________________
૩૫૮
છ પ્રકારના તર્કો
પ્રમાણ થાય. (૬૮) તેથી અતીન્દ્રિય પદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટાનો અભાવ હોવાથી નિત્ય વેદવાક્યો થકી સાચાપણાનો નિશ્ચય થાય છે. (૬૯) પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમા સાથે, અર્થાપત્તિ અને અભાવ-જૈમિનિના મતમાં આ છ પ્રમાણો છે. (૭૨)’
વિવેકવિલાસમાં કહ્યું છે -
‘કર્મમીમાંસક અને બ્રહ્મમીમાંસક એમ બે પ્રકારે મીમાંસકો હોય છે. તેમાં વેદાંતીઓ બ્રહ્મને માને છે અને ભટ્ટ (કુમારિલ ભટ્ટ) તથા પ્રભાકર કર્મને માને છે. (૮/૨૫૮) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા, અર્થપત્તિ અને અભાવ – આ છ પ્રમાણો ભટ્ટના મતમાં છે. (૮/૨૫૯) પ્રભાકરના મતમાં એક અભાવ-અનુપલબ્ધિ-સિવાય બાકીના પાંચ પ્રમાણો છે. અદ્વૈતવાદી વેદાંતી પણ એમ જ માને છે. (૮/૨૬૦)'
બૌદ્ધદર્શનમાં સુગત દેવતા છે. તત્ત્વો દુ:ખ, આયતન, સમુદય અને માર્ગરૂપ ચાર આર્યસત્યો છે. પ્રમાણ પ્રત્યક્ષ અને અનુમાન નામના બે છે. ક્ષણિકએકાંતવાદ છે. મોક્ષ ‘બધુ ક્ષણિક છે અને બધુ આત્મા રહિત છે' એવી વાસનાથી ક્લેશના સમુદાયને છેદવારૂપ અને દીવાની જેમ જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થવારૂપ છે. આવા સ્વરૂપવાળો બૌદ્ધદર્શનનો મત છે. ષડ્દર્શનસમુચ્ચયમાં અને તેની અજ્ઞાતકર્તૃક અવસૂરિમાં કહ્યું છે –
ગાથાર્થ - તેમાં બૌદ્ધમતમાં દુ:ખ વગેરે ચાર આર્યસત્યોના પ્રરૂપક એવા સુગત એ દેવતા છે. (૪)
અવસૂરિ - દુઃખ, દુઃખસમુદાય, માર્ગ અને નિરોધરૂપ ચાર આર્યસત્યોરૂપ તત્ત્વોના કહેનારા સુગત છે.
ગાથાર્થ - તથા સૌગતદર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ જાણવા, કેમકે સમ્યજ્ઞાન બે પ્રકારે છે. (૯) બધા સંસ્કારો ક્ષણિક છે એવી જે વાસના તે અહીં માર્ગ જાણવો. નિરોધ મોક્ષ કહેવાય છે. (૭)'
વિવેકવિલાસમાં કહ્યું છે
-
‘બૌદ્ધોને સુગત નામના દેવ છે. તેઓ વિશ્વને ક્ષણભંગુર માને છે. તેઓ આર્યસત્ય નામથી ચા૨ તત્ત્વ માને છે. તે અનુક્રમે આ પ્રમાણે છે - દુઃખ, આયતન, સમુદય અને માર્ગ. આ ચાર તત્ત્વોની વ્યાખ્યા અનુક્રમે સાંભળો. (૮/૨૬૫, ૮/૨૬૬)'
ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે
-
‘સંસારી જીવોના જે સ્કંધો તે દુઃખ કહેવાય છે. તે સ્કંધો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