________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
કેક કામિની ફૂદમણૂદા, કરે ત્યાગી મરજાદ રે; ફરે કુંડાળા ફેલ કરીને, કરે નઠારા નાદ.
એક બરી કહે અમુક ભાઈને, મરણ કદાપિ ન હાય રે; બીજી સઘળી નારી બેલે, હે! હોયને! હાય !
(ગી. મ. ૨, ૧૦૦) કવિ શ્રી અજિતસાગરજીના કાવ્યોમાં તેમના ગુરૂની જેમ એક વિશિષ્ટતા ખાસ તરી આવે છે–સામ્પ્રદાયિકતાનો તદ્દન અભાવ. તેમનાં કાવ્ય જૈન કે જૈનેતર સર્વને એકસરખી રીતે હૃદયંગમ થઈ પડે તેવાં છે. સામ્પ્રદાયિક તત્વને સ્પર્શ કર્યા સિવાય ઉપદેશ કેટલી સચોટ રીતે આપી શકાય છે તેનું જવલંત દષ્ટાન્ત અન્ય એકાંત જૈન કવિઓને આ કાવ્યમાં ઉપલબ્ધ થાય છે. સર્વધર્મસહિષ્ણુતા એ જ આજના યુગને જીવંત મહામંત્ર છે, અને તેની સાધના એ જ સ્યાદવાદ ધર્મને વિશ્વધર્મ બનાવવા ઈચ્છનારાઓનું પરમ કર્તવ્ય હોવું ઘટે.
સુરિજીના કાવ્યોમાં બીજી વિશિષ્ટતા એ છે કે તેમાં ખટ દુરાગ્રહ કે પક્ષાપક્ષીની ખેંચતાણું નથી. સામાન્ય વિચારો સામાન્ય સ્વરૂપે આલેખાયેલા નજરે પડે છે.
ગીત પ્રભાકર ” માં ઉચ્ચ ભાવનાઓ છે; પરંતુ ગગનગામી અને મૌલિક કલ્પનાઓના ઉડ્ડયન કવચિત જ નજરે પડે છે. સંતસહજ નિસર્ગ પ્રેમનાં કાવ્યો કે કુદરતનું વર્ણન શોધવાનો શ્રમ વિફળ જાય છે. પશુ પ્રત્યેના પ્રેમની ઉત્કટતા કેટલે સ્થળે દગોચર થાય છે; પણ તે સામાન્ય દયાભાવનું કે અહિંસાનું ચિત્ર આલેખવાના આધાર રૂપે જ. કિંતુ સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીમાં જે ગર્વ, કેતરે, નદીઓ, પર્વત, કંદરાઓ અને વનચરેને સ્વભાવજન્ય શેખ છે તે, તેમના શિષ્યમાં જણાતો નથી. આમ છતાં હદયંગમ શૈલી અને લલિત શબ્દરચના “અજિતાબ્ધિ 'ને સહજ વરી છે. ઉન્નત ગિરિ પ્રદેશમાં
For Private And Personal Use Only