Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005645/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધમૅd વ્યાખ્યાન વાચસ્પતિ પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આ For Personal & Private Use Only www.leelow Page #2 -------------------------------------------------------------------------- ________________ For Personal & Privale Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા... ૯ ધર્મનું રહસ્ય આ પ્રવચનકાર છે સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા VI TOTTICO OTOTITO દમ સંપાદક છે તપસ્વીરત્ન પૂજ્ય મુનિરાજશ્રી ગુણયશવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી મ.સા. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : | મૂલ્ય : - સન્માર્ગ પ્રકાશન એક પુસ્તકની કિંમત રૂા. ૭-૦૦ છે. મૂ. તપગચ્છ જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, ૨૧, પુસ્તકના પહેલા સેટની કિંમત રૂ. ૧૨પ-૦૦ અમદાવાદ-૩૮૦ ૦૦૧ /૧૦૮ પુસ્તકના પુરા સેટની કિંમત : રૂા. ૨૫-૦૦ નકલઃ ૩૦૦૦ વિ. સં. ૨૦૪૮ અષાઢ વદ ૧૩+૧૪ તા. ૨૮-૭-૯૨ મંગળવાર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ દિન સૌજન્ય : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ : સંપર્કસ્થાન-પ્રાપ્તિસ્થાન : - અમદાવાદ - મુંબઈ (૧) બાબુલાલ કાલચંદ શાહ- ટ્રસ્ટી (૧૨)મહેતા જયંતકુમાર શાંતિલાલ-મંત્રી C/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. c/o. શાંતિલાલ એન્ડ સન્સ, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧ ૨, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ, ફોનઃ ૩૫૬૩૮૦, ૩૫૭૬૪૮, ૩૫૬૯૫ ૬૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન ફોનઃ ૩૪૪૪૬૧૭, ૩૪૪૩૩૬ ૩૮, સહજીવન સોસાયટી, (૧૩)વીરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ શાંતિનગર, અમદા-૧૪ ફોનઃ ૩૮૩૦૪ ૪૦૧/સી, ચંદ્રપુરી, કેદારમલ રોડ, ડો. રમેશ શાંતિલાલ વોરા- મંત્રી દેવસાના પાડા સામે, કાલુપુર, અમદાવાદ-૧ મલાડ (પૂર્વ), મુંબઈ-૭ ફોનઃ ૩૬૯૩૦૩ ફોનઃ ૬૮૦૫૩૩૯-૬૮૦૩૯૨૯ શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી (૧૪)જયંતિલાલ વીરચંદભાઈ સ્વામિનારાયણ મંદિર રોડ, ચંદનબાળાલેફોનઃ૩૭૮૨૮-૩૬૨૯૧૪૦ કાલુપુર, અમદાવાદ-૧ ફોનઃ ૩૬૫૩૪૬ (૧૫)કયવ એમ. ઝવેરી નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા - સહમંત્રી તુલસા એ. વાલકેશ્વર ફોનઃ ૩૬૧૦૭૩૪ જૈનનગર, પાલડી, અમદાવાદ ફોનઃ ૪૨૧૪૨૮ ૩૬૨૫૫૨૭ (૬) શાહ બાબુલાલ રીખવચંદ * નવસારી પાલડી, દશાપોરવાડ, અમદાવાદ ફોનઃ ૭૯૬૨૬ સૂરત છે (૧)રાજુભાઈ વી. શાહ (૭) શાહ નવીનચંદ્ર તારાચંદ - મંત્રી ૩૩૦૪, રચના એપાર્ટમેન્ટ C/o. વિપુલ ડાયમંડ, સ્ટેશન રોડ, નવસારી, ૨૦૫-૨૦૬, આનંદ, બીજોમાળ, જદાખાડી, ફોનઃ ૨૧૩૮, ૪૫૯૧ મહીધરપુરા, સુરત. ફોનઃ ૫૩૭૬૦ (૧૭)કિરીટ એચ. દોશી (૮) શાહ ધીરજકુમાર શાંતિલાલ સતાપર, ઝવેરી બજાર, ડાયમંડ હાઉસ, ૧૦૧, કૈલાસનગર, સુરત ફોનઃ ૩૮૮૪૯ નવસારી ફોનઃ ૪૨૭૭ (૯) પરેશકુમાર વાડીલાલ સંઘવી ક નાસિક નાણાવટ મેઈન રોડ, સુરત ફોનઃ ૩૫૬૨૪ (૧૮)ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ વડોદરા જ મેઈન રોડ, નાસિક-૪૨૨૦૦૧ (૧૦)પ્રકાશચંદ્ર જયંતિલાલ ગાંધી ફોનઃ ૭૬૪૭૨ C/o. સુલસા ટ્રાવેલ્સ, લાલજી કુઈ, વઢવાણ- સુરેન્દ્રનગર મજીદ સામે, નાગરવાડા, (૧૯)પ્રવીણચંદ્ર નરસીદાસ શાહ વડોદરા-૩૯૦૦૦૧, ફોન : ૬૬૪૪૧, ૫૪૧૩૯૬ ૧૭, ત્રંબકેશ્વર સોસાયટી, આ દાવણગીરી (કર્ણાટક) : મહીલા કોલેજ પાછળ, વઢવાણ સીટી, ફોનઃ ૨૩૩૧૨ (૧૧)વિજયકુમાર મણીલાલજી સોલાપુર C/o. ઉત્તમકુમાર વિજયકુમાર બલૂલી ગલી, દાવણગીરી (કર્ણાટક) (૨૦)પ્રકાશચંદ્ર મોતીલાલ શાહ પીન: ૫૭૭૦૦૧, ફોનઃ ૨૪૭૫૧ દ૯૬, ચાટીગલી, સોલાપુર-૪૧૩ ૦૦૨ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (પ્રકાશકોના હૈયાની વાતો છે પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની અમોઘ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંઘ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગણિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ? છે. નશ્વર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલભ્ય બનવા છતાં પણ અક્ષર દેહે તો તે સાનિધ્ય આજે પણ એટલું જ સુલભ છે. આમ છતાં એને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદે અવિરતપણે વહાવેલ ઉપકાર ભાગીરથીના નિર્મળ વહેણને અવિરતપણે વહેતું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે દર વર્ષે તેઓશ્રીજીના વાર્ષિક સ્વર્ગારોહણ દિને ર૧/૨૨ એમ કુલ પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. છે. પ્રસ્તુત ગ્રંથમાળાનાં પ્રત્યેક પુસ્તકોનું સંકલન/સંપાદન કરી આપવા અમે વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ.સા.ના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ.