________________
ચોથી છત્રીસી
હવે ચોથી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - વચનના છ દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના સ્વરૂપને જાણવા વડે છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૫)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - કહેવાય તે વચનો. દૂષિત કરે તે દોષો. વચનના દોષો તે વચનદોષો. તે છ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ અલીકવચન, ૨ હીલિતવચન, ૩ ખિસિતવચન, ૪ કર્કશવચન, ૫ નાત્રકોટ્ટનવચન અને અધીકરણોદીરકવચન. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
‘ગાથાર્થ - હીલિતા, ખિસિતા, પરુષા, અલિકા તથા ગૃહસ્થની ભાષા, વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણના ઉલ્લાસને કરનારી છે. (૧૩૨૧)
ટીકાર્થ - કહેવાય તે ભાષા એટલે કે વચનો. ખરાબ ભાષા મોટા કર્મબંધમાં કારણભૂત છે. તે હીલિતા વગેરે ભેદથી છ પ્રકારની છે. તેમાં હીલિતા એટલે અસૂયાપૂર્વક અવગણના કરતા હે વાચક ! હે જ્યેષ્ઠાર્ય ! વગેરે કહેવું. ૧. ખિસિતા એટલે જન્મ, કર્મ વગેરે ઉઘાડા કરવા, ૨. પરુષા એટલે હે દુષ્ટ શૈક્ષ ! વગેરે કર્કશવચન. ૩. અલીકા એટલે કેમ દિવસે બેઠા બેઠા ઊંઘે છે વગેરે પ્રશ્ન થવા પર હું ઊંઘતો નથી વગેરે કહેવું ૪ તથા ગૃહસ્થોની ભાષા તે ગાર્હસ્થી ભાષા. તે હે પુત્ર ! હે મામા ! હે ભાણેજ ! વગેરે રૂપ છે. ૫. વળી છઠ્ઠી ભાષા ઉપશાંત અધિકરણ ઉલ્લાસ સંજનની એટલે શાંત થયેલા ઝઘડાને ફરી પ્રવર્તાવનારી છે. (૧૩૨૧)'
તેમાં અલીકવચન ન બોલવું. શ્રીદશવૈકાલિકસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - ગાથાર્થ - લોકમાં સર્વસાધુઓ વડે મૃષાવાદ નિંદા કરાયેલ છે અને તે જીવો માટે અવિશ્વાસ છે. તેથી મૃષાવાદનું વર્જન કરવું. (૬/૧૨)
ટીકાર્થ - મૃષાવાદ સર્વ લોકમાં બધા સાધુઓ વડે નિંદાયેલ છે, કેમકે તે બધા વ્રતોનો અપકાર કરનાર છે અને પ્રતિજ્ઞા કરાયેલનું તેનાથી પાલન થતું નથી. મૃષાવાદી જીવોને માટે