________________
૩૬૨
છ પ્રકારના તર્કો જાણવા. (૪૫) આ ત્રણેની જે સમ અવસ્થા તે પ્રકૃતિ કહેવાય છે. તે પ્રધાન, વ્યક્ત શબ્દોથી કહેવા યોગ્ય છે. તે નિત્ય છે. (૪૬) તેમાંથી બુદ્ધિ થાય છે જેને મહાનું કહેવાય છે. તેમાંથી અહંકાર થાય છે. તેમાંથી સોળનો ગણ થાય છે. (૪૭) સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને પાંચમુ શ્રોત્ર - આ પાંચ બુદ્ધિઇન્દ્રિય કહી છે. તથા ગુદા, ઉપસ્થ, વચન, હાથ અને પગ નામની કર્મેન્દ્રિયો છે. તથા મન અને બીજા પાંચ તન્માત્રો એમ સોળ છે. (૪૮, ૪૯) રૂપમાંથી તેજ થાય છે, રસમાંથી પાણી થાય છે, ગંધમાંથી ભૂમિ થાય છે, શબ્દમાંથી આકાશ થાય છે, સ્પર્શમાંથી વાયુ થાય છે – આમ પાંચમાંથી પાંચ ભૂત થાય છે. (૫૦) આમ સાંખ્યમતે ચોવીસતત્ત્વોરૂપ પ્રધાને કહ્યું છે. કર્તા અન્ય છે. ગુણ રહિત પુરુષ તત્ત્વનો ભોક્તા છે અને નિત્યજ્ઞાનમય મનાયો છે. (૫૧) પ્રકૃતિનો વિરહ એ મોક્ષ છે. તે પ્રકૃતિનો નાશ થયે છતે તે પુરુષ સ્વરૂપમાં રહે છે. પ્રકૃતિ બંધાય છે અને મૂકાય છે, પુરુષ નહીં. (૫૩)'
શ્રીહરિભદ્રસૂરિરચિત પદર્શનસમુચ્ચયમાં કહ્યું છે –
સાંખ્યોમાં કેટલાક ઈશ્વરને માને છે અને કેટલાક ઈશ્વરને માનતાં નથી. પણ એ બધાયના તત્ત્વો તો પચીશ જ છે. (૩૬)” વિવેકવિલાસમાં કહ્યું છે -
કેટલાક સાંખ્યમતવાળા લોકો શિવને દેવ માને છે અને કેટલાક નારાયણને (વિષ્ણુને) દેવ માને છે. બીજું સર્વ તત્ત્વ વગેરે – બન્નેને સરખું જ સંમત છે. (૮/૨૭૬) સાંખ્યના મતમાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ ત્રણ ગુણ માનેલા છે. તે ત્રણ ગુણોની સ્થિતિ સરખા પ્રમાણમાં હોય તો તે પ્રકૃતિ કહેવાય છે. (૮/૨૭૮) પ્રકૃતિથી મહતત્ત્વ ઉત્પન્ન થાય છે, મહત્તત્ત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારથી ચક્ષુ આદિક (ચક્ષુ, શ્રોત્ર, જિલ્લા, ઘાણ (નાસિકા) અને ત્વચા) પાંચ જ્ઞાનેન્દ્રિયો, તથા પાંચ કર્મેન્દ્રિયો – વાફ (વાણી), હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, તથા મન, તથા પાંચ તન્માત્રા-શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેમનાથી પૃથ્વી વગેરે (પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ) પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. આ કુલ ચોવીસ તત્ત્વવાળી પ્રકૃતિ કહેવાય છે અને તે પ્રકૃતિથી પર-ભિન્ન-પુરુષ માનેલો છે. (ચોવીશ તત્ત્વ પ્રકૃતિના અને એક પુરુષ એમ કુલ પચીસ તત્ત્વ થયા) (૮/૨૭૯,૨૮૦,૨૮૧) આ પચીસ તત્ત્વોથી થયેલું આ જગતુ નિત્ય છે એમ સાંખ્યો માને છે. તેમના મતમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે. (૮/૨૮૨) જ્યારે પ્રકૃતિ અને પુરુષનો ભેદ થાય છે - તે જુદા પડે છે - ત્યારે મોક્ષ થાય છે એમ સાંખ્યો કહે છે અને તે મુક્તિ જ ખ્યાતિ નામે કહેવાય છે. (૮/૨૮૩)'