Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ . અધર્મ છે. માર્ગદર્શકની સલાહ મુજબ, એ જે દિશા બતાવે તે દિશાએ ચાલ્યા વિના, બધું જ ચાલવું પ્રાયઃ નકામું છે. એટલું જ નહિ પણ નુકસાનકર્તા છે. હું ચાલું છું, ચાલવાથી ઘેર પહોંચાય છે, બધા ચાલીને જ પહોંચ્યા એમ પુરવાર થાય છે, હું પણ ચાલીને ઘેર પહોંચીશ', કોઈની સલાહની શી જરૂર?”—એવી બૂમો કામ ન આવે. માર્ગનો ભોમિયો – માર્ગદર્શક જોઈએ જ. તેમ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જે ક્રિયા થાય, તેનું જ નામ ધર્મ ધર્મનું રહસ્ય શું ? એ જ કે આજ્ઞાને આધીન થવું ! કોની ? તે પછી વિચારીશું, પણ એક વાર તો દુનિયાના વ્યવહારમાં જેમ તે તે વસ્તુના જ્ઞાતાઓની આજ્ઞા અને સલાહની જરૂર છે, તેમ ધર્મની બાબતમાં પણ કોઈ યોગ્ય જ્ઞાની અને માર્ગદર્શકની જરૂર છે, એ નકકી થવું જોઈએ. પોતાની ઈચ્છા મુજબ ચાલવાથી ધર્મની આરાધના કરી શકીએ એમ નથી, એમ તમારા અંતરમાં બરાબર ઠસી જવું જોઈએ. એ ક્યારે ઠસે? પરલોક છે, પરલોકમાં સદ્ગતિ અને દુર્ગતિ બન્ને છે અને લોકમાં ઈચ્છા મુજબ ચાલવાથી આત્માની દુર્ગતિ થવાનો પૂરેપૂરો સંભવ છે, એ ચિંતા આવી જશે ત્યારે ! અને પછી તો ધર્મની શોધ કરવા તમે જાતે નીકળશો. અર્થીપણાનો નાશ: આજે તો—‘ધર્મ દેવો હોય તેણે અમારી અનુકૂળતા પ્રમાણે ચાલવું, અમને રૂચે તે પ્રમાણે સંભળાવવું'—એમ કહેવાય છે. તે પણ ફાવે તો ઠીક, નહિ તો હુરરે’ પણ કરીએ !” આનું નામ ધર્મનું અર્થીપણું કહેવાય નહિ. ઉપકારીઓની ફરજ ધર્મ દેવાની ભલે રહી, પણ તમારી શી ફરજ ? કેટલાએ ધર્મગુરુ પાસે જઈ કહ્યું–‘સાહેબ ! પરલોક ન બગડી જાય એવું કાંઈ બતાવો !” એવા અહીં કેટલા છે ? બે હાથ જોડી, કરગરી, આંસુ લાવી– આ લોકમાં મુંઝાયેલા અમારું શું થશે ? પરલોક કેમ સુધરે એ બતાવો !”—એવી જાતની માંગણી કેટલાએ કરી? ૧ ૪ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28