________________
૩૬૧
છ પ્રકારના તર્કો સમુચ્ચયમાં કહ્યું છે –
વૈશેષિકોનો નૈયાયિકોની સાથે દેવતાના વિષયમાં ભેદ નથી, તત્ત્વમાં તો ભેદ છે, એ બતાવાય છે. (૫૯) તેમના મનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, ચોથું સમાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વો છે. (૬૦) એમના મતે પ્રમાણ બે પ્રકારે છે - પ્રત્યક્ષ અને અનુમાન. વૈશેષિકમતનો આ સંક્ષેપ કહ્યો. (૬૭)
શ્રીરાજશેખરસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે –
ઘુવડનું રૂપ ધારણ કરેલા શિવજીએ, કણાદ નામના મુનિની આગળ, આ મતનું કથન કર્યું હતું. તેથી તે મત ઔલૂક્યમત કહેવાય છે. (૩૦) વૈશેષિકોનો યૌગો (નૈયાયિકો)થી પ્રમાણતત્ત્વની બાબતમાં મતભેદ છે. તેમના મતમાં પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ છે. (૧૪)
વિવેકવિલાસમાં કહ્યું છે -
‘દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય - આ છ તત્ત્વો-પદાર્થો વૈશેષિકોના મતમાં છે. તેનું વ્યાખ્યાન હવે કહેવાય છે. (૮/૨૯૧) વૈશેષિકના ચોવીશ ગુણોની અંદર રહેલા બુદ્ધિ વગેરે (એટલે બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર) નવ ગુણોનો જે સર્વથા નાશ તે મુક્તિ કહેવાય છે, એમ વૈશેષિક માને છે. (૮/૩૦૧)”
સાંખ્યદર્શનમાં ઈશ્વર દેવ છે. કેટલાક ઈશ્વરને માનતા નથી. તત્ત્વો પચીસ પ્રકારના છે. તે આ પ્રમાણે – આત્મા, પ્રકૃતિ, બુદ્ધિ (મહાન), અહંકાર, ગંધ-રૂપ-રસ-સ્પર્શ-શબ્દ નામના પાંચ તન્માત્ર, પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ નામના પાંચ ભૂતો, નાક-જીભઆંખ-ત્વચા-કાન-મન નામની છ બુદ્ધિઇન્દ્રિયો અને ગુદા-પ્રજનનેન્દ્રિય-વચન-હાથ-પગ નામની પાંચ કર્મેન્દ્રિયો. પ્રત્યક્ષ, અનુમાન અને આગમરૂપ ત્રણ પ્રમાણો છે. નિત્ય એકાંતવાદ છે. પચીસ તત્ત્વોના જ્ઞાનરૂપ મોક્ષમાર્ગ છે. પ્રકૃતિનો વિયોગ થવાથી પુરુષનું સ્વરૂપમાં રહેવું તે મોક્ષ છે. આવા સ્વરૂપવાળો સાંખ્યદર્શનનો મત છે. ષદર્શનસમુચ્ચયમાં શ્રી રાજશેખરસૂરિ મહારાજે કહ્યું છે –
કેટલાક સાંખ્યો ઈશ્વરને માનતા નથી. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવતા માને છે. જેઓ ઈશ્વરને માનતા નથી તે આ નારાયણમાં પરાયણ છે. (૪૨) પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એ ત્રણ પ્રમા છે. આ ત્રણમાં શેષ પ્રમાણોનો અંતર્ભાવ યુક્તિસંગત છે. (૪૪) આ સાંખ્યદર્શનના આચાર્યોના મતે પચીસ તત્ત્વો છે અને સત્ત્વ, રજન્સ અને તમસ્ એ ત્રણ ગુણો