Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
11
ઈ.સ.૩૦-૧૧-૨૦૦૩ના રોજ અમદાવાદ-રાજનગરમાં “નયેલતા' નૂતન સંસ્કૃતવ્યાખ્યા તથા દ્વાત્રિશિકા પ્રકાશ' ગુજરાતી વિવરણથી વિભૂષિત કાત્રિશિકા પ્રકરણના સોહામણા વધામણા-વિમોચન પ્રસંગે ઉપસ્થિત અનેક આચાર્ય ભગવંતોએ “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથ ઉપર નૂતન સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા કરવાનો મને જાહેરમાં આદેશ કર્યો. એ આદેશને મેં સહર્ષ શિરોમાન્ય કર્યો. અનેક મહાત્માઓ, શ્રાવકો અને સંસ્થાઓના સહકારથી જુદા-જુદા સ્થળેથી રાસની કુલ ૩૬ હસ્તપ્રતોની પ્રતિનકલો (Photo Copies) મળી. તેના આધારે તથા ૩ મુદ્રિત પુસ્તકોના આધારે રાસ+ટબાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. ગુરુજનોના આશિષ લઈ (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ' મુજબ દ્રવ્યાનુયોગપરામર્શ' નામે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ ગ્રંથ, (૨) સ્વોપજ્ઞસ્તબક અનુસાર દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામે વિસ્તૃત સંસ્કૃત વ્યાખ્યા તથા (૩) તે બન્નેનું વિશદ ગુજરાતી વિવેચન દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ' નામે શરૂ કર્યું. ગુજરાત -મહારાષ્ટ્રમાં છ વર્ષની વિહારયાત્રાના અંતે ઉપરોક્ત લેખન કાર્ય સંપન્ન થયું. ત્રણ વર્ષના સમયગાળામાં કમ્પોઝીંગ-મુફ કરેકશન-પ્રિન્ટીંગ વગેરે કાર્યો પૂર્ણ થયા. નૂતન સંસ્કૃત વ્યાખ્યાથી શણગારીને તથા નવીન વિસ્તૃત ગુજરાતી વિવરણથી મઢીને દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને સાત ભાગમાં કુલ પૃષ્ઠ-૨૮૧૬) પ્રકાશિત કરવાનું સૌભાગ્ય-સદ્ભાગ્ય દેવ-ગુરુની મહતી કૃપાથી ઉદયમાં આવ્યું.
• “અધ્યાત્મઅનુયોગ'નું અનોખું આચમન • પ્રસ્તુતમાં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે શાસ્ત્રાભ્યાસમાં વિદ્વત્તાના અનુસંધાન કરતાં અધ્યાત્મનું અનુસંધાન વધુ મહત્ત્વપૂર્ણ છે. “પ્રભુએ પ્રકાશેલા આ માક્ષમાર્ગમાં હું ક્યાં ? ક્યારે મારું પરિપૂર્ણ પરિશુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રગટશે ?' - આવી આધ્યાત્મિક સંવેદના હૃદયમાં જગાડીને સર્વ શાસ્ત્રોનું ખેડાણ થવું જઈએ. જેમ જ્ઞાનાચાર, દર્શનાચાર આદિમાં વિર્યાચાર વણાયેલો હોવા છતાં જ્ઞાનાચારાદિનો પ્રાણ હોવાથી વીર્યાચારને શાસ્ત્રમાં જ્ઞાનાચારાદિથી અલગ જણાવેલ છે, તેમ દ્રવ્યાનુયોગ, ચરણ-કરણાનુયોગ આદિમાં અધ્યાત્મઅનુયોગ વણાયેલ હોવા છતાં દ્રવ્યાનુયોગાદિનો પ્રાણ હોવાથી અધ્યાત્મઅનુયોગને પણ દ્રવ્યાનુયોગાદિથી અલગ તારવવો જરૂરી છે. અધ્યાત્મને અગ્રતા આપીને શાસ્ત્રની વ્યાખ્યા કરવામાં આવે તો તમામ વાદ-વિવાદ-વિખવાદો શમી જાય. બાકી ચર્ચાના મરચા ખાંડવાની ચળ ઉપડે તો વિદ્વત્તા -પંડિતાઈ આશિષના બદલે અભિશાપરૂપ બની જતાં વાર લાગતી નથી. અંહાકરના ઉકરડામાં ખોવાયેલ ચૈતન્ય હીરો નજરે ચડવો મુશ્કેલ છે.
આ અંગે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગબિંદુમાં ચિમકી આપતાં જણાવેલ છે કે “વિકુષાં શાસ્ત્રસંસાર સોનારદિતાત્મનામ્ (યો.બિ.૫૦૯) મતલબ કે અધ્યાત્મયોગશૂન્ય વિદ્વાનો માટે શાસ્ત્ર એ જ સંસાર છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. પણ અધ્યાત્મઉપનિષમાં આ જ વાતને દોહરાવતાં કહે છે કે “geતાનાં તુ સંસાર શાસ્ત્રમ્ અધ્યાત્મ (અઉપ.૧/૭૨) અર્થાત્ “અધ્યાત્મના અનુસંધાન વગરનું, આધ્યાત્મિક ઉપનય વિનાનું શાસ્ત્ર એ પંડિતોનો સંસાર છે.”
તેમાં પણ ખાસ કરીને દ્રવ્યાનુયોગની તર્કવિદ્યા તો કાચો પારો છે. ના પચે તો ફૂટી નીકળે. તેથી તેને પચાવવા માટે તેના પ્રત્યેક પદાર્થ ઉપર અધ્યાત્મઅનુયોગ કરવો અતિ જરૂરી છે. તો જ તેના