________________
એમ માની શકાય. પણ એ આવે તો ! એની ખાતર કોઈ પણ વસ્તુનો ભોગ દેવો પડે તો દેવાય, પરંતુ કોઈ વસ્તુ ખાતર એનો ભોગ ન જ દેવાય. તમારા આત્માને આજે અનેક જાતની ચિંતાઓ મુંઝવી રહી છે. તે બધી ચિંતાઓમાં આ ચિંતાને સ્થાન છે કે કેમ ? એનો ઉત્તર જોઈએ છે.
સભા : મળેલાને ભોગવવું એમાં શું હરકત?
કહે છે કે મળેલું ભોગવવું એ અમારી સત્તાની વાત છે. પણ એ ખબર નથી કે એ પણ સત્તાની વાત નથી ? કોઈ મળેલ છતાં ભોગવ્યા વિના સડી સડીને મરી ગયા. જેને મળ્યું છે એની પણ એમાં આસક્ત બનવાથી ખાનાખરાબી થઈ ગઈ. માટે ધર્મનું રહસ્ય જેનાં-તેનાં વચનોમાં નથી ! મતિકલ્પના કે ઇચ્છા મુજબ ચાલવામાં નથી ! જેના જીવનમાંથી દોષનો અણુ શોધ્યો ન જડે અને ગુણોના ઠેરના ઠેર દેખાય, તેના વચનના પાલનમાં જ ધર્મનું રહસ્ય છે.
આ બધું મળ્યું છે તે અમારી બુદ્ધિનું ફળ છે' –એમ ઘણાનું માનવું છે. એવા અભિમાનમાં અને ગર્વમાં આવી જાય છે કે, આ બધું મેળવ્યું કોણે? ! અમે મેળવેલું અને અમે કેમ ન ભોગવીએ?” જ્ઞાની કહે છેઊભો રહે ! મહેનત અને બુદ્ધિથી મળતું હોત, તો આજે મહેનતુ, અને બુદ્ધિશાળીઓ, એદી અને અભણને ઘેર નોકરી કરતા ? બરાબર બાર કલાક ઊંઘનાર, બેઠા હોય ત્યાંથી ઉઠાવવા ભારે, એવા પણ એદીને ત્યાં મહેનતુ માણસ વેઠ કરીને મરી જાય, છતાં એદીને જેટલું મળે તેટલું મહેનતુને ન મળે. એ માનો છો કે નહિ ? કોટ્યાધિપતિને ત્યાં આજે જન્મેલો બાળક કોટ્યાધિપતિ કહેવાય ? પુરુષાર્થ રામે કર્યો કે આજે જન્મેલા બાળકે ? માટે હવે મળેલું ભોગવવાનું છોડી દઈને, નહિ મળેલું મેળવવાની ચિંતા શું કામ કરીએ ?—એવું ન બોલતા ! આ દુનિયાને જે નથી મળ્યું, દુનિયાએ જે નથી જોયું, તે મેળવી આપવું અને તે બતાવવું, એનું નામ ધર્મરહસ્ય છે. એટલા જ માટે એમાં ઘણી મહેનત છે. એ સમજવા ધીર બનવું પડશે. એકલી દલીલથી કામ ન ચાલે. ચર્ચા દલીલ કે યુક્તિ પણ સ્થાને હોય. એકલી દલીલો જ સાંભળ્યા કરે, તો કોઈ ન્યાયાધીશ કેસ નહિ ચલાવી શકે.
ધર્મનું રહસ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org