________________
૩૪૬
છ પ્રકારની વેશ્યાઓ વળી ‘હલે હલે !' એ પ્રમાણે કે “અન્ને એ પ્રમાણે તથા “ભટ્ટ, સ્વામિનિ, ગોમિનિ, હોલ, ગોલે, વસુલે !” આ બધા વચનો પણ જુદા જુદા દેશોની અપેક્ષાએ આમંત્રણવચનો છે, જે વચનો ગૌરવ, કુત્સા વગેરેથી ગર્ભિત છે. માટે જ સાધુ ક્યાંય કોઈ સ્ત્રીને આ શબ્દોથી ન બોલાવે. (૭/૧૯)
અધિકરણની ઉદીરણા કરનારું વચન ન બોલવું. કહ્યું છે કે,
ખમાવેલા અને શાંત થયેલા ઝઘડાઓની ફરી ઉદીરણા જે કોઈ કરે છે તેનું વચન તે અધિકરણોદરણવચન કહ્યું છે.'
જેનાથી આત્મા કર્મ સાથે જોડાય છે તે વેશ્યા, એટલે કે કૃષ્ણ વગેરે દ્રવ્યોના સંપર્કથી થતો આત્માનો વિશેષ પ્રકારનો પરિણામ. પ્રાચીન ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે,
જેનાથી આત્મા કર્મ સાથે જોડાય છે તે વેશ્યા, એટલે કે કાળા વગેરે દ્રવ્યોના સાન્નિધ્યથી થતો આત્માનો શુભ કે અશુભ વિશેષ પ્રકારનો પરિણામ. (૨)
તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ કૃષ્ણલેશ્યા, ર નીલલેશ્યા, ૩ કાપોતલેશ્યા, ૪ તેજોલેશ્યા, ૫ પદ્મવેશ્યા અને ૬ શુકુલલેશ્યા. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને તેની મહો. ભાવવિજયજી કૃત વૃત્તિમાં કહ્યું છે -
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પાલેશ્યા અને છઠ્ઠી સુફલલેશ્યા - આ વેશ્યાઓના યથાક્રમ નામો છે. (૩૪૩)
પાંચ આશ્રવમાં પ્રવૃત્ત થયેલો, મન-વચન-કાયાની ગુપ્તિ વિનાનો, છ જવનિકાયની હિંસા કરનારો હોવાથી તેમના વિષે વિરતિ વિનાનો, સ્વરૂપથી કે ભાવથી ઉત્કટ એવા સાવદ્ય ક્રિયારૂપ આરંભોમાં આસક્ત, બધાયનું અહિત ઇચ્છતો હોવાથી ક્ષુદ્ર, અચાનક વિચાર્યા વિના કાર્ય કરનારો એટલે કે ચોરી વગેરે ખરાબ કાર્યો કરનારો, આભવ-પરભવના નુકસાનોની શંકા વિનાના ભાવવાળો, જીવોને હણતા જરા ય શંકા ન કરતો હોવાથી નિર્દય, જેણે ઇન્દ્રિયોને જીતી નથી એવો - આ ક્રિયાઓથી યુક્ત પુરુષ, સ્ત્રી વગેરે કૃષ્ણલેશ્યાને જ પરિણમાવે એટલે કે તેવા પ્રકારના દ્રવ્યના સંપર્કથી સ્ફટિકની જેમ તે સ્વરૂપવાળો થાય. કહ્યું છે કે, “કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી સ્ફટિકની જેમ આત્માનો જે ભાવ થાય છે તેમાં આ “લેશ્યા' શબ્દનો પ્રયોગ થાય છે.” (૩૪/૨૧, ૨૨)
બીજાના ગુણોને સહન ન કરવારૂપ ઇર્ષાવાળો, ગુસ્સાના અત્યંત કદાગ્રહવાળો, તપ