________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જનસમાજને આપ્યો હતો. સઘળા કવિઓની શૈલી, રચના અને પ્રસંગોમાં ભેદ હોય છે તેમ છતાં એ સઘળાં કાવ્યોને આત્મા તે માત્ર રસરાજ જ. એ રસરાજ એકલો અદ્વૈતરૂપે સનાતન સ્થિરતા કરી રહ્યો હોય છે. સઘળી નદીઓ અને મહાનદ જેમ મહાસાગર પ્રત્યે ગમન કરે છે તેમજ સઘળાં કાવ્યો અને મહાકાવ્ય છેવટે રસરાજમાં જ વિલય થાય છે. વેદાંત કહે છે કે આ વિશ્વ બ્રહ્મમાંથી જખ્યું છે, બ્રહ્મમાં સ્થિત છે અને બ્રહ્મમાં જ વિલય થાય છે, તેમજ કાવ્ય અને મહાકાવ્યો રસરાજમાંથી જ જન્મે છે, રસરાજમાં જ સ્થિત રહે છે અને રસરાજમાં જ વિલય થાય છે.
શાસ્ત્રવિશારદ જેનાચાર્ય મહાત્માશ્રી અજિતસાગરજી સૂરીશ્વરજીનું સ્થાન એક સમર્થ અર્વાચીન રસકવિની ગણનામાં આવે છે. આ હકીકત સંપૂર્ણ સત્યતા ભરેલી છે. એમનાં કાવ્યમાં કલ્પના, ભાવના, ઉપમા, અલંકાર વગેરે એવા તો હદયંગમ છે કે ભકિત, જ્ઞાન, વૈરાગ્ય, મહાભ્ય અને એવા જ બીજા રસના પિપાસુઓને ભારે આનંદ આપનાર છે. સ્વદેશસેવા, સ્વદેશભકિત, સ્વદેશ પ્રીતિ સમાજ સુધારે, લોકરૂઢિપૂજક વગેરેને ઉદ્દેશીને અનેક કાવ્યો આમાંથી મળી આવે છે. આ સઘળા કાવ્ય પ્રતિભાવાળાં છે, ત્યારે અનુભવ અને અભ્યાસદર્શક છે; મહા મહેનતનું એ પરિણામ છે.
જ્યારે આ કાવ્યગ્રંથ મહારા હાથમાં પ્રથમ આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ મનમાં વિકલ્પ થયું કે આમાં તે માત્ર જૈનધર્મનું જ જ્ઞાન હશે. એ કલ્પનાથી જ મને લાગી આવ્યું કે આની પ્રસ્તાવના (ઉપેહવાત) લખવામાં ભારે મુશ્કેલી નડશે, પણ જ્યારે મહે આ કાવ્યગ્રંથ અથથી તે ઇતિ સુધી જોયો ત્યારે હવે સ્પષ્ટ માલુમ પડ્યું કે આ કાવ્યગ્રંથ તે અમુક સાંપ્રદાયિક ગ્રંથ નથી; પણ ઉદાર વિચારથી પૂર્ણ સર્વગ્રાહી કાવ્યગ્રંથ છે. આ કારણથી મહારો માર્ગ ઘણું જ સરલ થયે. આ કાવ્યગ્રંથના વિચારમાં જે ઉદારતા ભરેલી છે એ જ એની વિશિષ્ટતા છે. ગણપતિ, શંકર, વિષ્ણુ-કૃષ્ણ વગેરે વિખ્યાત દેવોના સંબંધમાં આધ્યાત્મિક
For Private And Personal Use Only