________________
છ પ્રકારના તર્કો
૩૫૭
બન્ને દર્શનના અધિષ્ઠાતા દેવ એક હોવાથી તેઓ જુદું દર્શન માનતા નથી. તેમના મતની અપેક્ષાએ આસ્તિકવાદીઓ પાંચ જ છે. (૭૮)
તેથી દર્શનોની છ સંખ્યા જગતમાં પ્રસિદ્ધ છે. તે શી રીતે ફળવાળી થાય ? એ કહે છે ગાથાર્થ - તેમના મતે છટ્ઠા દર્શનની સંખ્યા લોકાયતમતને ઉમેરવાથી થાય છે. તેથી તેનો મત કહેવાય છે. (૭૯)
ટીકાર્થ - જેઓ નૈયાયિકો અને વૈશેષિકો એકરૂપ હોવાથી તેમનો અભેદ માને છે તેઓ પાંચ દર્શનને જ કહે છે. તેમના મતે છટ્ઠા દર્શનની સંખ્યા લોકાયતમત ઉમેરવાથી પૂરાય છે. તુ નો અર્થ છે વળી. ત્તિ એટલે શ્રેષ્ઠ આપ્તની પરંપરાથી. તે કારણથી તેમના મતને ચાર્વાકમત કહેવાય છે. તેનું સ્વરૂપ કહેવાય છે. (૭૯)’
છ દર્શનોના મતો આ પ્રમાણે જાણવા – તેમાં જૈનદર્શનમાં અરિહંત દેવતા છે. તત્ત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ નામના નવ છે. પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ નામના બે છે. નિત્યાનિત્ય વગેરે અનેકાંતવાદ છે. મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યક્ચારિત્રરૂપ છે. મોક્ષ બધા કર્મોનો ક્ષય થવા પર શુદ્ધસ્વરૂપમાં રહેલ આત્મારૂપ છે. મુક્તાત્મા લોકના અગ્રભાગે ૨હે છે. આવા સ્વરૂપવાળો જૈનદર્શનનો મત છે. ષડ્દર્શન-સમુચ્ચયમાં કહ્યું છે -
‘તેમાં રાગ-દ્વેષ રહિત, જેમણે મોહરૂપી મહામલ્લને હણ્યો છે એવા, કેવળજ્ઞાનકેવળદર્શનને ધારણ કરનારા જિનેન્દ્ર એ દેવતા છે. (૪૫) તેના મતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. (૪૭) તથા પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ મનાયેલા છે. અહીં પ્રમાણનો વિષય અનંતધર્મવાળી વસ્તુ છે. (૫૫) તથાભવ્યત્વનો પાક થવાથી જેને આ ત્રણ થાય સભ્યજ્ઞાનક્રિયાના યોગથી તે મોક્ષનું ભાજન બને છે. (૫૪)’
મીમાંસકદર્શનમાં સર્વજ્ઞ દેવતા નથી. નિત્ય વેદવાક્યોથી તત્ત્વોનો નિર્ણય થાય છે. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ અને અભાવ નામના છ છે. નિત્ય વગેરે એકાંતવાદ છે. મોક્ષમાર્ગ વેદમાં કહેલ અનુષ્ઠાનરૂપ છે. મોક્ષ નિત્ય અને નિરતિશય સુખના પ્રગટ થવારૂપ છે. આવા સ્વરૂપવાળો મીમાંસકદર્શનનો મત છે. ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે -
જૈમિનીયો કહે છે કે સર્વજ્ઞ વગેરે વિશેષણોવાળો કોઈ પણ દેવ નથી જેનું વચન