સા. ને | વિનંતિ કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે. મૃતિ ગ્રંથમાળાના ધર્મનું રહસ્ય' પુસ્તકને પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સાચી દિશા અને સાચો પ્રકાશ આપશે. આપ એને માત્ર કબાટની શોભા ન બનાવતાં આપના જીવનની શોભા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્મળ સરિતાના વહેણની જેમ વહેતું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે. - સન્માર્ગ પ્રકાશન For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આભાર હાર્દિક અનુમોદન સન્માર્ગ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા ધર્મનું રહસ્ય પુસ્તકના પ્રકાશનનો લાભ લેનાર બાબુ રાજેન્દ્રકુમાર દોલતચંદજી ઝવેરીના સ્મરણાર્થે તેમના પુત્રવધુ અંજનાબેન ભરતકુમાર ઝવેરી દોલતનિકેતન, ચોથે માળે, ૩૭બી, રીજ રોડ, મલબાર હીલ, મુંબઈ-૪૦૦ ૦૦૬ આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ. અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સન્માર્ગ પ્રકાશન For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ : આધાર સ્થભ : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિય ભાવે પોતાનો અત્યંત મહત્વનો ફાળો આપી સન્માર્ગપ્રકાશનના આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૪૨, ભરતમહાલ, ચોથે માળે, ૨૩-ડી, ડુંગરશી રોડ, વાલકેશ્વર, મુંબઈ - ૬. ફોન ઃ ૩૬૨૩૮૫૩ ૨. હસમુખલાલ ચુનીલાલ મોદી. ૧૨, કમલા નિકેતન, નારાયણ દાભોલકર રોડ, મુંબઈ - ૬. ફોન ઃ ૩૬૨૪૫૨૮ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ૯૬, લેન્ડસ એન્ડ, ૨૯ોડી, ડુંગરશી ક્રોસ લેન, મુંબઈ - ૬. ફોન ઃ ૩૬૭૧૭૮૪ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી ૧૪૦૩-૦૪, સુલસા એપાર્ટમેન્ટ, ૨૫૪, આર. આર. ઠક્કર માર્ગ, મલબાર હીલ, મુંબઈ • ૬. ફોન : ૩૬૨પપ૨૭, ૩૬૧૦૭૨૪ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ : વાડીલાલ ૩-૦૧, હીરામોતી : નાણાવટ, સુરત ફોન ઃ ૩પ૬૨૪ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહેરા જેવાલાલ સ્વરૂપચંદ C/o. શાહ કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું રતનપોળ ગોલવાડ, અમદાવાદ-૧ ફોન : ૩પ૭૬૪૮ ૭. શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ શીતલભુવન', બીજે માળ, શીતલબાગ, ૬૪, વાલકેશ્વરરોડ, મુંબઈ-૪૦૦ ૦૦૬ ટે. નં. ૩૬૧૯૩૬૦, ૩૬૩૩૬૮૭ . ૩૬૧૨૩૨૪, ૩૬૨૫૧૮૦ ૮. શ્રીમતિ કંચનબેન સારાભાઈ શાહ હસ્તે- વિરેન્દ્રભાઈ સાયન્ટીફીક ડાયગ્નોસ્ટીક સેન્ટર જી/૧૪, વ્હાઈટ હાઉસ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન નં. ૪૬ ૪૪ ૩૩ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૯૮, નેપીયન્સી રોડ, ૧૫૧/A, શાંતિનગર સોસાયટી, મુંબઈ-૪૦૦ ૦૦૬, ફોન નં. ૩૬૨૩૨૩૭ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હસો શાહ દિનેશભાઈ જોઈતાલાલ ૩૨/બી, “સુધાકળશ', જમનાદાસ મહેતા માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૬, ફોન નં. ૪૬૮૦૬૨૭ ૧૧. શાહ છબીલદાસ સાંકળચંદ પરિવાર બીજે માળે, ન્યૂ મહાવીર બિલ્ડીંગ, તેલંગ રોડ, માટુંગા, સેન્ટ્રલ રેલ્વે મુંબઈ-૪૦૦ ૦૧૯, ફોન નં. ૪૩૭૬૯૫૭ - ૯૮૬ : સહયોગી : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની પોતાનો આગવો સહયોગ આપી સન્માર્ગ પ્રકાશનના સહયોગી બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૧૬, જયંત મહલ, ‘ડી’ રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦. ફોનઃ ૨૯૩૩૩૩ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર તરફથી C/o. કુમારભાઈ એ. મહેતા બંગલા નં.-૫, લાલ બંગલા પાસે, પાંડવ બંગલા પાછળ, અઠવા લાઇન્સ, સુરત 3. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા C/o. અરવિંદભાઈ આર. શાહ ૪૦૧, સ્વાગત કૉપ્લેક્ષ, સ્નેહ મિલન ગાર્ડન સામે, મજુરા ગેટ, સુરત For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું રહસ્ય ધર્મ તો જીવનમાં ઘણો કર્યો પણ કાંઈ મળ્યું નહીં અને અનુભૂતિ થઈ નહીં. જીવનમાં શાંતિ અનુભવાઈ નહીં. લાગે છે કે હવે ધર્મમાં કાંઈ રહ્યું નથી” – આવા આવા ઉદ્દગારો જ્યારે કોઈના મોઢે નીકળતા સાંભળીએ ત્યારે એ ધમત્મિા તરીકે ઓળખાતા જીવની અજ્ઞાનતા જોઈ દયા આવ્યા વિના ન રહે. ધર્મ આવે અને જીવન ખાલી લાગે, કોઈ અનુભૂતિ ન થાય, શાંતિનો અનુભવ ન થાય, તો સમજવું જ રહ્યું કે એ ખામી ધર્મની નહીં પણ ધમત્મિા તરીકે ઓળખાતી વ્યક્તિની છે. કારણ કે એણે ધર્મને સાચી રીતે સમજવાની મહેનત કરી નહીં ધર્મને સાચી રીતે ઓળખ્યો નહીં. વિધિપૂર્વક સેવ્યો નહીં. ધર્મના દેશક અરિહંતોને અને ધમોપદેશક સદ્દગુરુઓને ઓળખ્યા નહિ. એમની આજ્ઞા ઉપર લક્ષ આપ્યું નહીં. એનું પરિણામ એ આવ્યું કે ધર્મ કરવા છતાં ધર્મના સાચા ફળથી એ આત્મા વંચિત રહ્યો. 'જો ધર્મ કરીને ધર્મના ફળથી વંચિત ન રહેવું હોય તો ધર્મના રહસ્યને સમજવું જ રહ્યું- હેચો એ માટે આ પ્રવચને. ધર્મનું રહસ્ય For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સુખનું અર્થપણું : "वचनाराधनया खलु, धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुहां, सर्वस्वं चैतदेवास्य ॥१॥" ખરેખર, ધર્મ અનંતજ્ઞાનીઓના વચનની આરાધનાથી છે અને અનંતજ્ઞાનીઓના વચનના બાંધથી તો અધર્મ છે. આ શાસનમાં ધર્મનું આ જ રહસ્ય છે. કારણ કે ધર્મનું સર્વસ્વ અનંતજ્ઞાનીઓના વચનની આરાધનામાં જ છે.' સુખની અર્થી આ દુનિયાને સુખના સાધનની પૂર્તિ કરી આપવી, એ ઉપકારી મહાપુરુષોની સ્વાભાવિક પ્રકૃતિ હોય છે. ઉપકાર ત્યારે જ થઈ શકે છે કે દુનિયા જે વસ્તુની ઈચ્છા રાખે છે, તે ઇચ્છા સહેલાઈથી સાધી શકાય તેવાં સાધનોનું તેને પ્રદાન કરવામાં આવે. એ જ વસ્તુને આપણે ધર્મના રહસ્ય તરીકે ઓળખીએ છીએ. જેનાથી ઈષ્ટ વસ્તુ સહેલાઈથી સાધી શકાય, તે જ ધર્મની સારભૂત વસ્તુ છે. જેનાથી ઈષ્ટ સિદ્ધિ ન સધાય તેવી વસ્તુ મળી જાય, એથી મલકાઈ જવું એ તો મૂર્ખતા છે. ઉપકારી મહાપુરુષોનો એ સ્વભાવસિદ્ધ ધર્મ છે કે દુનિયા જે વસ્તુની ઝંખના કરી રહી છે, તે સહેલાઈથી પામી શકે તેવી વસ્તુ સરળમાં સરળ રીતે બતાવી દેવી. દુનિયા શું ઈચ્છે છે? કહેવું જ પડશે કે સુખ ! એ સિવાય કાંઈ જ ઇચ્છતી નથી. ધર્મી જ સુખને ઇચ્છે એવું નથી. સુખને તો જેમ ધર્મી ઇચ્છે છે, તેમ ધર્મને નહિ સેવનારા, ધર્મની સામે ઊભા રહેનારા પણ ઇચ્છે છે. સુખની ઇચ્છા જગતના જીવો માટે સામાન્ય છે. એમાં કોઈનો પણ વિરોધ નથી. દુનિયાના ધર્મ, અધર્મી કે ધર્મવિરોધી કોઈને પણ પૂછો, તેને સુખ સિવાય બીજી ઈચ્છા નથી. એ ઈચ્છા