________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
સંવત ઈસુ શશિ નાગ, મહી માને કરી, નિમલ શ્રાવણ માસ, નગર ચોમાસ કરી. ચાલુ વશમી સદીના મધ્ય ભાગથી જૈન કવિ તરીકે અધ્યાત્મજ્ઞાનદવાકર ભેગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજને સમય શરૂ થાય છે. આ જૈન કવિની કવિતાઓમાં કેટલીક સર્વદેશી છે અને કેટલીક કેવલ જૈન ધર્મને લગતી છે. સર્વદેશી કવિતાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેમાંયે આ જૈન કવિ સ્યાદ્વાદને ભૂલ્યા નથી. કોઈ પ્રતિભાશાલી કવિ સંપૂર્ણ સ્વતંત્રતાથી કઈ કવિતા રચે છે તેની કિંમતમાં, અને સ્વતંત્રતાથી લખતા છતાં યે તેમાં વાડા, સંપ્રદાયની લેનદોરી ભય, આગ્રહ વિગેરે કારણોથી આવી પડે છે ત્યારે તેવી કવિતાની કિંમતમાં આસમાન જમીન જેવડે તફાવત પડી જાય છે, લેનદારી વિહેણું કવિતા જેટલી સ્વચ્છ બને છે તેટલી લેનદેરીવાળી કવિતા સ્વચ્છ બનતી નથી. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની કવિતાઓ ઘણું છે. કેટલીક તે ભજનરૂપે છે. કોઈ એક મોટા વિષય ઉપર એમણે કવિતાઓ રચી નથી. આ કવિતામાં ભાવ, દેશદાઝ, અધ્યાત્મ વગેરે ઝળકી ઉઠે છે. ભાષાની સરળતા જાળવવા માટે સારી કાળજી ધરાવવામાં આવી છે. કવિતાને આત્મા રસ છે. આ કવિતાઓમાં રસ કેટલે દરજે રેડાયો છે અને કવિતા કવિતાનું કેવું સ્વરૂપ ધારણ કર્યું છે, તે તે વાંચનાર વર્ગ આપે આપ નક્કી કરી લેશે. એક એક વિચારને બહુ લંબાણથી ફરી ફરીને સમજાવવા પ્રયાસ કરેલો છે. કવિતામાં વિચારાનું ભરણું ઘણું છે, પરંતુ એ વિચારો પ્રબંધ ગોઠવાયા છે કે આડાઅવળા છે એ નક્કી કરવાનું આ સ્થાન નથી. એટલું તો ચોકકસ છે કે આ કવિતાઓ વિજાપુર અને તેની આસપાસના પ્રદેશમાં સારૂ સ્થાન પામી છે. જેને અને જૈનેતરે આ કવિતાએ ભાવથી ગાય છે અને આજે પણ એવા ભાઈઓ પૂર્ણ પ્રેમથી શ્રી બુદ્ધિસાગરસૂરિજીને યાદ કરે છે. એજ એમની મહત્તા માટે આજે પુરતું લેખાશે. એમના અધ્યાત્મનાં પદે ખાસ કરીને લોકોમાં વખણાયા છે. ખરું જોતાં ગુજ
For Private And Personal Use Only