________________
૩પ૯
છ પ્રકારના તર્કો પ્રમાણે – વિજ્ઞાનસ્કંધ, વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને રૂપરૂંધ. (૫) વિવેકવિલાસમાં કહ્યું છે -
જેનાથી મનુષ્યોના હૃદયમાં રાગ-દ્વેષાદિકનો સમૂહ ઉત્પન્ન થાય છે, તે આત્મીયઆત્મીય સ્વભાવ (પોતપોતાનો સ્વભાવ) એવા નામનો સમુદય કહેવાય છે. (૮/૨૬૯)”
પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે -
પાંચ ઇન્દ્રિયો, તેના પાંચ શબ્દાદિક વિષયો, એક મન અને એક ધર્માયતન - આ પ્રમાણે બાર આયતન કહેવાય છે. (૮) વિવેકવિલાસમાં કહ્યું છે -
સર્વે સંસ્કારો ક્ષણિક છે – એક ક્ષણવાર જ રહેવાના છે, એ પ્રમાણે જે સ્થિર વાસના-મનની પરિણતિ થાય, તે માર્ગ કહેવાય છે એમ જાણવું, અને તે જ મોક્ષ કહેવાય છે. (૮/૨૭૦) બૌદ્ધો પ્રત્યક્ષ અને અનુમાન એવા બે પ્રમાણને માને છે. વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક એવા બૌદ્ધના ચાર પ્રકાર છે. (૮/૨૭૧) સર્વે પદાર્થો જ્ઞાનસહિત છે એમ વૈભાષિક માને છે અને સૌત્રાંતિક લોકો કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરી શકાય એવી બાહ્ય વસ્તુને માનતાં નથી. (૮/૨૭૨) યોગાચાર મતવાળાને આચાર સહિત બુદ્ધિ સંમત છે. તથા માધ્યમિક મતવાળા કેવળ પોતાને વિષે જ રહેલી સંવિ૬ (જ્ઞાન)ને માને છે. (૮/૨૭૩) રાગાદિક જ્ઞાનના સંતાનની (પરંપરાની) વાસનાનો ઉચ્છેદ થવાથી મુક્તિ થાય છે, એમ ઉપર કહેલા ચારે પ્રકારના બૌદ્ધો કહે છે. (૮/૨૭૪)
નૈયાયિકદર્શનમાં શિવ દેવતા છે. તત્ત્વો પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન નામના સોળ છે. પ્રમાણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ નામના ચાર છે. નિત્ય અને અનિત્ય એકાંતવાદ છે. મોક્ષમાર્ગ સોળ તત્ત્વોના જ્ઞાનરૂપ છે. મોક્ષ છે ઇન્દ્રિયો, છ વિષયો, છ બુદ્ધિ, સુખ, દુઃખ, શરીર રૂપ એકવીસ પ્રકારના દુઃખના અત્યંત છેદ રૂપ છે. આવા સ્વરૂપવાળો નૈયાયિકદર્શનનો મત છે. મલધારીશ્રીરાજશેખરસૂરિ મહારાજે રચેલ ષદર્શનસમુચ્ચયમાં કહ્યું છે –
હવે શૈવ એવા બીજા નામવાળા યૌગમતને કહું છું. તેઓ દંડને ધારણ કરનારા અને મોટા કેસરી વસ્ત્રને પહેરનારા છે. (૮૪) સૃષ્ટિ અને સંહાર કરનારા શંકર તેમના દેવ છે.