________________
છ પ્રકારની ભાષા
૩૬૪
પૈશાચીભાષા બોલે છે. ચંડાળ, યવન વગેરે પાત્રો અપભ્રંશ ભાષા બોલે છે.’
તેમાં સંસ્કૃતભાષા આ પ્રમાણે જાણવી –
‘શાંત, દાંત, હંમેશા ગુપ્ત, મોક્ષનો અર્થી, વિશ્વ પર વાત્સલ્યવાળો દંભવિનાની જે ક્રિયા કરે તે અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે થાય છે. (૨/૭)' (અધ્યાત્મસાર)
પ્રાકૃતભાષા આ પ્રમાણે જાણવી –
‘હે ગુણો ની ખાણ ! લાખો ભવોમાં દુર્લભ, જન્મ-જરા-મરણ રૂપી સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કરીશ. (૧૨૩)' (ઉપદેશમાળા)
શૌરસેનીભાષા આ પ્રમાણે જાણવી –
‘હે મહારાજ ! બધા લોકો વડે નમસ્કાર કરવા યોગ્ય એવી અમારા વડે તમારી પ્રશંસા કરાય છે. એથી બીજા પંડિતો વડે કેમ ન કરાય ? પણ કરાય જ. તમારી કીર્તિ સ્વર્ગથી પૃથ્વીતલ સુધી વિચરશે. (૭/૯૯)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ)
માગધીભાષા આ પ્રમાણે જાણવી –
‘અતિસમાધિપૂર્વક બેઠેલો એટલે કે ધર્મધ્યાનમાં નિરત, એથી જ ક્રોધ વગેરે કષાયો રહિત, સાવદ્ય યોગ રહિત, અનન્યમનવાળો એટલે કે મોક્ષમાં એકતાન મનવાળો સાધુ ચોથા વર્ગને એટલે કે નિર્વાણને સાધે છે એટલે કે પોતાને આધીન કરે છે. (૮/૨)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ)
પૈશાચી ભાષા આ પ્રમાણે જાણવી -
‘નિર્મળ અને કષાયરહિત હૃદયવાળો, એથી જ ઇન્દ્રિયોરૂપી કુટુંબની ચેષ્ટા જેણે જીતી છે એવો, જેણે કુટુંબનો સ્નેહ છોડી દીધો છે એવો યોગી મોક્ષપદને પામીને સંસારમાં આવતો નથી. ઇન્દ્રિયો આત્માને મોહ પેદા કરતી હોવાથી ઇન્દ્રિયોને કુટુંબ કહી. ચેષ્ટા એટલે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવી. યોગી એટલે શુભધ્યાનમાં એકતાન સાધુ. (૮/૭)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ)
પૈશાચીભાષાના ભેદરૂપ ચૂલિકાપૈશાચીભાષા આ પ્રમાણે જાણવી –
‘સર્વજ્ઞરાજના ચરણોનું ધ્યાન કરનાર યોગી અશઠ અને શઠ બન્નેના હિતમાં તત્પર હોવાથી બંધુ સમાન, જેણે શાંતભાવનો આશ્રય કર્યો છે એવો, સાવદ્ય વ્યાપાર વિનાનો કે