Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ હવે એ બધી વસ્તુઓ દોષમય છે, એ સમજવા માટે સાધુ પાસે આવવાનું રહ્યું, કેમ કે સાધુ એ એમના પ્રતિનિધિઓ છે. એ સાધુઓ અરીસાએ જે દોષ બતાવ્યા, તેને ગુણ બતાવનારા ન હોય. તમે જેમાં સુખ કલ્પો છો, એ બધું દોષરૂપ છે–દુઃખરૂપ છે, એ જ એમણે બતાવવાનું રહ્યું. અરિહંતનો આત્મા અરીસાભૂત છે. અરીસા જેવા એમની આજ્ઞાનું પાલન, એમાં જ ધર્મનું રહસ્ય છે. એ પરમ તારક પરમાત્માઓની આજ્ઞાનુસારે કહેનારા એ જ ગુરુઓ છે. એ દેવ અને એ ગુરુને ઓળખવા જેટલો પ્રયત્ન થાય એટલો જરૂરી છે. અને એમને ઓળખી એમની આજ્ઞા ખાતર સર્વસ્વ સમર્પી દેવાની વૃત્તિ જાગે, ત્યારે . ધર્મના સાચા રહસ્યની પ્રાપ્તિ થશે. - ધર્મમાં સહાયક કોણ ? ધર્મમાં સહાયક કોણ ? અનુકૂળતા કે પ્રતિકૂળતા ? આ બે પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિ જીવને ધર્મમાં સહાયક છે ? આ પ્રશ્નના જવાબમાં, નિશ્ચયનયની અપેક્ષાએ કહી શકાય કે, ધર્મ કરવામાં અનુકૂળતાય સહાયક નથી, પ્રતિકૂળતાય સહાયક નથી. સહાયક હોય તો એક જીવના અધ્યવસાય જ છે ! આ નિશ્ચયનયનો જવાબ છે. વ્યવહારનય કહે છે : લાયક-જીવ માટે અનુકૂળતા વધુ સહાયક કહી શકાય. જીવ સત્વહીન હોય તો પ્રતિકૂળતામાં કોઈ વાર તેને મુશ્કેલી પેદા થઈ જાય, માટે આવાઓ માટે અનુકૂળતા ધર્મમાં સહાયક કહી શકાય. અનુકૂળતા હોય તો જ ધર્મ થઈ શકે, એવું હોય તો ધર્મ માટે અનુકૂળતા ઇચ્છનારો સંતવ્ય છે. બાકી જેને ધર્મ કરવો છે, એ જીવ તો ધર્મ કરવાનો જ છે. આગળના મહાપુરૂષોએ પ્રતિકૂળતામાં તો સારામાં સારો ધર્મ કર્યો છે, અને ઉપરથી અનુકૂળતાને લાત મારી છે. જેને સાધુપણું પાળવું હોય તે અનુકૂળતા છોડે, અને પ્રતિકૂળતા વેઠે તો જ સાધુપણામાં એને ખરો સ્વાદ આવે. સાધુ તો અનુકૂળતાઓનો વેરી હોય. એ જેટલી વધારે અનુકૂળતાઓ લેવા જય, તેટલા દોષો વધતા જાય. દોષો વધે એમ પાપ વધે. : : : : ૧૮ ૮ : પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28