પાછી સામાન્ય સુખની નહિ. સુખ તો એવું જ જોઈએ કે જેમાં દુઃખનો એક અંશ પણ ન હોય, તેની સાથે મળેલું સુખ અધૂરું પણ ન હોય, કેમ કે અધૂરામાંથી ઈષ્ય જન્મે છે એટલે દુઃખ આવીને ઊભું રહે છે. આજે દુઃખ છે શેનું ? પૂરાની ઈચ્છા છે અને નથી મળતું એનું જ ને ? અને તે પણ કદી ન જાય એવું. ભલે પછી કોઈને આ છે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સુખની વ્યાખ્યા બોલતાં આવડે યા ન આવડે, પણ સૌ કોઈના દયમાં જોઈએ તો ભાવના આવા જ સુખની બેઠી છે. એ સુખની ઈચ્છાવાળી દુનિયા, એવા તુચ્છ સાધનોની પાછળ પડી છે કે જે સાધનોમાં આ ઇચ્છિત સુખ આપવાની શક્તિ નથી ! એવો કોઈ પદાર્થ દુનિયામાં નથી કે જે આ સુખને આપી શકે. જે સુખના ભોગવટામાં દુઃખનો અંશ ન હોય, થોડું પણ ઓછાપણું ન હોય, પ્રાપ્તિ પછી જેનો કદી નાશ ન હોય, એવી જાતનું સુખ આપવાની શક્તિ દુનિયાના કોઈ પણ પદાર્થમાં નથી. ધર્મનું રહસ્યઃ ઉપકારી મહાપુરુષોનો એ સ્વભાવસિદ્ધ ધર્મ છે કે દુનિયા જે ઈચ્છે છે તે સહેલાઈથી સાધી શકે એવું સાધન સમર્પવું. પછી ભલે જેની ઇચ્છા હોય તે લે, ઇચ્છા હોય તે એને સેવે, પણ એ સાધન તો એવું જ હોય કે એના સેવનમાં બેદરકાર ન થાય-પરિપૂર્ણ રીતે સેવે, તો જરૂર એ આત્મા, ઈચ્છિત સુખની પ્રાપ્તિ કરી જાય. પણ દુનિયાએ સુખ કયું છે બીજે અને આ ઉપકારીઓની દૃષ્ટિએ સુખ છે બીજે ! એટલા માટે જ્ઞાનીઓએ ધર્મ વસ્તુ જ જુદી કહી છે. “આવા ઉપકારીઓની આજ્ઞા એ જ ધર્મ !” એ ઉપકારીઓની આજ્ઞામાં જ ધર્મનું રહસ્ય સમાયેલું છે, એવું ડાહ્યા માણસોનું મંતવ્ય છે. અને તેથી દુનિયાએ ન જોયેલું, દુનિયાને ન રૂચે એવું અને રૂચિ જાય છતાં સારી દુનિયા એને આરાધવાને શક્તિસંપન્ન ન હોય એવું, એ જ્ઞાનીઓ કહે એ સંભવિત અને બનવાજોગ છે. દુનિયામાં કયો એવો આત્મા છે કે જેને ધર્મ જોઈતો નથી ? . પોતાની જાતને અધર્મી તરીકે ઓળખાવવા કેટલા તૈયાર છે? એક પણ નહિ ને? અધર્મીને પણ કોઈ જો અધર્મી કહે તો દુઃખ લાગે. કહેનારની સામે થઈ જાય. અધર્મી કહેવડાવવું કોઈને ગમતું નથી. “મારે ધર્મ જોઈતો નથી' - એમ સ્પષ્ટ કહેનાર સહેલાઈથી દૃષ્ટિપથમાં આવી શકે તેમ નથી. સારી દુનિયાને ધર્મી કહેવડાવવાની ઇચ્છા છે, છતાં ધર્મ જોઈએ તો શોધ્યો પણ જડતો નથી, એનું કારણ શું, એ આપણે શોધવું છે. એ શોધમાં જ ધર્મરહસ્ય છુપાયેલું છે. ધર્મનું રહસ્ય જિક કા કા કાકી: For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ દુનિયા કેમ ચાલે છે? સુખ જોઈએ છે. ધર્મ કહેવડાવવું એમાં વાંધો નથી. એટલું જ નહિ, કેટલાકને ધર્મનું અર્થીપણું પણ છે. નથી એમ નહિ, તે છતાં પણ ધર્મ જેવી વસ્તુ હાથમાં કેમ નથી આવતી ? તો કે દુનિયા ધર્મના મૂળભૂત ઉપાયથી છેટી છે. જેમ વ્યવહારમાં જે જે વસ્તુનું અર્થીપણું થાય છે, તે તે જેની પાસે હોય તેની જ દુનિયામાં સેવા થાય છે ! વ્યવહારમાં આ ન્યાય સચવાય છે કે જે વસ્તુની ઇચ્છા થાય તેમાં જે હોશિયાર હોય, તેની સલાહ ને. આજ્ઞા માનવામાં આવે છે. તેમાં નાનપ કે માનહાનિ મનાતી નથી. મોટો કોટ્યાધિપતિ કે કોઈ મોટી શહેનશાહતનો માલિક હોય, પણ જો શરીરમાં કાંઈ બગાડો થાય, તો એ ડૉક્ટરની સલાહ માનવાની કે આજ્ઞા પાળવાની જરા પણ આનાકાની નથી કરતો અથવા એમાં નાનપ નથી સમજતો. શરીરની ચિકિત્સક કહે તેમ કરવા તૈયાર રહે છે. પોતાની ગમે તેટલી સારી બુદ્ધિ ત્યાં આઘી મૂકવાને હરકત નથી ગણતો. તે વખતે હું રાજતંત્ર ચલાવું છું, મારી આજ્ઞા ઉપર દુનિયા ચાલે છે, મારા હુકમને આધીન દુનિયાનાં પ્રાણી છે' –એમ ન બોલે, પણ અત્યારે તો તારે જ આધીન મારા પ્રાણ છે–એમ કબૂલ કરી લેશે. જે વિષયમાં જે નિષ્ણાત હોય, તેની જ આજ્ઞા મુજબ ચાલવું એનું જ નામ બુદ્ધિ ! એનું જ નામ ડહાપણ ! એનું જ નામ અકકલ ! અને એનું જ નામ હોશિયારી મનાય છે ! દુનિયામાં આ વાતનો નિશ્ચય છે. વ્યવહારમાં એક શરીરની જ નહિ, પણ બધી જ બાબતોમાં આ જાતનો એકસરખો નિર્ણય છે. શરીરમાં ભેદ પડ્યો તો ચિકિત્સક, કાયદાની ચુંગાલમાં ફસાઈ જાય તો વકીલ, એમ દરેકેદરેક સાધનના જે જે અનુભવી હોય, તે કહે એ પ્રમાણે કરવા તૈયાર ! ઝવેરાત ખરીદવું હોય, કાપડ ખરીદવું હોય અને છેવટ કચરો કાઢવો હોય, તો તે તે વસ્તુના અનુભવીની સલાહ પ્રમાણે વર્તે તો જ દુનિયા ચાલે છે. બધા જ સ્વતંત્ર બની જાય તો એક પણ કાર્યવાહી ચાલે ? નહિ જ. વ્યવહારમાં એ વસ્તુ માન્ય છે કે, તે તે વસ્તુના અનુભવી જે હોય, ક પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ : For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તેનું જે વચન તે જ પ્રમાણ. જ્યારે ઉલ્લેઠ અજ્ઞાનીઓ એક ધર્મની જ બાબતમાં કહે છે કે, “મુંડે મુંડે મતિર્ભિન્ના' દરેક કહેશે,–“અમારો અભિપ્રાય જુદો છે. કોઈનું માનવું જ જોઈએ એવું કાંઈ બંધન નથી.' ધર્મની બાબત આવે ત્યાં આ તકરાર ચાલે. આવા આત્મા માટે એમ કહી દેવું જોઈએ કે તે બિચારા ધર્મના રહસ્યથી વંચિત છે. કઈ ચિંતામાં છો? શરીર પર આપત્તિ આવે તો ચિકિત્સકની અને કાયદાની બારીકી આવે તો કાયદાના જ્ઞાતાની સલાહ મુજબ ન ચાલે, તે અજ્ઞાન ખરો કે નહિ ? ખરો જ. વૈદ્યની સાથે-“શરીર કોનું? મારું. તે વિષે હું વધારે જાણું કે બહારથી દેખીને તું વધારે જાણે ? સૂવું, બેસવું, ખાવું મારે–તેની આડે તું કેમ આવે ? જેના ઘરમાં અનાજ ન હોય એ મગના પાણી પર રહે, પણ મારે ત્યાં સારામાં સારી વસ્તુ ખાવા-પીવાની હોય, છતાં હું શું કામ રહું ?”