Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ 10 મા તારા રે અંતઃકરણને નિજસ્વરૂપપ્રાપ્તિની ચિંતાવાળું કરીને ભાવનાજ્ઞાનને પ્રગટાવવાનું છે, પ્રાતિજજ્ઞાન સુધી પહોંચવાનું છે. ભાવશ્રુતજ્ઞાન પરિણતિ દ્વારા નિજવરૂપસન્મુખ રહી, નિજ પરમાત્મતત્ત્વના લક્ષથી ટ્યુત થયા વિના, બાહ્ય હેય-શેય પદાર્થોની પ્રીતિ તોડી, રાગ-દ્વેષના દ્વતને રચ્યા વિના સચ્ચિદાનંદસ્વરૂપ નિજઘરમાં સદા માટે પ્રતિષ્ઠિત થવાનું છે. તે માટે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટાવવાનો તીવ્ર તલસાટ જોઈએ. તે તલસાટને પ્રગટાવવાનું એક અનુપમ માધ્યમ છે અધ્યાત્મસભર દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'. આ ગ્રંથપુષ્પ ૧૭ ઢાળરૂપી પાંખડીઓમાં વહેંચાયેલ છે. તેમજ સ્વપજ્ઞ સ્તબક(ટબા)થી આ ગ્રંથપુષ્પ વધુ મઘમઘતું બનેલ છે. માટે જ દ્રવ્યાનુયોગના જિજ્ઞાસુ મુમુક્ષુબ્રમરોના અદમ્ય આકર્ષણનું તે કેન્દ્રબિંદુ બની ચૂકેલ છે. નામ તેવા જ ગ્રંથના ગુણ છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય મુજબ લક્ષણ-ભેદાદિ દર્શાવવાપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાયની નય સાપેક્ષ વિચારણા અને અવસરે દિગંબર દેવસેનના મતની સમાલોચના પણ તેમાં સમાવિષ્ટ છે. વિ.સં.૧૭૧૧માં સિદ્ધપુરમાં સૌપ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (કુલ-૨૮૫ ગાથા પ્રમાણ) રચાયો. તથા ત્યાર પછીના કાળમાં “રાસ' ઉપર સ્વોપજ્ઞ સ્તબકનું-ટબાનું નિર્માણ થયું. ખરેખર, મહોપાધ્યાયજીના ચંદ્રવદનથી ઝરેલ જ્ઞાનચંદ્રિકામય મૌલિક અમૃતકોશ એટલે જ “સ્વપજ્ઞ સ્તબકથી વિભૂષિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.' પ્રસ્તુત રાસની સત્તર ઢાળના મુખ્ય વિષયો ક્રમશઃ નીચે મુજબ છે. ઢાળ-૧ દ્રવ્યાનુયોગ માહાભ્ય. ઢાળ-૨ દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદસિદ્ધિ. ઢાળ-૩ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદસિદ્ધિ. ઢાળ-૪ દ્રવ્યગુણ-પર્યાય ભેદભેદ સિદ્ધિ + સપ્તભંગી સ્થાપન. ઢાળ-૫ નય-પ્રમાણ સાપેક્ષ ભેદભેદસિદ્ધિ + દ્રવ્યાર્થિકનય નિરૂપણ. ઢાળ-૬ દિગંબર સંમત નયનું નિરૂપણ. ઢાળ-૭ ઉપનય પરામર્શ. ઢાળ-૮ આધ્યાત્મિકનય નિરૂપણ + દેવસેનમત સમીક્ષા. ઢાળ-૯ ઉત્પાદાદિ વિચાર. ઢાળ-૧૦ દ્રવ્યભેદ નિરૂપણ. ઢાળ-૧૧ ગુણ-સામાન્યસ્વભાવ નિરૂપણ. ઢાળ-૧૨ વિશેષસ્વભાવ નિરૂપણ. ઢાળ-૧૩ સ્વભાવમાં નયયોજના. ઢાળ-૧૪ વ્યંજનપર્યાય-અર્થપર્યાય નિરૂપણ. ઢાળ-૧૫ જ્ઞાન માહાભ્ય. ઢાળ-૧૬ દ્રવ્યાનુયોગ પરિજ્ઞાન પ્રાધાન્ય. ઢાળ-૧૭ ગુરુપરંપરા પ્રશસ્તિ.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 386