________________
છ પ્રકારની લેશ્યાઓ
૩૪૭
નહીં કરનારો, કુશાસ્ત્રોરૂપ અવિદ્યા ભણનારો, માયા કરનારો, ખરાબ આચાર સંબંધી લજ્જા વિનાનો, વિષયોમાં લંપટ, દ્વેષવાળો, લુચ્ચો, જાતિમદ વગેરેને કરવા વડે ખૂબ મત્ત થયેલો, રસમાં લોલુપ, સાતાને શોધનારો એટલે કે ‘શી રીતે મને સુખ થાય ?’ એવી બુદ્ધિવાળો, જીવોની હિંસારૂપ આરંભથી નહીં અટકેલો, બધાયનું અહિત ઇચ્છતો હોવાથી ક્ષુદ્ર, અચાનક વિચાર્યા વિના કાર્ય કરનારો - આ ક્રિયાઓથી યુક્ત પુરુષ, સ્ત્રી વગેરે નીલલેશ્યાને જ પરિણમાવે છે. (૩૪/૨૩,૨૪)
વચનથી વક્ર, ક્રિયાથી વક્ર રીતે આચરણ કરનારો, મનથી માયાવી, કોઈ પણ રીતે સરળ કરી ન શકાય એવો, પોતાના દોષોને છુપાવનારો, બધે બહાના કાઢીને પ્રવૃત્તિ કરનારો, અથવા આ બધા પર્યાયવાચી શબ્દો સમજવા, મિથ્યાર્દષ્ટિ, અનાર્ય, બીજાને ત્રાસ થાય તેવું અને રાગ વગેરે દોષવાળું બોલનારો, ચોર, બીજાની સંપત્તિને સહન નહીં કરનારો આ ક્રિયાઓથી યુક્ત જીવ કાપોતલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૫,૨૬)
મન-વચન-કાયાથી અભિમાન વિનાનો, ચંચળતા વિનાનો, માયા વિનાનો, કુતૂહલ વિનાનો, જેણે ગુરુ વગેરેને ઉચિત પ્રવૃત્તિનો સારી રીતે અભ્યાસ કર્યો હોય એવો, જેણે ઇન્દ્રિયો-મનને દમ્યા છે એવો, સ્વાધ્યાય વગેરે યોગોને સેવનારો, વિહિત શાસ્ત્રોના ઉપચારરૂપ ઉપધાન કરનારો, જેને ધર્મ પ્રિય હોય એવો, ધર્મમાં દૃઢ, પાપથી ડરનારો, મુક્તિને શોધનારો - આ ક્રિયાઓથી યુક્ત જીવ તેજોલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૭, ૨૮)
જેના ક્રોધ, માન, માયા, લોભ પાતળા હોય એવો, પ્રશાંત મનવાળો, આત્માનું દમન કરનારો, સ્વાધ્યાય વગેરે યોગોને સેવનારો, વિહિત શાસ્ત્રોના ઉપચારરૂપ ઉપધાન કરનારો, અલ્પ બોલનારો, ઉદ્ભટ ન હોવાથી ઉપશાંત આકારવાળો, જેણે ઇન્દ્રિયોને જીતી છે એવો આ ક્રિયાઓથી યુક્ત જીવ પદ્મલેશ્યાને જ પરિણમાવે. (૩૪/૨૯,૩૦)
આર્તધ્યાન-રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાન-શુક્લધ્યાનને કરનારો, પ્રશાંત મનવાળો, આત્માનું દમન કરનારો, સમિતિવાળો, ગુપ્તિઓ વડે અશુભ યોગોને રોકનારો, કષાયોનો ક્ષય કે ઉપશમ ન થયો હોવાથી સરાગી કે કષાયોનો ક્ષય કે ઉપશમ થયો હોવાથી વીતરાગી, ઉપશાંત, જેણે ઇન્દ્રિયોને જીતી છે એવો - આ ક્રિયાઓથી યુક્ત જીવ શુક્લલેશ્યાને જ પરિણમાવે છે. વિશિષ્ટ લેશ્યાની અપેક્ષાએ આ લક્ષણ કહ્યા છે. તેથી દેવ વગેરે આવા ન હોય તો પણ તેમનામાં તે તે લેશ્યાઓ હોવામાં વાંધો નથી. આમ બાર ગાથાઓનો અર્થ કહ્યો. (૩૪/૩૧,૩૨)'
આ લેશ્યાઓથી પરિણત જીવોના પરિણામોને બતાવનારા જાંબુના ફળ ખાવા