________________
માનતો નથી, મરજી મુજબ ચાલું છું–તો એ ખોટો છે, ઈરાદાપૂર્વક ખોટું બોલનારો છે. વ્યવહારમાં તો એ કોઈની ને કોઈની આજ્ઞા માનતો જ રહ્યો છે.
જ્ઞાનીઓ કહે છે કે, હવે નવો અભ્યાસ પાડો ! વ્યવહારમાં જેમ આજ્ઞા મુજબ ચાલતો રહ્યો, તેમ ધર્મની બાબતમાં ચાલતો થા ! અમુકની સલાહ વિના મારો વ્યવહાર રીતસર ચાલે જ નહિ – એવું અહીં માનતો થા ! “પરલોકને સુધારવા મહાપુરુષોની આજ્ઞા વિના મારે ચાલવું એ ઠીક નથી' આટલો નિર્ધાર થઈ જાય, તો ધર્મના રહસ્યની પ્રાપ્તિ થઈ ગઈ એમ કહેવાય.
ધર્મ આપતાં પહેલાં દુનિયાના માણસો જે જે પદાર્થોની આસક્તિમાં પડ્યા છે, તેની અસારતા પહેલી બતાવવી પડશે. એ અસારતા સમજાયા વિના જિજ્ઞાસાવૃત્તિ પેદા થશે નહિ. એ પેદા થયા વિના ધર્મના જ્ઞાતા પાસે જવાશે નહિ. એ વિના ધર્મ સંભળાશે નહિ અને ધર્મ સંભળાયા વિના–સમજાયા વિના યોગ્ય સમજાશે નહિ, પામવા યોગ્ય પમાશે નહિ અને આરાધવા યોગ્ય આરાધાશે પણ નહિ. કુગુરુ કોને ફસાવે?
“મરવાનું છે–એ કોને યાદ ન હોય? સર્વને હોય એમ નથી. એ યાદ હોય એને ખાવાનું ભાવે કેમ ? ફાંસીની સજા થયા પછી જે મરવાનું ભાન થાય છે, તે પહેલાં આવે છે ? પહેલાં આવ્યું હોત તો એનાથી ખૂન થાત ? મરવાનું છે એમ બધા બોલશે, પણ એવી રીતે યાદ રહી જાય તો જેમ તેમ વર્તાય ? જ્યાં ત્યાં ફરવામાં કે મોજ અનુભવવામાં જરાયે અરેરાટી આવે છે?
મોટરમાં બેઠા હો, ફુલ સ્પીડથી ચાલી જતી હોય, એ ઘડી મરવાનું છે એવું ભાન આવે છે ? મરવાનું ખ્યાલમાં તે દિવસ આવે છે કે, જ્યારે સખત તાવ આવે, પથારીમાં સૂવાનું આવે. ત્યારે પણ વિચાર આવે કે, ‘આટલા તાવમાં હું મરી જાઉં? કઈ એવી ભારે બીમારી આવી ગઈ છે ?” માંદો માંદો પણ તારટપાલ વાંચે. જ્યારે ખૂબ દમ ખેંચાઈ જાય, ડૉક્ટરો હાથ ખંખેરી દે, ત્યારે કાંઈક મરણ યાદ આવે. મરતાને
. ૧૦
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org