Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 382
________________ છ પ્રકારની ભાષા ૩૬૫ જીવવધ વિનાનો થાય છે. અશઠ એટલે અમાયાવી. (૮/૧૨)' (પ્રાકૃતવ્યાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) અપભ્રંશભાષા આ પ્રમાણે જાણવી - ‘હે લોકો ! કરણાભાસોથી મન ઉતારો, તેમને ન કરો, કેમકે કરણાભાસોથી કોઈનો પણ મોક્ષ થતો નથી. બધા યોગીઓ સારા એવા પદ્માસન વગેરે કરણો વડે બેસે છે અને લગંડ વગેરે કરણો વડે સૂવે છે. તેથી કરણોથી બધાયનો અવશ્ય મોક્ષ થાય છે. નિષેધ કરાયેલ આસનોને ત્યજીને કર્મ ખપાવવા માટે પદ્માસન વગેરે કરનાર મોક્ષ પામે છે. કરણાભાસ એટલે સાચા એવા પદ્માસન વગેરેથી વિપરીત આસનો. (૮/૧૭)' (પ્રાકૃતહેંચાશ્રય અને તેની પૂર્ણકળશગણિકૃત વૃત્તિ) ગુરુ છ પ્રકારના વચનના દોષો, છ લેશ્યાઓ, છ આવશ્યકો, છ દ્રવ્યો, છ તર્કો અને છ ભાષાઓના તાત્ત્વિક સ્વરૂપને જાણે છે. આમ છત્રીસ ગુણોના સમૂહથી વિભૂષિત ગુરુ અપરાજિત થાઓ. (૫) આમ ચોથી છત્રીસી સમાપ્ત થઈ. 1+ + हुति जह अवरेर्हि जलेहि, पउराओ धन्नरासीओ । मुत्ताहलनिष्पत्ती, होइ पुणो साइनीरेण ॥ एवं सुरनररिद्धी हवंति, अन्नाणधम्मचरणेहिं । अक्खयमुक्खसुहं पुण जिणधम्माओ न अण्णत्थ ॥ જેમ અન્ય પાણી વડે ઘણું બધુ અનાજ ઊગે છે, પણ મોતીનું નિર્માણ તો સ્વાતિનક્ષત્રના પાણી વડે જ થાય છે, એમ અજ્ઞાન ધર્મને આચરવાથી દેવ અને મનુષ્યની રિદ્ધિ મળે છે, પણ મોક્ષનું અક્ષય સુખ તો જિનધર્મ સિવાય બીજેથી મળતું નથી. जं चि खमइ समत्थो, धणवंतो जं न गव्विओ होइ । जं च सुविज्जो नमिओ, तेहिं तेहिं अलंकिया पुहवी ॥ સમર્થ વ્યક્તિ જે ક્ષમા કરે છે, ધનવાન જે ગર્વિષ્ટ થતો નથી અને સારો વૈદ્ય જે નમ્ર હોય છે – તે ત્રણથી પૃથ્વી અલંકૃત છે.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430