________________
૩૬૦
છ પ્રકારના તર્કો તેમના જે સારા અઢાર અવતારો છે તે પૂજાયેલા છે. (૯૦) તેમના ગુરુ અક્ષપાદ છે. તેથી તેઓ અક્ષપાદક કહેવાય છે. ઉત્તમ સંયમ અવસ્થાને પામેલા તેઓ નગ્ન ભમે છે. (૯૫) પ્રમાણ ચાર છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ. તેમના ફળો જુદા જુદા છે. (૯૬) અહીં પ્રમાણ વગેરે સોળ તત્ત્વો છે. તે આ પ્રમાણે - પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન-આમનો વ્યય મુશ્કેલ છે. દુઃખોના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવાય છે. (૯૯) વિવેકવિલાસમાં કહ્યું છે -
શિવના દર્શનમાં નૈયાયિક અને વૈશેષિક એવા બે તર્ક છે. તેમાં તૈયાયિકને વિષે સોળ તત્ત્વો અને વૈશેષિકને વિષે છ તત્ત્વો માનેલા છે. (૮/૨૮૫) એકબીજાના તત્ત્વોમાં પરસ્પર સમાવેશ થવાથી આ બન્ને મતમાં ભેદ છે પણ ખરો અને નથી પણ – અર્થાત અભેદ જેવું પણ છે. તથા બન્નેના શિવ દેવ છે. તે નિત્ય છે અને સૃષ્ટિ, સ્થિતિ તથા સંહારના કર્તા છે. (૮/૨૮૬)
હરિભદ્રસૂરિરચિત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે –
નૈયાયિકના મતમાં દેવને જગતુનો કર્તા અને નાશ કરનાર માનેલો છે. તથા તે સર્વવ્યાપક, સર્વજ્ઞ અને નિત્ય બુદ્ધિના આશ્રયવાળો છે. (૧૩) પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ, જાતિ અને નિગ્રહસ્થાન - આ સોળ તત્ત્વો - પદાર્થો નૈયાયિકમતમાં છે. (૧૪, ૧૫)
વિવેકવિલાસમાં કહ્યું છે –
“નૈયાયિકોના મતમાં ચાર પ્રમાણ માનેલા છે. તે આ પ્રમાણે - પ્રત્યક્ષપ્રમાણ, આગમપ્રમાણ, અનુમાન પ્રમાણ અને ઉપમાપ્રમાણ. (૮/૨૮૭) વિષયો, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર, સુખ અને દુઃખ - આટલી વસ્તુનો અત્યંત અભાવ થવાથી આત્માનું જે આત્મસ્વરૂપમાં જ રહેવું તે મુક્તિ કહેવાય છે એમ નૈયાયિકો માને છે. (૮/૩૦૦)
વૈશેષિકદર્શનમાં પણ શંકર દેવતા છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય નામના છ દ્રવ્યો છે. પ્રત્યક્ષ અને અનુમાનરૂપ બે પ્રમાણ છે. નિત્ય અને અનિત્ય એકાંતવાદ છે. શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કારરૂપ મોક્ષમાર્ગ છે. બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કારરૂપ નવ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવા પર મોક્ષ થાય છે. આવા સ્વરૂપવાળો વૈશેષિકદર્શનનો મત છે. પદર્શન