—આ જાતની ચર્ચામાં શહેનશાહતના માલિકો પણ નથી ઊતરતા. એ રીતની સ્થિતિ ધર્મની બાબતમાં કરવી છે. શરીર તો અમુક કાળ આપણી પાસે રહેવાનું છે. એક લાખ ને એક ડૉક્ટર ચોકી ભરે તો પણ અમુક કાળથી વધુ નથી જ રહેવાનું. એમાં શંકા છે? હું કહું છું કે એમાં તમને શંકા પડી ગઈ છે ! પણ યાદ રાખવાનું છે કે આ બધી જ વસ્તુઓને ઇચ્છા ન હોવા છતાં પણ મૂકીને જવું પડશે. માટે મૂકીને જતી વખતે આગળની શું વ્યવસ્થા કરવી, એની મૂંઝવણ તમને જરાયે નથી, તે થવી જોઈએ. સભા : સાહેબ ! ધર્મ તો કરીએ છીએ. . ધર્મ કેમ કરો છો એ વાત હાલ બાજુએ રાખો ! પહેલી વાત તો એ કે ઓ મૂંઝવણ છે કે કેમ ? ધર્મ અનેક રીતે થાય છે. મોટા શ્રીમાનને સલામ ભરો છો, એ હૃયના પ્રેમથી કે બીજું પણ કાંઈ કારણ છે ? દયના પ્રેમ વિના પણ એ ક્રિયા કરવી પડે છે ને? શરીરાદિકના રક્ષણ માટે, ધાર્યા કરતાં વધુ પ્રયત્ન કરીએ તો પણ, એ બધું અમુક કાળથી વધુ રહેવાનું નથી, છતાં એની ચિંતા છે ! તમે આજકાલ કઈ * ધર્મનું રહસ્ય For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ચિંતામાં સડો છો ? જેમ વ્યવહારમાં તમે અમુક અમુકના વચનને આધીન થયા છો, તેમ તમે ધર્મની બાબતમાં નથી. તેથી તમને તેવા કરવા માટે જ્ઞાનીઓનો પ્રયત્ન છે. “ધર્મ એનું જ નામ છે કે યોગ્ય આત્માની સલાહ મુજબ ચાલવું.” દરદીને નીરોગી થવાની ઇચ્છા છે, એમ ત્યારે જ મનાય કે જ્યારે નીરોગી કરનાર વ્યક્તિના વચન પર તેની નિર્ભરતા હોય. ડૉક્ટરોની સલાહ મુજબ ચાલ્યા, એણે સુવાડ્યા તેમ સૂતા, બેસાડ્યા તેમ બેઠા, એના વચન ખાતર સારી પણ વસ્તુ ખાવાનો ત્યાગ કર્યો, છતી ભોગસામગ્રી ન ભોગવી, હજારો ને લાખો આપીને પણ વારંવાર આજ્ઞા માની, તે છતાં આ શરીરાદિ વસ્તુ રાખી રહેવાની નથી. એમ તમારી ખાતરી છે ને ? અને નથી રહેવાની, તો એને છોડીને કોઈ જગ્યાએ જવાનું છે, એ નક્કી છે ને ? તેમજ જે જવાનું છે તો સારી જગ્યાએ જવાની સલાહ આપનારને મેળવવાની ચિંતા તમારા દ્ધયમાં લાગી છે કે કેમ એ મારો પ્રશ્ન છે. “અમે ધર્મ કરીએ છીએ' –એ કાંઈ ઉત્તર નથી. જે રીતે નાશવંત વસ્તુઓ માટે યોગ્યની સલાહ લેવા દોડી જાઓ છો, પૈસા આપીને સલાહ માંગો છો, એને પ્રેમપૂર્વક–બહુમાનપૂર્વક સાંભળો છો, એની બધી આજ્ઞા સ્વીકારવાની કબૂલાત આપો છો, એવી જાતની ધર્મની બાબતમાં યોગ્યની સલાહ લેવા, યોગ્ય સ્થાને દોડી ગયાનો દાખલો છે ? નથી. અમને ધર્મ આપો, અમને ધર્મી કહો, પણ શી રીતે ? જ્યાં સુધી તમને આ બધા પદાર્થો મૂકવાના છે એવો નિર્ણય ન થાય, અહીંથી ગયા પછી સારી જગ્યાએ જવા માટે કોની આજ્ઞા માનવી–એની ચિંતા તમારા ધ્ધયમાં પેદા ન થાય, ત્યાં સુધી ધર્મ આપવો શી રીતે ? સભા અનીતિ ન કરવી, નીતિથી ચાલવું, એ ધર્મ નહિ ? આ ભવમાંથી પરભવમાં જવું છે અને જવા માટે અનીતિ નુકસાનકારક છે, નીતિ લાભદાયી છે, અનીતિથી પરભવ બગડે છે, નીતિથી સુધરે છે, માટે અવસર આવ્યું બધું જાઓ પણ નીતિ ન જાઓ ! -એ બુદ્ધિ કેટલાની છે ? કેવળ દુનિયામાં નીતિમાન મનાવવાના આડંબર ખાતર પાળેલી નીતિ, એ વસ્તુતઃ ધર્મ નથી. પરલોકની ભીતિથી જો એ પળાતી હોય તો ધર્મનું રહસ્ય હૃયમાં આવી ગયું છે, પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ એમ માની શકાય. પણ એ આવે તો ! એની ખાતર કોઈ પણ વસ્તુનો ભોગ દેવો પડે તો દેવાય, પરંતુ કોઈ વસ્તુ ખાતર એનો ભોગ ન જ દેવાય. તમારા આત્માને આજે અનેક જાતની ચિંતાઓ મુંઝવી રહી છે. તે બધી ચિંતાઓમાં આ ચિંતાને સ્થાન છે કે કેમ ? એનો ઉત્તર જોઈએ છે. સભા : મળેલાને ભોગવવું એમાં શું હરકત? કહે છે કે મળેલું ભોગવવું એ અમારી સત્તાની વાત છે. પણ એ ખબર નથી કે એ પણ સત્તાની વાત નથી ? કોઈ મળેલ છતાં ભોગવ્યા વિના સડી સડીને મરી ગયા. જેને મળ્યું છે એની પણ એમાં આસક્ત બનવાથી ખાનાખરાબી થઈ ગઈ. માટે ધર્મનું રહસ્ય જેનાં-તેનાં વચનોમાં નથી ! મતિકલ્પના કે ઇચ્છા મુજબ ચાલવામાં નથી ! જેના જીવનમાંથી દોષનો અણુ શોધ્યો ન જડે અને ગુણોના ઠેરના ઠેર દેખાય, તેના વચનના પાલનમાં જ ધર્મનું રહસ્ય છે. આ બધું મળ્યું છે તે અમારી બુદ્ધિનું ફળ છે' –એમ ઘણાનું માનવું છે. એવા અભિમાનમાં અને ગર્વમાં આવી જાય છે કે, આ બધું મેળવ્યું કોણે? ! અમે મેળવેલું અને અમે કેમ ન ભોગવીએ?” જ્ઞાની કહે છેઊભો રહે ! મહેનત અને બુદ્ધિથી મળતું હોત, તો આજે મહેનતુ, અને બુદ્ધિશાળીઓ, એદી અને અભણને ઘેર નોકરી કરતા ? બરાબર બાર કલાક ઊંઘનાર, બેઠા હોય ત્યાંથી ઉઠાવવા ભારે, એવા પણ એદીને ત્યાં મહેનતુ માણસ વેઠ કરીને મરી જાય, છતાં એદીને જેટલું મળે તેટલું મહેનતુને ન મળે. એ માનો છો કે નહિ ? કોટ્યાધિપતિને ત્યાં આજે જન્મેલો બાળક કોટ્યાધિપતિ કહેવાય ? પુરુષાર્થ રામે કર્યો કે આજે જન્મેલા બાળકે ? માટે હવે મળેલું ભોગવવાનું છોડી દઈને, નહિ મળેલું મેળવવાની ચિંતા શું કામ કરીએ ?—એવું ન બોલતા ! આ દુનિયાને જે નથી મળ્યું, દુનિયાએ જે નથી જોયું, તે મેળવી આપવું અને તે બતાવવું, એનું નામ ધર્મરહસ્ય છે. એટલા જ માટે એમાં ઘણી મહેનત છે. એ સમજવા ધીર બનવું પડશે. એકલી દલીલથી કામ ન ચાલે. ચર્ચા દલીલ કે યુક્તિ પણ સ્થાને હોય. એકલી દલીલો જ સાંભળ્યા કરે, તો કોઈ ન્યાયાધીશ કેસ નહિ ચલાવી શકે. ધર્મનું રહસ્ય For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વાદી–પ્રતિવાદી બેન બોલવામાંથી ન્યાય આપનારના હાથમાં સત્ય વસ્તુ ન આવી જાય ત્યાં સુધી બન્નેને બોલવા દેશે, પછી દલીલ ન કરવા દે, બોલે ત્યાં સુધી બોલવા દે તો અગડંબગડે યુક્તિઓ લાવીને જોડનારા કદી થાકવાના છે? મરણ યાદ છે? મળેલી વસ્તુને મારી માનું, એને જાનના જોખમે પણ સાચવું, તે છતાંય બધી વસ્તુ મનેકમને મૂકવાની છે, પછી જેમ, કોઈ સ્થાનથી આવ્યો તેમ જવાનું છે. એ ગયા પછી ક્યાં જઈશ, એની ચિંતા કેટલી વખત થાય છે? સભા સાહેબ ! પરલોકની ચિંતા તો બધાને હોય. એ એમ કહે છે–‘બધાને પરલોકની ચિંતા હોય છે.” પણ એ ભ્રમણા છે. ઘણાને એમ લાગે કે, ‘પરલોકની ચિંતા જરૂર બધાને હશે !” પણ હું કહું છું કે, “સેંકડે પોણીસો ટકામાં એ નથી.' દાખલા તરીકે, જોસબંધ ચાલ્યા આવતા એવા પણ આપણને જોઈને, આપણા શરીર માટે કોઈ સહેજ એટલું જ કહે–‘આપનું મોં કાંઈ ફી લાગે છે. જેને આપણે આપણા માનતા હોઈએ તે એટલું જ કહે અને તે સાથે બીજો એક જણ સાક્ષી પૂરી દે કે, “કાલના કરતાં કાંઈ ફેરફાર દેખાય