Book Title: Dharmnu Rahasya Author(s): Kirtiyashvijay Publisher: Sanmarg Prakashan View full book textPage 9
________________ ધર્મનું રહસ્ય ધર્મ તો જીવનમાં ઘણો કર્યો પણ કાંઈ મળ્યું નહીં અને અનુભૂતિ થઈ નહીં. જીવનમાં શાંતિ અનુભવાઈ નહીં. લાગે છે કે હવે ધર્મમાં કાંઈ રહ્યું નથી” – આવા આવા ઉદ્દગારો જ્યારે કોઈના મોઢે નીકળતા સાંભળીએ ત્યારે એ ધમત્મિા તરીકે ઓળખાતા જીવની અજ્ઞાનતા જોઈ દયા આવ્યા વિના ન રહે. ધર્મ આવે અને જીવન ખાલી લાગે, કોઈ અનુભૂતિ ન થાય, શાંતિનો અનુભવ ન થાય, તો સમજવું જ રહ્યું કે એ ખામી ધર્મની નહીં પણ ધમત્મિા તરીકે ઓળખાતી વ્યક્તિની છે. કારણ કે એણે ધર્મને સાચી રીતે સમજવાની મહેનત કરી નહીં ધર્મને સાચી રીતે ઓળખ્યો નહીં. વિધિપૂર્વક સેવ્યો નહીં. ધર્મના દેશક અરિહંતોને અને ધમોપદેશક સદ્દગુરુઓને ઓળખ્યા નહિ. એમની આજ્ઞા ઉપર લક્ષ આપ્યું નહીં. એનું પરિણામ એ આવ્યું કે ધર્મ કરવા છતાં ધર્મના સાચા ફળથી એ આત્મા વંચિત રહ્યો. 'જો ધર્મ કરીને ધર્મના ફળથી વંચિત ન રહેવું હોય તો ધર્મના રહસ્યને સમજવું જ રહ્યું- હેચો એ માટે આ પ્રવચને. ધર્મનું રહસ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28