SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ છ પ્રકારના વચનના દોષો ૩૪૫ અવિશ્વાસુ થાય છે. જે કારણથી આવું છે તે કારણથી મૃષાવાદનું વર્જન કરવું. (૬/૧૨)’ હીલિતવચન ન બોલવું. કહ્યું છે કે, ‘અસૂયાપૂર્વક હે ગણી ! હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! હે આચાર્ય ! વગેરે શબ્દો વડે અહીં જે આમંત્રણ કરવું એ હીલિતવચન ન બોલવું.’ ખિસિતવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની ચૂર્ણિમાં કહ્યું છે - ગાથાર્થ - તથા હોલ, ગોલ, શ્વાન, વસુલ, દ્રમક કે દુર્ભાગ એ પ્રમાણે તેને બુદ્ધિશાળી ન બોલે. ચૂર્ણિ - ‘હોલ’ એ દેશ્યભાષામાં ‘ભવિલ’ કહેવાની જેમ નિષ્ઠુર આમંત્રણ છે. એ પ્રમાણે ‘ગોલ' છે. દુષ્ટ ચેષ્ટાને લીધે કૂતરાની સાથે ઉપમા કહેવી. ‘વસુલ' એ શુદ્રનો પરાભવ કરનારું વચન છે. ભોજન માટે ઘરે ઘરે ફરે તે દ્રમક એટલે ટૂંક. દુર્ભાગ એટલે અનિષ્ટ. આ અનિષ્ટવચનોને પણ બુદ્ધિશાળી ન કહે. (૭/૧૪)’ કર્કશવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની તિલકાચાર્ય રચિત વૃત્તિમાં કહ્યું છે – ગાથાર્થ - તથા મોટા જીવોનો ઉપઘાત કરનારી કર્કશ ભાષા સાચી હોવા છતાં ન બોલવી, કેમકે તેનાથી પાપ આવે છે. (૭/૧૧) ટીકાર્થ - કોઈ પહેલા દાસ હોય અને પછી ક્યાંક જઈને પ્રધાન થાય તો તેની છાયાને પાડનારી ‘તું દાસ હતો' એવી કર્કશ ભાષા સાચી હોવા છતાં ન બોલવી, કેમકે તેને અસમાધિ થવાથી પોતાનામાં પાપનું આગમન થાય છે. (૭/૧૧)’ સંબંધોને ઉઘાડનારુ વચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - આર્થિકા, પ્રાયિકા, માતા, માસી, ફઈ, ભાણેજી, દીકરી, પૌત્રી, હલે હલે, અન્ના, ભટ્ટ, સ્વામિની, ગોમિની, હોલે ગોલે, વસુલા....આ પ્રમાણે સ્ત્રીને બોલાવવી નહીં. (૭/૧૫-૧૬) ટીકાર્થ - હૈ આર્થિકા ! હે પ્રાયિકા ! હે અમ્બા ! કે માસી ! હે ફઈ ! હે ભાણેજી ! હે દીકરી ! હે પૌત્રી ! આ આમંત્રણ વચનો છે. તેમાં માતાની કે પિતાની માતા તે આર્થિકા છે, તેની પણ જે બીજી માતા તે પ્રાર્ષિકા. બાકીના નામો પ્રગટ અર્થવાળા જ છે. (૭/૧૫)
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy