________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
દષ્ટિએ કલ્પના કરવામાં એમની શક્તિ અદ્દભુત રીતે વિકાસ પામેલી હતી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. વૃંદાવનમાં રાધાકૃષણે રચેલો રાસ, વેણુસ્વરની માદકતા, કૃષ્ણની બાળલીલા વગેરે પ્રસંગે, પિતે જૈનધર્મના આગેવાન આચાર્યજી હોવા છતાંય અતિ મોહક સ્વરૂપે વર્ણવેલા છે. મહાત્માઓની દિશા ઉદાત્તવિશાળ અને વિશ્વગ્રાહી હેય છે. મારે સંપ્રદાય–પંથ જ સાચે એવું મિથ્યામમત્વ આ મહાત્મામાં અંશે પણ ન હતું એ વિશેષ ખુશી થવા જેવું છે. “તું જ છે ” પૃ. એ કાવ્ય સઘળી દિશાથી વાંચવા અને ફરી ફરી વિચારી જવાની હું આગ્રહભરી ભલામણ કરું છું.
જૈન સાધુઓ સંસાર પરિત્યાગી હોય છે, તેમ છતાં આ કાવ્યગ્રંથમાં સંસારના, સમાજના, વ્યવહારના અને રાજ્યને લગતા કઈ પણ વિષય તરફ ઉદાસીનતા બતાવવામાં આવી નથી. પ્રત્યેક વિષયમાં સચોટ શૈલીથી ભારે ચાબુક પ્રહાર કરવામાં આવ્યો છે. વિધવાઓનાં દારૂણ દુઃખ કજોડાનાં કલ્પાંતે, પ્રેતભેજન, મદિરા અને તમાકુનાં માઠાં પરિણામો વગેરેના સંબંધમાં આ કાવ્યગ્રંથમાં ભારે ઉહાપોહ કરવામાં આવ્યો છે તે ખાસ પ્રશંસાને અને ધન્યવાદને પાત્ર છે. હરકોઈનું કલ્યાણ ઇચ્છવું એ સાધુની પ્રથમ ફરજ છે. “ગઢિત તાઃ' એ ફરજ આ કાવ્યગ્રંથદ્વારા બરાબર બજાવવામાં આવી છે. આ રીતે આ મહાત્મા પુરૂષે આલોકની યાત્રા જેમ સફળ કરી છે તેમજ આધ્યાત્મિક વિષયની વિચારણું કરી તેને સારી રીતે જીવનમાં ઉતારીને પરલોકની યાત્રા પણ સંપૂર્ણ—સફળ બનાવી છે, એવું કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ થતી નથી. ભવિષ્યમાં આવા અનેક મહાત્મા પુરૂષે જન્મ અને ભારતવર્ષમાં સઘળી જગાએ મહાકાવ્યદ્વારા પવિત્ર રસામૃતનું સર્વ જીને પાન કરાવે.
લી૦
મુંબઈ, } ભટ્ટી સેવાસમાજ ) તા. ૨૫–૭-૩ર છે
સમાજ સેવક,
જાભન.
For Private And Personal Use Only