છે.' –તો છે કાંઈ નહિ, છતાં એ આદમી પોતે અરીસો લઈને જુએ. અને એનેય એમ લાગે કે, “કાંઈક છે ખરું !' એની અસર થયા પછી મિષ્ટાન્નના થાળ પર ખાવા બેસાડો, તો એ કહે કે, હાલ તો નહિ ખાઉં. કોઈને પૂછવું પડશે !' આ ચિંતા થઈ જાય છે ! સારામાં સારા વૈદ્ય કે ડૉક્ટરને જઈને પૂછે, એ પણ ઉપર ટપકે જોઈને કહે કે, “કાંઈ નથી.' તો ન માને. બરાબર જુઓ !' એમ કહે અને પછી પાકી ‘ના’ કહે તો જ માને. વૈદ્યને કહે કે મારા સાથી ને સ્નેહીઓ કહે છે ! કાલે જોયો હતો તે કહે છે ! મને પોતાને પણ લાગે છે !' મારું એમ માનવું છે કે, શરીરના પ્રેમીને જે રીતની શરીરની ચિંતા છે એ રીતની પરલોકની ચિંતા સેંકડે પોણીસો ટકામાં નથી.” જે દિવસે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ ક For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ એ ચિંતા આવશે, એ દિવસે ધર્મ તરફનું પ્રાણીમાત્રનું વલણ નવી ભાતનું રહેશે. પરલોકની ચિંતાવાળાનો આત્મા, દરેક પાપક્રિયામાં ડંખતો રહે છે. હજુ આજ્ઞાપાલનની વાત પછી. જેમ શરીરનો પ્રેમી છતાંય રસના ઈદ્રિયનો લોલુપી આત્મા બહુ ચરી આપનાર વૈદ્ય પાસે ન જાય, તેમ પરલોકની ચિંતા થયા પછી પણ, આજ્ઞા સારી છે એમ સમજાયા છતાં પણ, પૂરી નહિ પળાતાં અધૂરી પણ પળાય એ સંભવિત છે. પણ પળાય તો સારું, એ તો નિર્ણય હોય છે જ. રહસ્યની પ્રાપ્તિ : જે દિવસે પરલોકની ચિંતા આત્મામાં દાખલ થઈ જાય, તે દિવસે આ લોકના જીવનનો રસ એને ઊડી જાય. કેમ કે નકકી થઈ ગયું કે જવાનું ! પ્રેમી મહેમાનનો મેળાપ, પ્રેમીને ચિંતા કરાવનારો જ હોય છે. આવ્યો ત્યારથી હૈયામાં ‘જશે’–‘જશે' એમ બેઠું જ છે. જયાં સુધી એ રહે ત્યાં સુધી એ એક જ ખટકો રહે છે. તેમ પરલોકની ચિંતાવાળા આત્માને, જ્યારે જ્યારે દુનિયાના પદાર્થોનો સહવાસ થાય, ત્યારે ત્યારે એ મારું નથી’–‘જવાનું છે' એવો ખટકો રહે છે. બીજાની આગળ કહેવા માટે તો આપણે બહુ ચતુર છીએ. ‘શરીર અને આત્મા જુદા છે, શરીરની પીડા સાથે આત્માને કાંઈ સંબંધ નથી' -એવું વર્ણન સારામાં સારું કરીએ, પણ વિચારીએ તો જણાઈ આવે કે શરીર એ જ આત્મા છે. એમ માનીને જ એની બધી કાર્યવાહી ચાલુ છે. શરીરના બગાડની ચિંતા ત્રીસ દિવસ છે–ચોવીસે કલાક છે અને આત્માની ચિંતા એક પણ દિવસ નથી, થોડી મિનિટ પણ નથી ! ધર્મને ધર્મ તરીકે સેવ્યો ત્યારે મનાય કે જ્યારે ધર્મ સિવાયની બીજી બધી વસ્તુ, ધર્મ આગળ તુચ્છ ભાસે ! અમુક વસ્તુ કરીએ છીએ, તેને તે તરીકે સમજીને કરવામાં આવે છે કે કેમ ! બતાવનાર ઉપર પરિપૂર્ણ પ્રેમ જાગ્યો છે કે કેમ ? અને એની સલાહ મુજબ વર્તવામાં શ્રેય છે, એવી પ્રતીતિ થઈ છે કે કેમ ? એ તપાસો ! દુનિયાના વ્યવહારમાં વગર ભણ્યગણ્ય પણ, અનાદિકાળના સહવાસથી, તે તે વ્યક્તિઓનાં વચન, આજ્ઞા અને સલાહને બધા આધીન થઈ ગયા છે. કોઈ એમ કહેતો હોય કે, હું કોઈની આજ્ઞા ધર્મનું રહસ્ય ક For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ માનતો નથી, મરજી મુજબ ચાલું છું–તો એ ખોટો છે, ઈરાદાપૂર્વક ખોટું બોલનારો છે. વ્યવહારમાં તો એ કોઈની ને કોઈની આજ્ઞા માનતો જ રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે કે, હવે નવો અભ્યાસ પાડો ! વ્યવહારમાં જેમ આજ્ઞા મુજબ ચાલતો રહ્યો, તેમ ધર્મની બાબતમાં ચાલતો થા ! અમુકની સલાહ વિના મારો વ્યવહાર રીતસર ચાલે જ નહિ – એવું અહીં માનતો થા ! “પરલોકને સુધારવા મહાપુરુષોની આજ્ઞા વિના મારે ચાલવું એ ઠીક નથી' આટલો નિર્ધાર થઈ જાય, તો ધર્મના રહસ્યની પ્રાપ્તિ થઈ ગઈ એમ કહેવાય. ધર્મ આપતાં પહેલાં દુનિયાના માણસો જે જે પદાર્થોની આસક્તિમાં પડ્યા છે, તેની અસારતા પહેલી બતાવવી પડશે. એ અસારતા સમજાયા વિના જિજ્ઞાસાવૃત્તિ પેદા થશે નહિ. એ પેદા થયા વિના ધર્મના જ્ઞાતા પાસે જવાશે નહિ. એ વિના ધર્મ સંભળાશે નહિ અને ધર્મ સંભળાયા વિના–સમજાયા વિના યોગ્ય સમજાશે નહિ, પામવા યોગ્ય પમાશે નહિ અને આરાધવા યોગ્ય આરાધાશે પણ નહિ. કુગુરુ કોને ફસાવે? “મરવાનું છે–એ કોને યાદ ન હોય? સર્વને હોય એમ નથી. એ યાદ હોય એને ખાવાનું ભાવે કેમ ? ફાંસીની સજા થયા પછી જે મરવાનું ભાન થાય છે, તે પહેલાં આવે છે ? પહેલાં આવ્યું હોત તો એનાથી ખૂન થાત ? મરવાનું છે એમ બધા બોલશે, પણ એવી રીતે યાદ રહી જાય તો જેમ તેમ વર્તાય ? જ્યાં ત્યાં ફરવામાં કે મોજ અનુભવવામાં જરાયે અરેરાટી આવે છે? મોટરમાં બેઠા હો, ફુલ સ્પીડથી ચાલી જતી હોય, એ ઘડી મરવાનું છે એવું ભાન આવે છે ? મરવાનું ખ્યાલમાં તે દિવસ આવે છે કે, જ્યારે સખત તાવ આવે, પથારીમાં સૂવાનું આવે. ત્યારે પણ વિચાર આવે કે, ‘આટલા તાવમાં હું મરી જાઉં? કઈ એવી ભારે બીમારી આવી ગઈ છે ?” માંદો માંદો પણ તારટપાલ વાંચે. જ્યારે ખૂબ દમ ખેંચાઈ જાય, ડૉક્ટરો હાથ ખંખેરી દે, ત્યારે કાંઈક મરણ યાદ આવે. મરતાને . ૧૦ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જોઈને–આ મરી ગયો–એમ બધા કહે છે, પણ-હું મરી જવાનો છું—એમ કેટલા બોલ્યા ? મરી ગયાની પાછળ દુઃખી થાય છે તે કાર્ય કરનારો ગયો એથી, પણ હું મરી જવાનો છું એ યાદ આવે છે એથી નહિ ! આપણે એ સ્થિતિ લાવવી છે કે, “મરણ માથા પર છે, કઈ મિનિટે આવે એ કલ્પી ન શકાય. એ આવ્યા પહેલાં આત્મા પરલોકમાં સાચો સુખી કે ઉતગામી બને, એનો વારંવાર વિચાર આવે !” એ બનાવવા ખાતર ધર્મના જ્ઞાતાની આજ્ઞાને આધીન થવું જોઈએ. પરલોક છે, એમ શાસ્ત્રમાં વાંચવા છતાં, સાંભળવા છતાં, ગોખી રાખવા છતાં, ભુલાઈ જાય છે–વાદ નથી આવતું. ભણેલા-ગણેલા અને હૃયથી સાચું કબૂલ કરનારા એવાને પણ, ચોવીસ કલાક એ વસ્તુ ખ્યાલમાં નથી રહેતી. એ રહેતી હોય તો હમણાં સ્વચ્છંદી પ્રવૃત્તિઓ બધી બંધ થઈ જાય. આ લોકની તુચ્છ વસ્તુ મેળવવાની ઈચ્છા મંદ થઈ જાય. જ્ઞાનીની પૂંઠે દોડવા માટે પ્રયત્ન કરે. પછી તો જ્ઞાની કહેવાતાઓ પણ જો એની પાસે આ લોકની વાત કરે, તો ચોંકી જાય. કહી દે