________________
છ પ્રકારની ભાષા
૩૬૫
જીવવધ વિનાનો થાય છે. અશઠ એટલે અમાયાવી. (૮/૧૨)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ)
અપભ્રંશભાષા આ પ્રમાણે જાણવી -
‘હે લોકો ! કરણાભાસોથી મન ઉતારો, તેમને ન કરો, કેમકે કરણાભાસોથી કોઈનો પણ મોક્ષ થતો નથી. બધા યોગીઓ સારા એવા પદ્માસન વગેરે કરણો વડે બેસે છે અને લગંડ વગેરે કરણો વડે સૂવે છે. તેથી કરણોથી બધાયનો અવશ્ય મોક્ષ થાય છે. નિષેધ કરાયેલ આસનોને ત્યજીને કર્મ ખપાવવા માટે પદ્માસન વગેરે કરનાર મોક્ષ પામે છે. કરણાભાસ એટલે સાચા એવા પદ્માસન વગેરેથી વિપરીત આસનો. (૮/૧૭)' (પ્રાકૃતહેંચાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ)
ગુરુ છ પ્રકારના વચનના દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના તાત્ત્વિક સ્વરૂપને જાણે છે.
આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ અપરાજિત થાઓ. (૫) આમ ચોથી છત્રીસી સમાપ્ત થઈ.
1+
+
हुति जह अवरेर्हि जलेहि, पउराओ धन्नरासीओ । मुत्ताहलनिष्पत्ती, होइ पुणो साइनीरेण ॥ एवं सुरनररिद्धी हवंति, अन्नाणधम्मचरणेहिं । अक्खयमुक्खसुहं पुण जिणधम्माओ न अण्णत्थ ॥
જેમ અન્ય પાણી વડે ઘણું બધુ અનાજ ઊગે છે, પણ મોતીનું નિર્માણ તો સ્વાતિનક્ષત્રના પાણી વડે જ થાય છે, એમ અજ્ઞાન ધર્મને આચરવાથી દેવ અને મનુષ્યની રિદ્ધિ મળે છે, પણ મોક્ષનું અક્ષય સુખ તો જિનધર્મ સિવાય બીજેથી મળતું નથી.
जं चि खमइ समत्थो, धणवंतो जं न गव्विओ होइ । जं च सुविज्जो नमिओ, तेहिं तेहिं अलंकिया पुहवी ॥
સમર્થ વ્યક્તિ જે ક્ષમા કરે છે, ધનવાન જે ગર્વિષ્ટ થતો નથી અને સારો વૈદ્ય જે નમ્ર હોય છે – તે ત્રણથી પૃથ્વી અલંકૃત છે.