Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 393
________________ ૩૭૬ સાત પ્રકારનું સુખ ગાથાર્થ - જે ભોજન નાંખી દેવા યોગ્ય હોય અને દ્વિપદ એટલે કોઈ પણ માણસ આદિ ઈચ્છતા ન હોય, તે અથવા અડધું ફેંકી દીધું હોય તે ભિક્ષા ઉઝિતધર્મા થાય છે. (૭૪૩) ટીકાર્થ - ૭. ઉક્ઝિતધર્મા ભિક્ષાઃ જે ભોજન ખરાબ હોવા વગેરેના કારણે નાખી દેવા યોગ્ય હોય અને બીજા દ્વિપદ એટલે બ્રાહ્મણ, શ્રમણ, અતિથિ, ભિખારી વગેરે લેવા ન માંગતા હોય, અથવા ભોજન અડધું ફેંકી દીધું હોય, તે ભોજન લેવાથી સાધુને ઉઝિતધર્મા નામની સાતમી ભિક્ષા થાય છે. આ સાત પિડેષણામાં સંસ્કૃષ્ટ વગેરે અષ્ટભંગી કહેવી. પરંતુ ચોથી ભિક્ષામાં જુદાપણું છે, કેમકે તે અલેપ હોવાથી સંસૃષ્ટ આદિનો અભાવ છે. (૭૪૩) પાનૈષણા: ગાથાર્થ - પાનૈષણામાં પણ એ પ્રમાણે જ જાણવું. પરંતુ એથી પાનૈષણામાં ભિન્નતા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, સૌવિરક એટલે અનાજ ધોયેલ કાંજીનું પાણી, ઓસામણ, ઉનું પાણી કે આચાસ્લાદિ વગેરે અલેપકૃત છે. (૭૪૪) ટીકાર્ય - હવે પાનૈષણાસપ્તક કહે છે. પાનૈષણા પણ એ પ્રમાણે સંસૃષ્ટ વગેરે સાત પ્રકારે જાણવી. પરંતુ ફક્ત ચોથી અલ્પલપા હોવાથી એમાં ભિન્નતા છે. જેથી સિદ્ધાંતમાં કહેલ સૌવિરક એટલે કાંજી, ઓસામણ, આદિ શબ્દથી ગરમ પાણી, ચોખાનું ધોવણ વગેરે અલેપકૃત કહેલ છે. બાકીના શેરડીનો રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી, વગેરે લેપકૃત છે, તે પીવાથી સાધુને કર્મનો લેપ થાય છે. (૭૪૪) (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ.કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ સાત પિડેષણાઓથી અને સાત પાનૈષણાઓથી યુક્ત હોય છે. સુખ સાત પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સંતોષ, ૨ ઇન્દ્રિયોનો જય, ૩ પ્રસન્ન ચિત્ત હોવા પણું, ૪ દયાળુપણું, પ સત્ય, ૬ શૌચ અને ૭ દુર્જનોનો ત્યાગ. પ્રવ્રજ્યાવિધાનકુલકમાં કહ્યું છે - (૧) સંતોષ, (૨) ઇન્દ્રિયોનો જય, (૩) પ્રસન્ન ચિત્ત, (૪) દયાળુપણું, (૫) સત્ય, (૬) શૌચ (પવિત્રતા) અને (૭) દુર્જનનો ત્યાગ – આ સાત સુખો છે. (૧) ગુરુગુણષત્રિશતષત્રિશિકાની સ્વોપલ્લવૃત્તિમાં આ સાત સુખોનું વર્ણન આ રીતે કર્યું છે - જેમણે કામને જીત્યો છે એવા અને સંતોષમાં રક્ત એવા મુનિઓને જે સુખ હોય છે તે ચક્રવર્તીઓને નથી હોતું અને જેમને દેવો નમસ્કાર કરે છે એવા ઇન્દ્રોને નથી હોતું. (૨)

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430