કે, “એ પદાર્થોની મમતામાંથી છૂટવા હું અહીં આવ્યો છું. વધારવા નહિ !' અને એવાને કુગુરુ ફસાવે કે કુધર્મ મૂંઝવે, એ બનવું અશક્ય છે. બધા કરે તે ખરું? શાત્રે ધર્મનું લક્ષણ બાંધ્યું કે, “દુર્ગતિમાં પડતા પ્રાણીને બચાવે તે ધર્મ.' પણ જેને દુર્ગતિનો ભય લાગ્યો હોય તેને ને ? હવે રોજ યાદ શું કરશો? આ લોક કે પરલોક ? સભા સંસારમાં મોહ ઉત્પન્ન થાય એવી વસ્તુઓ બનાવી કેમ? આ એવો પ્રશ્ન છે કે, “ઝેર જ્યારે મારનાર છે ત્યારે બનાવ્યું શું કામ ?” જાણે કોઈ કારીગર બધું ઘડવા ન બેઠો હોય ! જગતમાં કાંટા ઉત્પન્ન કેમ કર્યો ? એ કાંટાથી બચવા બૂટ કેમ પહેરો છો ? ત્યારે દુનિયામાં જે પદાર્થો બન્યા હોય, તે બધા ભોગવવા જ જોઈએ, એમ તો નહિ ને ? તમને એકલા કાંટા જ ભયંકર લાગ્યા. જ્ઞાનીને બધું જ ભયંકર લાગ્યું. કાંટા વાગે છે એટલે મૂર્ખ માણસોને ખબર પડે છે. પણ ધમેનું રહસ્ય ૧૧ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જે પહેલાં વાગે નહિ પણ પછી પ્રાણ લે, એનું જ્ઞાન, જ્ઞાનીઓને છે. આ કાંટા તો સારા કે દેખતાં જ ભડકાવે. બહાર રહેલા સારા કે રેતીમાં ઘૂસીને ઊભા હોય તે સારા? ભોગસુખ, એ છુપાયેલા કાંટા છે. અને એ એવા ભોંકાઈ જાય છે કે આત્મા સાથે એવાં ચોંટી જાય છે કે જેથી નીકળે એટલે કે છૂટી જાય અથવા તો છોડવા પડે તો પણ સડો તો મૂકતા જ જાય. સભા : દુનિયાના ભોગો ખોટા છે તો બધાને કેમ ગમે છે? બધા કરે તે ખોટું કેમ હોય? એટલે કે બધા જે ચીજને કરે એ ખોટું ન હોય એમ ને? જૂઠું કેટલા બોલે છે? જૂઠું બોલનારા ઘણા કે સાચું બોલનારા? ચોરી કરનારા કેટલા અને શાહુકારી સાચવનારા કેટલા? ઘર ફાડીને ચોરી થાય છે, તેમ ગાદી પર બેસીને પણ ચોરી થાય છે ને ? ઘણા જે કરે એ સારું હોય એવું અનુમાન બંધાય, એ હવે સાચું લાગે છે ? સારી વસ્તુનાં માપ, ઘણા કરે એના ઉપરથી ન થાય. હીરો છે એમ લોક કહે તો મનાય કે ઝવેરી કહે તો? ઝવેરી કહે તો ! ઘણા કોણ? લોક કે ઝવેરી? સભા: ‘પંચ કહે તે પરમેશ્વર' એ કહેવત છે ને? જૈનશાસને સત્યની પરીક્ષામાં પંચ–બંચને માન્યું નથી. પંચે પણ શાના ઉપર ચાલનારું ? કલ્પના કે પુરાવા ઉપર જ ને ? ખોટો હોય તો કોણ જોખમદાર ? માટે તો કહીએ છીએ કે જે સત્ય હોય તે જોઈએ અને પંચ પણ કોનું નિમાય છે ? તે તે વસ્તુઓના જ્ઞાતાઓનું કે મૂખઓનું ? ધર્મની પરીક્ષા માટે દુનિયાના પદાર્થોના સ્વરૂપને જાણનારાઓનું પંચ નિમાય? “પંચ કહે એ પરમેશ્વર–એમ માનવું છે ? દુનિયા સારી છે કે ખોટી, એને પુરવાર કરવા ત્યાગીઓનું પંચ નિમાય કે રાગીઓનું? આ પ્રશ્નો કેમ ઊઠે છે? કારણ કે આવા પ્રશ્ન જગતમાં આજે ચાલી રહ્યા છે ! મરવું છે' –એમ જાણવા ને માનવા છતાં જગત બેદરકાર ને નચિંત બન્યું છે. કોઈ બહુ ભય બતાવી દે તો કહેશે કે, મરવું એમાં નવું શું છે? જેમ બધા મય તેમ મરીશું ! મરી જવાનું છે માટે કાંઈ મૂકી દઈએ?” એટલા માટે કહીએ છીએ કે, “પરલોક હજુ હૃદયમાં જે પ્રમાણમાં જચવો હું ૧૨ છે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, તે પ્રમાણમાં જચ્યો નથી.” એવાઓને દુર્ગતિનો ભય બતાવવો નકામો છે. અને એ ભય ન લાગે ત્યાં સુધી–ધર્મ એ આત્મકલ્યાણ માટે જરૂરી છે’–એમ લાગવાનું પણ નથી. બુદ્ધિનો ઉપયોગ : દુનિયામાં માણસો દુનિયાના વ્યવહારને ટકાવી રાખવા જેવી માને છે. તે ખાતર તેના અનુભવીની સલાહ મુજબ ચાલે છે. પણ ધર્મની બાબતમાં કહેવાય નહિ કે, “આ સાચું છે.' વળી અમે કહીએ તે ખોટું કેમ હોય?—એ જાતની પ્રશ્નપરંપરા ઊઠે છે. વ્યવહારમાં એમ કોઈ કરતું નથી. કરે તો ચાલતું નથી ! ધારાશાસ્ત્રી બજારમાં કાયદાની દલીલો કરવા જાય તો કોઈ સાંભળે? અને અહીં આવે ત્યાં આ તકરાર ઊભી થાય છે. “અમને નથી રૂચતું–અમારી બુદ્ધિમાં નથી ઊતરી શકતું –એટલે ધર્મ પ્રત્યે જે જાતની વૃત્તિ જાગવી જોઈએ તે જાગતી નથી. વ્યવહારમાં બુદ્ધિશાળી પણ તે તે જાતના અનુભવી પાસે જઈને એની સલાહ મુજબ વર્તે અને ધર્મની બાબતમાં – ન ચાલે’–એમ કહે, એનું કારણ આપો ! એ જ કારણ કે ધર્મ એ આત્માના સુખને લાવી આપનાર છે, એમ ર્દયમાં ઊતર્યું નથી. - જ્ઞાનીઓ કહે છે કે, દુનિયામાં પણ અનુપમ સુખને લાવવું હોય, તો ધર્મ વિના શરણ નથી. તાર્કિક શિરોમણી આ. દેવ શ્રીમદ્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “વચનની આરાધના કરવાની તાકાત આવે, ત્યારે ધર્મની આરાધના થાય.” ધર્મ, મતિકલ્પનાએ ન થાય. તુચ્છ વસ્તુને સુધારવા આજ્ઞાની જરૂર, હુકમ કરે તે પાળવાની જરૂર અને આ વસ્તુ માટે કાંઈ જ નહિ ? એક વાર તો–“અમારા બધા - 'વિચારો—આ ભાવ દૂર કરીને એમ કબૂલ કરો કે, ‘આની આજ્ઞા એ જ ધર્મ છે. એ સામે અવાય જ નહિ !' અને બુદ્ધિનો ઉપયોગ પણ એ આજ્ઞાને સમજવા માટે–આચરવા માટે કરો, પણ ડહોળવા માટે નહિ !! ધર્મની શોધ : ધર્મની બાબતમાં પણ જ્ઞાનીની સલાહ વિના ચાલી શકે તેમ નથી જ. આવી જાતની આજ્ઞાના શરણે આવ્યા વિના કરાતો ધર્મ, એ પણ ધર્મનું રહસ્ય ૧૩ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ . અધર્મ છે. માર્ગદર્શકની સલાહ મુજબ, એ જે દિશા બતાવે તે દિશાએ ચાલ્યા વિના, બધું જ ચાલવું પ્રાયઃ નકામું છે. એટલું જ નહિ પણ નુકસાનકર્તા છે. હું ચાલું છું, ચાલવાથી ઘેર પહોંચાય છે, બધા ચાલીને જ પહોંચ્યા એમ પુરવાર થાય છે, હું પણ ચાલીને ઘેર પહોંચીશ', કોઈની સલાહની શી જરૂર?”