો છે એમ સંગ્રહ છે. “જાણવા' આ ક્રિયા હોય છે' વગેરેની જેમ ન કહી હોવા છતાં પણ જાણવી. તેમાં બુદ્ધ જેનો દેવતા છે તે બૌદ્ધદર્શન એટલે કે સૌમતદર્શન. નૈયાયિકદર્શન એટલે પશુપતિ (શંકર)નું દર્શન. તેમાં ન્યાય એટલે પ્રમાણમાર્ગ. તેનાથી યુક્ત તે નૈયાયિકદર્શન એવી વ્યુત્પત્તિ થાય છે. સાંખ્યદર્શન એટલે કપિલ ઋષિનું દર્શન. આ નામ આદિપુરુષને લીધે થયું છે. જેના જિન એ દેવતા છે તે જૈનદર્શન એટલે કે આહતદર્શન. વૈશેષિકદર્શન એટલે કણાદઋષિનું દર્શન. દર્શન, દેવતા વગેરેનું સામ્ય હોવા છતાં પણ નૈયાયિકો કરતા દ્રવ્ય, ગુણ વગેરે સામગ્રીથી વિશિષ્ટ હોવાથી વૈશેષિકદર્શન કહેવાય છે. જૈમિનીયદર્શન એટલે જૈમિનિઋષિનો મત એટલે કે ભાટ્ટદર્શન. ‘વ’ સમુચ્ચયને દેખાડે છે. આમ શિષ્ય છ દર્શનોના નામો જાણવા. (૩) ગાથાર્થ - કેટલાક આચાર્યો નૈયાયિકમત કરતા વૈશેષિકોનો ભેદ માનતા નથી, તેમના મતે આસ્તિકવાદીઓ પાંચ જ છે. (૭૮) ટીકાર્થ - કેટલાક આચાર્યો નૈયાયિકમત કરતા વૈશેષિકોનો ભેદ માનતા નથી, કેમકે
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy