________________
10
મા તારા રે અંતઃકરણને નિજસ્વરૂપપ્રાપ્તિની ચિંતાવાળું કરીને ભાવનાજ્ઞાનને પ્રગટાવવાનું છે, પ્રાતિજજ્ઞાન સુધી પહોંચવાનું છે. ભાવશ્રુતજ્ઞાન પરિણતિ દ્વારા નિજવરૂપસન્મુખ રહી, નિજ પરમાત્મતત્ત્વના લક્ષથી ટ્યુત થયા વિના, બાહ્ય હેય-શેય પદાર્થોની પ્રીતિ તોડી, રાગ-દ્વેષના દ્વતને રચ્યા વિના સચ્ચિદાનંદસ્વરૂપ નિજઘરમાં સદા માટે પ્રતિષ્ઠિત થવાનું છે. તે માટે નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટાવવાનો તીવ્ર તલસાટ જોઈએ. તે તલસાટને પ્રગટાવવાનું એક અનુપમ માધ્યમ છે અધ્યાત્મસભર દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'.
આ ગ્રંથપુષ્પ ૧૭ ઢાળરૂપી પાંખડીઓમાં વહેંચાયેલ છે. તેમજ સ્વપજ્ઞ સ્તબક(ટબા)થી આ ગ્રંથપુષ્પ વધુ મઘમઘતું બનેલ છે. માટે જ દ્રવ્યાનુયોગના જિજ્ઞાસુ મુમુક્ષુબ્રમરોના અદમ્ય આકર્ષણનું તે કેન્દ્રબિંદુ બની ચૂકેલ છે. નામ તેવા જ ગ્રંથના ગુણ છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય મુજબ લક્ષણ-ભેદાદિ દર્શાવવાપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાયની નય સાપેક્ષ વિચારણા અને અવસરે દિગંબર દેવસેનના મતની સમાલોચના પણ તેમાં સમાવિષ્ટ છે. વિ.સં.૧૭૧૧માં સિદ્ધપુરમાં સૌપ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (કુલ-૨૮૫ ગાથા પ્રમાણ) રચાયો. તથા ત્યાર પછીના કાળમાં “રાસ' ઉપર સ્વોપજ્ઞ સ્તબકનું-ટબાનું નિર્માણ થયું. ખરેખર, મહોપાધ્યાયજીના ચંદ્રવદનથી ઝરેલ જ્ઞાનચંદ્રિકામય મૌલિક અમૃતકોશ એટલે જ “સ્વપજ્ઞ સ્તબકથી વિભૂષિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.'
પ્રસ્તુત રાસની સત્તર ઢાળના મુખ્ય વિષયો ક્રમશઃ નીચે મુજબ છે. ઢાળ-૧ દ્રવ્યાનુયોગ માહાભ્ય. ઢાળ-૨ દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદસિદ્ધિ. ઢાળ-૩ દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદસિદ્ધિ. ઢાળ-૪ દ્રવ્યગુણ-પર્યાય ભેદભેદ સિદ્ધિ + સપ્તભંગી સ્થાપન. ઢાળ-૫ નય-પ્રમાણ સાપેક્ષ ભેદભેદસિદ્ધિ + દ્રવ્યાર્થિકનય નિરૂપણ. ઢાળ-૬ દિગંબર સંમત નયનું નિરૂપણ. ઢાળ-૭ ઉપનય પરામર્શ. ઢાળ-૮ આધ્યાત્મિકનય નિરૂપણ + દેવસેનમત સમીક્ષા. ઢાળ-૯ ઉત્પાદાદિ વિચાર. ઢાળ-૧૦ દ્રવ્યભેદ નિરૂપણ. ઢાળ-૧૧ ગુણ-સામાન્યસ્વભાવ નિરૂપણ. ઢાળ-૧૨ વિશેષસ્વભાવ નિરૂપણ. ઢાળ-૧૩ સ્વભાવમાં નયયોજના. ઢાળ-૧૪ વ્યંજનપર્યાય-અર્થપર્યાય નિરૂપણ. ઢાળ-૧૫ જ્ઞાન માહાભ્ય. ઢાળ-૧૬ દ્રવ્યાનુયોગ પરિજ્ઞાન પ્રાધાન્ય. ઢાળ-૧૭ ગુરુપરંપરા પ્રશસ્તિ.