—એવી બૂમો કામ ન આવે. માર્ગનો ભોમિયો – માર્ગદર્શક જોઈએ જ. તેમ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ જે ક્રિયા થાય, તેનું જ નામ ધર્મ ધર્મનું રહસ્ય શું ? એ જ કે આજ્ઞાને આધીન થવું ! કોની ? તે પછી વિચારીશું, પણ એક વાર તો દુનિયાના વ્યવહારમાં જેમ તે તે વસ્તુના જ્ઞાતાઓની આજ્ઞા અને સલાહની જરૂર છે, તેમ ધર્મની બાબતમાં પણ કોઈ યોગ્ય જ્ઞાની અને માર્ગદર્શકની જરૂર છે, એ નકકી થવું જોઈએ. પોતાની ઈચ્છા મુજબ ચાલવાથી ધર્મની આરાધના કરી શકીએ એમ નથી, એમ તમારા અંતરમાં બરાબર ઠસી જવું જોઈએ. એ ક્યારે ઠસે? પરલોક છે, પરલોકમાં સદ્ગતિ અને દુર્ગતિ બન્ને છે અને લોકમાં ઈચ્છા મુજબ ચાલવાથી આત્માની દુર્ગતિ થવાનો પૂરેપૂરો સંભવ છે, એ ચિંતા આવી જશે ત્યારે ! અને પછી તો ધર્મની શોધ કરવા તમે જાતે નીકળશો. અર્થીપણાનો નાશ: આજે તો—‘ધર્મ દેવો હોય તેણે અમારી અનુકૂળતા પ્રમાણે ચાલવું, અમને રૂચે તે પ્રમાણે સંભળાવવું'—એમ કહેવાય છે. તે પણ ફાવે તો ઠીક, નહિ તો હુરરે’ પણ કરીએ !” આનું નામ ધર્મનું અર્થીપણું કહેવાય નહિ. ઉપકારીઓની ફરજ ધર્મ દેવાની ભલે રહી, પણ તમારી શી ફરજ ? કેટલાએ ધર્મગુરુ પાસે જઈ કહ્યું–‘સાહેબ ! પરલોક ન બગડી જાય એવું કાંઈ બતાવો !” એવા અહીં કેટલા છે ? બે હાથ જોડી, કરગરી, આંસુ લાવી– આ લોકમાં મુંઝાયેલા અમારું શું થશે ? પરલોક કેમ સુધરે એ બતાવો !”—એવી જાતની માંગણી કેટલાએ કરી? ૧ ૪ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભૂખે મરીએ છીએ, કાંઈ બતાવો–એવી માંગણી કરનારા તો છે, પણ પરલોક સુધારવાના ઉપાયની માગણી કેટલાએ કરી ? આ ચિંતા લગભગ નાબૂદ થઈ ગઈ છે. વર્તમાન કાળની બધી પ્રવૃત્તિઓ આ ભાવનાને દાબનારી ચાલી રહી છે. દુનિયાનું લક્ષ્ય પરલોકમાંથી ખસી આ લોકમાં ચોંટી જાય, એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ છે. એ સ્થિતિમાં ધર્મ દુર્લભ બને, ધર્મીઓની સંખ્યા ઘટે અને ધર્મનો વિરોધ વધતો જાય, તો આશ્ચર્ય પામવા જેવું નથી. જ્યાં આ લોકની વાતમાં જ આનંદ હોય, ત્યાં પરલોકની વાત સાંભળતાં આંખ પણ ઊંચી થઈ જાય. આવા પ્રસંગે આખો દિવસ ધર્મની લવરી શી ?'—એમ પણ બોલનારા હોય, એમાં કાંઈ નવાઈ નથી. ધર્મીને ત્યાં ધાડ? સભા : ધર્મીને ઘેર ધાડ એનું કારણ શું? તમે ખાશો એથી અજીર્ણ નહિ થાય, એવું કોણે દીઠું છે ? ખાનારાઓમાંનાને રોજ અજીર્ણ થાય છે ! પૈસા કમાવાથી ગાંડા બની ગયાના અનેક દાખલા છે ! દુનિયામાં રંગરાગ મળ્યા પછી આદમી મટી હવાન થાય છે, એવા દાખલા એક નહિ પણ ગણતાં થકાય એટલા મળે એમ છે ! ' હવે ધર્મ કરવાથી દુઃખી થયાના દાખલા તમે આપો ! જે ધર્મીને ઘેર ધાડ હોય એને પૂછો કે તે કહેવા તૈયાર છે કે દુઃખ દેખાય છે તે ધર્મ કરવાથી ? માથે સંકટ આવે છે એ કબૂલ, પણ એ ધર્મથી આવે છે કે કેમ ? એ નકકી કરવાનું છે. નીતિ પાળનારને ખોટ પણ આવે, પણ એનું કારણ નીતિ છે ? - સાચું બોલવાથી રાજા હરિશ્ચંદ્ર દુઃખી થયા. પણ સત્યના પ્રતાપે એ દુઃખી થયા એમ કોઈએ કહ્યું? સત્યના પ્રતાપે તો એ નામાંકિત થઈ ગયા, ધમત્મિા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા, આપત્તિ વખતે ટકે, એનું જ નામ ધર્મી. આફત વખતે ગભરાઈને ભાગી ન જતાં સહન કરી લે, ટકી રહે, તો એના એ કહેશે કે, “એ ધર્મી હતો” એવા ધર્મીઓ જગતમાં ન હોત તો દુનિયા કેમ ચાલત?—એમ કહી હાથ જોડશે. પણ દુનિયાના E ધર્મનું રહસ્ય ૧૫ R For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તુચ્છ પદાર્થોમાં રચી પડેલાને હાથ જોડવાનો સમય સાચા ધર્મીને આવ્યો, એવો કોઈ દાખલો છે? માટે દરેક સાંભળવા આવનારને એક જ ભલામણ કરું છું કે, કુટુંબના માણસોને એક જ વસ્તુ સમજાવજો કે, દુનિયામાં જીવવા માટે માત્ર એકની નહિ, પણ અનેકની આજ્ઞા માનવી પડી, તો પછી જેમાં સેંકડો ભવોનું દુઃખ દફનાવવાની તાકાત છે, તે ધર્મને પ્રાપ્ત કરવા માટે અનંત જ્ઞાનીની આજ્ઞા માનવામાં મક્કમ રહેજો અને એની ખાતર બીજા જે કોઈની પણ આજ્ઞાનું ઉલ્લંઘવી પડે તેને ઉલ્લંઘજો !” દીકરાને કહેવું કે, જો તે અમારી આજ્ઞા માની તો આટલી ઉંમરે પહોંચ્યો, શિક્ષકની આજ્ઞા માની તો વાંચતો–લખતો ને બોલતો બન્યો, કુળની મર્યાદા અને તુચ્છ ઈજ્જત-આબરૂ ખાતર અનેક પરતંત્રતાઓ વેઠી અને વૈદ્ય કહ્યું તેમ પથ્ય પાળ્યું તો નીરોગી રહી શક્યો, એ રીતે હું ભલામણ કરું છું કે, “શું ભલામણ કરશો એ તમે બોલો !” એમાં જ ધર્મનું રહસ્ય છે. અત્યાર સુધી પોતાનાં બાળબચ્ચાંઓને એ રીતનું શિક્ષણ આપનાર કેટલા મળ્યા? કુટુંબને સત્ય વસ્તુ સમજાવવી જોઈએ કે નહિ? “કોણ કયાંથી આવ્યા એનો પત્તો નથી, ક્યાં સુધી ભેગા રહી શકીશું એ નિર્ણિત નથી. તમે પહેલાં જવાના કે અમે પહેલાં એ માલુમ નથી, સાધવાની આટલી સામગ્રીઓ પામીને પણ એમ ને એમ ચાલ્યા જઈએ તો બેવકૂફ ઠરીએ. માટે અહીંથી ગયા પછી સારામાં સારા સ્થાને પહોંચી શકીએ, આત્માને વધુ યોગ્ય બનાવી શકીએ, આત્મામાં દિવ્ય દશા પેદા કરી શકીએ. એવી સ્થિતિમાં આવવા માટે અમારા કરતાં વધુ જ્ઞાની હોય એની આજ્ઞા માનવાની તમને છૂટ છે.” રોજ મીટિંગો મળે તો ધર્મ આઘો જાય ? પરન્તુ આજે તો “આ ન મળ્યું.'–આ કેમ મેળવીએ ?” એની રોજ કમિટીઓ ભરાય છે. એના વિચાર થાય ! આના થાય છે ? ના, અને નથી થતા એથી જ આજની આ દશા અવનત છે. કોનું વચન માન્ય? જેના વચનની આધીનતા કેળવવાની, તે કેવા પ્રકારનું જીવન જીવતા ૧૬ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા :: ::: 3: 08: For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ હોય ને કઈ કોટિના હોય, તે પણ વિચારવું પડશે. રાગી કે દ્વેષી હોય તે ચાલશે? નહિ જ. નહિ રાગી, નહિ દ્વેષી કે નહિ મોહી, પણ જે પરમ શુદ્ધ બની ચૂકેલા વીતરાગ, કોઈ પણ પદાર્થ પ્રત્યે મમતા ન રહી હોય એવા ! આજ્ઞા માનવાની તે આવા નિર્મળ, સ્વચ્છ, ડાઘ વિનાના અરીસા જેવાની ! એને આપણે દેવ કહીએ છીએ. જેને જોવાથી આપણને આપણા દોષ દેખાય ! જેની સામે દેખવાથી આપણા દોષોનું ભાન થાય ! ! ભગવાનની મૂર્તિમાંથી પણ આજ્ઞા નીકળે છે. રોજ સવારના પહોરમાં ઈશ્વર પાસે એ જ કામ માટે જવાનું છે. સ્વચ્છ અને નિર્મળ અરીસા સમા ભગવાન સન્મુખ ઊભા રહી. પોતાના ડાઘ જોવા માટે અને જોતાંની સાથે એ ડાઘ કાઢવા માટે એમણે કહ્યું તે કરવાનું ! પણ જો કદી અરીસામાં ડાઘ હશે તો પંચાત થઈ જશે. માટે પહેલાં તે સ્વચ્છ છે કે કેમ એ સંભાળજો! માટે જ ઉપકારી મહાપુરુષો કહે છે કે, ‘તેની જ આજ્ઞા માનજો કે જેનામાં દોષનો છાંટો ન હોય અને જે ગુણથી પરિપૂર્ણ હોય.’ એવા અરિહંત વીતરાગદેવો છે. એમણે જગતના કલ્યાણની ખાતર જે આજ્ઞા કરી છે તેનું યથાર્થ પાલન કરજો ! પાલન ન થાય એટલી ત્રુટિ માનજો ! એ ત્રુટી પૂરવા પ્રયત્નશીલ રહેજો ! એમની આજ્ઞા કઈ ? પાપની કરણી, વિષયકષાયને પોષનારી કરણી, દુનિયાના તુચ્છ પદાર્થોને આધીન બનાવી ઉન્મત્ત બનાવનાર કરણી, પોતાની નહિ તેવી વસ્તુ મેળવવા માટે પાગલ બનાવનારી કરણી, એનો ત્યાગ કરવો એ જ એક એ મહાપુરુષોની આજ્ઞા છે. એ આજ્ઞાથી ઘડાયેલું વચન. એનું જ નામ ધર્મ છે. એનાથી વિરુદ્ધ વર્તાય એટલો અધર્મ માનજો ! દેવ ને ગુરુની પિછાન : હવે મંદિરમાં દેવમૂર્તિ પાસે જઈ શું જોશો ? એ તો નિર્મળ છે. એમાં દોષ એક પણ નથી. જે એની પાસે નથી તે આપણી પાસે છે, માટે એ બધા દોષ છે એ નક્કી કરજો ! એની પાસે શું શું નથી ? ઘરબાર, કુટુંબપરિવાર, લાડી, વાડી, ગાડી કાંઈ નથી. જે ઘડી આ બધું દોષરૂપ ભાસ્યું, એ ઘડી એમની આજ્ઞાનું રહસ્ય સમજાયા વિના રહેશે નહિ. ( ધર્મનું રહસ્ય ક ૧૭ * ** For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ હવે એ બધી વસ્તુઓ દોષમય છે, એ સમજવા માટે સાધુ પાસે આવવાનું રહ્યું, કેમ કે સાધુ એ એમના પ્રતિનિધિઓ છે. એ સાધુઓ અરીસાએ જે દોષ બતાવ્યા, તેને ગુણ બતાવનારા ન હોય. તમે જેમાં સુખ કલ્પો છો, એ બધું દોષરૂપ છે–દુઃખરૂપ છે, એ જ એમણે બતાવવાનું રહ્યું. અરિહંતનો આત્મા અરીસાભૂત છે. અરીસા જેવા એમની આજ્ઞાનું પાલન, એમાં જ ધર્મનું રહસ્ય છે. એ પરમ તારક પરમાત્માઓની આજ્ઞાનુસારે કહેનારા એ જ ગુરુઓ છે. એ દેવ અને એ ગુરુને ઓળખવા જેટલો પ્રયત્ન થાય એટલો જરૂરી છે. અને એમને ઓળખી એમની આજ્ઞા ખાતર સર્વસ્વ સમર્પી દેવાની વૃત્તિ જાગે, ત્યારે . ધર્મના સાચા રહસ્યની પ્રાપ્તિ થશે. - ધર્મમાં સહાયક કોણ ? ધર્મમાં સહાયક કોણ ? અનુકૂળતા કે પ્રતિકૂળતા ? આ બે પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિ જીવને ધર્મમાં સહાયક છે ? આ પ્રશ્નના જવાબમાં, નિશ્ચયનયની અપેક્ષાએ કહી શકાય કે, ધર્મ કરવામાં અનુકૂળતાય સહાયક નથી, પ્રતિકૂળતાય સહાયક નથી. સહાયક હોય તો એક જીવના અધ્યવસાય જ છે ! આ નિશ્ચયનયનો જવાબ છે. વ્યવહારનય કહે છે : લાયક-જીવ માટે અનુકૂળતા વધુ સહાયક કહી શકાય. જીવ સત્વહીન હોય તો પ્રતિકૂળતામાં કોઈ વાર તેને મુશ્કેલી પેદા થઈ જાય, માટે આવાઓ માટે અનુકૂળતા ધર્મમાં સહાયક કહી શકાય. અનુકૂળતા હોય તો જ ધર્મ થઈ શકે, એવું હોય તો ધર્મ માટે અનુકૂળતા ઇચ્છનારો સંતવ્ય છે. બાકી જેને ધર્મ કરવો છે, એ જીવ તો ધર્મ કરવાનો જ છે. આગળના મહાપુરૂષોએ પ્રતિકૂળતામાં તો સારામાં સારો ધર્મ કર્યો છે, અને ઉપરથી અનુકૂળતાને લાત મારી છે. જેને સાધુપણું પાળવું હોય તે અનુકૂળતા છોડે, અને પ્રતિકૂળતા વેઠે તો જ સાધુપણામાં એને ખરો સ્વાદ આવે. સાધુ તો અનુકૂળતાઓનો વેરી હોય. એ જેટલી વધારે અનુકૂળતાઓ લેવા જય, તેટલા દોષો વધતા જાય. દોષો વધે એમ પાપ વધે. : : : : ૧૮ ૮ : પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા * માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજુ કરે છે પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. * સતત પાંચ વર્ષ સુધી ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એકસાથે ૨૧, ૨૧ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. * પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં. ૨૦૪૮ અસાઢ વદ ૧૪ તા. ૨૮-૭-૯૨ મંગળવારે પ્રકાશિત થયેલાં એકવીસ પુસ્તકો. ૧. સુખની ચાવી ૧૨. સિદ્ધિસાધક સાધના ૨. ઇષ્ટપ્રાપ્તિના ઉપાયો ૧૩. બ્રહ્મચર્ય ૩. સંતોષ એટલે શું? ૧૪. મમતા ૪. યુવાનીની સફળતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૫. ઉગતી પ્રજાના ઘડવૈયાઓને ૧૬. અરિહંત થનારા આત્માઓ ૬. માનવનું કર્તવ્ય શ્રી ધન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૭. માનવજીવનની સાર્થકતા ૧૭. રાજર્ષિ કુમારપાળ ૮. જીવનમાં ધર્મની જરૂર ૧૮. અણુમાંથી મેરૂ (શ્રીશાલીભદ્ર) ૯. ધર્મનું રહસ્ય ૧૯. મેરૂમાંથી અણુ (શ્રીઝાંઝરીયા મુનિવર) ૧૦. સફળતાનો માર્ગ ૨૦-૨૧. ઢળતા સૂરજનો ૧૧. જૈન દર્શનની આછેરી ઝલક સોનેરી પ્રકાશ ૧-૨ કિંમત : એક પુસ્તક રૂા. ૭-૦૦ એકવીસ પુસ્તકનો પહેલો સેટ રૂા. ૧૨૫-૦૦ પૂરા એકસો આઠ પુસ્તકોનો સેટ રૂા. ૬૨૫-૦૦ ગ્રંથમાળા યોજના સહકાર રૂપિયા ૧૫,૧૧૧ (પંદર હજાર એકસો અગ્યાર રૂપિયા) આપનાર દાતા તરફથી પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીના પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાઓ પૈકી કોઇપણ એક પુસ્તિકાનું પ્રકાશન થશે અને તે પુસ્તિકામાં સંસ્થા તેમના નામોલ્લેખપૂર્વક તેમનો આભાર માનશે. વધુમાં સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ તથા પ્રસ્તુત પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીજીના પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાના ત્રણ સેટ ભેટ મળશે. ( શાર્પ ઓફસેટ પ્રિટર્સ રાજ કોટ ફોન:૮૧૭૯૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા NOTAS શાર્ચ કેટલીક ઈમારતોની રચના એવી રહસ્યમય હોય છે કે એમાં પ્રવેશ કર્યા વિના કે એનો પૂરો પરિચય કેળવ્યા વિના મોટા મોટા ઈજનેરો પણ એનું રહસ્ય ઉકેલી શકતા નથી. ધર્મ પણ એવો અદ્દભૂત રહસ્યમય છે કે ધર્મના ઘરમાં પ્રવેશ કર્યા વિના અને એનો પૂરો પરિચય કર્યા વિના એનું રહસ્ય પણ પામી શકાતું નથી. જે કોઈ ધર્મગૃહમાં પ્રવેશ કરીને એનો પૂરો પરિચય કેળવે છે તેની સામે ધર્મના રહસ્યો આપોઆપ ખૂલવા માંડે છે. અંતે ધર્મનું રહસ્ય એને એટલું બધું આત્મસાતુ બની જાય છે કે એ પોતે જ સાક્ષાત્ ધર્મરુપ બની જાય છે. al Education ennal Foersonals Private Use Only