Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ વાદી–પ્રતિવાદી બેન બોલવામાંથી ન્યાય આપનારના હાથમાં સત્ય વસ્તુ ન આવી જાય ત્યાં સુધી બન્નેને બોલવા દેશે, પછી દલીલ ન કરવા દે, બોલે ત્યાં સુધી બોલવા દે તો અગડંબગડે યુક્તિઓ લાવીને જોડનારા કદી થાકવાના છે? મરણ યાદ છે? મળેલી વસ્તુને મારી માનું, એને જાનના જોખમે પણ સાચવું, તે છતાંય બધી વસ્તુ મનેકમને મૂકવાની છે, પછી જેમ, કોઈ સ્થાનથી આવ્યો તેમ જવાનું છે. એ ગયા પછી ક્યાં જઈશ, એની ચિંતા કેટલી વખત થાય છે? સભા સાહેબ ! પરલોકની ચિંતા તો બધાને હોય. એ એમ કહે છે–‘બધાને પરલોકની ચિંતા હોય છે.” પણ એ ભ્રમણા છે. ઘણાને એમ લાગે કે, ‘પરલોકની ચિંતા જરૂર બધાને હશે !” પણ હું કહું છું કે, “સેંકડે પોણીસો ટકામાં એ નથી.' દાખલા તરીકે, જોસબંધ ચાલ્યા આવતા એવા પણ આપણને જોઈને, આપણા શરીર માટે કોઈ સહેજ એટલું જ કહે–‘આપનું મોં કાંઈ ફી લાગે છે. જેને આપણે આપણા માનતા હોઈએ તે એટલું જ કહે અને તે સાથે બીજો એક જણ સાક્ષી પૂરી દે કે, “કાલના કરતાં કાંઈ ફેરફાર દેખાય છે.' –તો છે કાંઈ નહિ, છતાં એ આદમી પોતે અરીસો લઈને જુએ. અને એનેય એમ લાગે કે, “કાંઈક છે ખરું !' એની અસર થયા પછી મિષ્ટાન્નના થાળ પર ખાવા બેસાડો, તો એ કહે કે, હાલ તો નહિ ખાઉં. કોઈને પૂછવું પડશે !' આ ચિંતા થઈ જાય છે ! સારામાં સારા વૈદ્ય કે ડૉક્ટરને જઈને પૂછે, એ પણ ઉપર ટપકે જોઈને કહે કે, “કાંઈ નથી.' તો ન માને. બરાબર જુઓ !' એમ કહે અને પછી પાકી ‘ના’ કહે તો જ માને. વૈદ્યને કહે કે મારા સાથી ને સ્નેહીઓ કહે છે ! કાલે જોયો હતો તે કહે છે ! મને પોતાને પણ લાગે છે !' મારું એમ માનવું છે કે, શરીરના પ્રેમીને જે રીતની શરીરની ચિંતા છે એ રીતની પરલોકની ચિંતા સેંકડે પોણીસો ટકામાં નથી.” જે દિવસે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28