________________
છ પ્રકારની ભાષા
૩૬૩
લોકાયત જેનું બીજું નામ છે એવા નાસ્તિકદર્શનાભાસમાં સર્વજ્ઞ, ધર્મ, અધર્મ, જીવ, પરલોક અને મોક્ષ નથી. પ્રત્યક્ષરૂપ એક પ્રમાણ છે. આવા સ્વરૂપવાળો નાસ્તિકોનો મત છે. ષડ્ગર્શનસમુચ્ચયમાં કહ્યું છે –
-
‘લોકાયતમતવાળા આ પ્રમાણે કહે છે – દેવ નથી, નિર્વાણ નથી, ધર્મ-અધર્મ નથી, પુણ્ય-પાપનું ફળ નથી. (૮૦) પૃથ્વી, જલ, તેજ અને વાયુ - આ ચાર ભૂત ચૈતન્યની ભૂમિ છે. લોકાયતો પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. (૮૩)’
વિવેકવિલાસમાં કહ્યું છે -
‘નાસ્તિકના મતમાં સર્વ વસ્તુ પાંચ મહાભૂતથી જ બનેલી છે, પ્રમાણોમાં એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે, તે સિવાય આત્મા, પરલોક, પુણ્ય, પાપ વગેરે કાંઈ પણ નથી. (૮/૩૦૪)' આમ છ દર્શનોના મતરૂપ છ તર્કો જાણવા.
બોલાય તે ભાષા. તે છ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ શૌરસેની, ૪ માગધી, ૫ પૈશાચી અને ૬ અપભ્રંશ. શ્રીચંડકવિ વિરચિત પ્રાકૃતલક્ષણમાં કહ્યું છે -
‘સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પૈશાચિકી, માગધી અને શૌરસેની - છ ભાષાઓ કહી
છે.’
રુદ્રટે રચેલ કાવ્યાલંકારમાં પણ કહ્યું છે –
‘પ્રાકૃત, સંસ્કૃત, માગધભાષા, પિશાચભાષા અને શૌરસેની. અહીં છઠ્ઠો દેશવિશેષને લીધે ઘણા ભેદવાળો અપભ્રંશ છે.’
ષભાષાચન્દ્રિકાના ઉપોદ્ઘાતમાં તો છ ભાષાઓ આ પ્રમાણે કહી છે –
‘ભાષા છ પ્રકારની છે તે ક્રમશઃ આ પ્રમાણે છે - પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ. તેમાં મહારાષ્ટ્રદેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે પ્રાકૃતભાષા છે. શૂરસેનમાં ઉત્પન્ન થયેલી ભાષા તે શૌરસેની ભાષા છે. મગધદેશમાં ઉત્પન્ન થયેલી ભાષા તે માગધી ભાષા છે. પિશાચદેશમાં ઉત્પન્ન થયેલી બે પ્રકારની પૈશાચી ભાષા છે. અથવા પિશાચથી ઉત્પન્ન થયેલી બે પ્રકારની પૈશાચી ભાષા છે. ભરવાડ વગેરેની ભાષાઓનો સમૂહ તે અપભ્રંશ ભાષા છે. તેમાં પ્રાકૃત ભાષા બધા સ્ત્રીપાત્રો માટે નક્કી થયેલી છે. અધમ અને મધ્યમ પાત્રો શૌરસેનીભાષા બોલે છે. માછીમાર વગેરે અતિશય નીચ પાત્રો માગધી ભાષા બોલે છે. રાક્ષસ, પિશાચ અને નીચ પાત્રો બે પ્રકારની