Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ એ ચિંતા આવશે, એ દિવસે ધર્મ તરફનું પ્રાણીમાત્રનું વલણ નવી ભાતનું રહેશે. પરલોકની ચિંતાવાળાનો આત્મા, દરેક પાપક્રિયામાં ડંખતો રહે છે. હજુ આજ્ઞાપાલનની વાત પછી. જેમ શરીરનો પ્રેમી છતાંય રસના ઈદ્રિયનો લોલુપી આત્મા બહુ ચરી આપનાર વૈદ્ય પાસે ન જાય, તેમ પરલોકની ચિંતા થયા પછી પણ, આજ્ઞા સારી છે એમ સમજાયા છતાં પણ, પૂરી નહિ પળાતાં અધૂરી પણ પળાય એ સંભવિત છે. પણ પળાય તો સારું, એ તો નિર્ણય હોય છે જ. રહસ્યની પ્રાપ્તિ : જે દિવસે પરલોકની ચિંતા આત્મામાં દાખલ થઈ જાય, તે દિવસે આ લોકના જીવનનો રસ એને ઊડી જાય. કેમ કે નકકી થઈ ગયું કે જવાનું ! પ્રેમી મહેમાનનો મેળાપ, પ્રેમીને ચિંતા કરાવનારો જ હોય છે. આવ્યો ત્યારથી હૈયામાં ‘જશે’–‘જશે' એમ બેઠું જ છે. જયાં સુધી એ રહે ત્યાં સુધી એ એક જ ખટકો રહે છે. તેમ પરલોકની ચિંતાવાળા આત્માને, જ્યારે જ્યારે દુનિયાના પદાર્થોનો સહવાસ થાય, ત્યારે ત્યારે એ મારું નથી’–‘જવાનું છે' એવો ખટકો રહે છે. બીજાની આગળ કહેવા માટે તો આપણે બહુ ચતુર છીએ. ‘શરીર અને આત્મા જુદા છે, શરીરની પીડા સાથે આત્માને કાંઈ સંબંધ નથી' -એવું વર્ણન સારામાં સારું કરીએ, પણ વિચારીએ તો જણાઈ આવે કે શરીર એ જ આત્મા છે. એમ માનીને જ એની બધી કાર્યવાહી ચાલુ છે. શરીરના બગાડની ચિંતા ત્રીસ દિવસ છે–ચોવીસે કલાક છે અને આત્માની ચિંતા એક પણ દિવસ નથી, થોડી મિનિટ પણ નથી ! ધર્મને ધર્મ તરીકે સેવ્યો ત્યારે મનાય કે જ્યારે ધર્મ સિવાયની બીજી બધી વસ્તુ, ધર્મ આગળ તુચ્છ ભાસે ! અમુક વસ્તુ કરીએ છીએ, તેને તે તરીકે સમજીને કરવામાં આવે છે કે કેમ ! બતાવનાર ઉપર પરિપૂર્ણ પ્રેમ જાગ્યો છે કે કેમ ? અને એની સલાહ મુજબ વર્તવામાં શ્રેય છે, એવી પ્રતીતિ થઈ છે કે કેમ ? એ તપાસો ! દુનિયાના વ્યવહારમાં વગર ભણ્યગણ્ય પણ, અનાદિકાળના સહવાસથી, તે તે વ્યક્તિઓનાં વચન, આજ્ઞા અને સલાહને બધા આધીન થઈ ગયા છે. કોઈ એમ કહેતો હોય કે, હું કોઈની આજ્ઞા ધર્મનું રહસ્ય ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28