________________
તુચ્છ પદાર્થોમાં રચી પડેલાને હાથ જોડવાનો સમય સાચા ધર્મીને આવ્યો, એવો કોઈ દાખલો છે?
માટે દરેક સાંભળવા આવનારને એક જ ભલામણ કરું છું કે, કુટુંબના માણસોને એક જ વસ્તુ સમજાવજો કે, દુનિયામાં જીવવા માટે માત્ર એકની નહિ, પણ અનેકની આજ્ઞા માનવી પડી, તો પછી જેમાં સેંકડો ભવોનું દુઃખ દફનાવવાની તાકાત છે, તે ધર્મને પ્રાપ્ત કરવા માટે અનંત જ્ઞાનીની આજ્ઞા માનવામાં મક્કમ રહેજો અને એની ખાતર બીજા જે કોઈની પણ આજ્ઞાનું ઉલ્લંઘવી પડે તેને ઉલ્લંઘજો !”
દીકરાને કહેવું કે, જો તે અમારી આજ્ઞા માની તો આટલી ઉંમરે પહોંચ્યો, શિક્ષકની આજ્ઞા માની તો વાંચતો–લખતો ને બોલતો બન્યો, કુળની મર્યાદા અને તુચ્છ ઈજ્જત-આબરૂ ખાતર અનેક પરતંત્રતાઓ વેઠી અને વૈદ્ય કહ્યું તેમ પથ્ય પાળ્યું તો નીરોગી રહી શક્યો, એ રીતે હું ભલામણ કરું છું કે, “શું ભલામણ કરશો એ તમે બોલો !” એમાં જ ધર્મનું રહસ્ય છે.
અત્યાર સુધી પોતાનાં બાળબચ્ચાંઓને એ રીતનું શિક્ષણ આપનાર કેટલા મળ્યા? કુટુંબને સત્ય વસ્તુ સમજાવવી જોઈએ કે નહિ? “કોણ કયાંથી આવ્યા એનો પત્તો નથી, ક્યાં સુધી ભેગા રહી શકીશું એ નિર્ણિત નથી. તમે પહેલાં જવાના કે અમે પહેલાં એ માલુમ નથી, સાધવાની આટલી સામગ્રીઓ પામીને પણ એમ ને એમ ચાલ્યા જઈએ તો બેવકૂફ ઠરીએ. માટે અહીંથી ગયા પછી સારામાં સારા સ્થાને પહોંચી શકીએ, આત્માને વધુ યોગ્ય બનાવી શકીએ, આત્મામાં દિવ્ય દશા પેદા કરી શકીએ. એવી સ્થિતિમાં આવવા માટે અમારા કરતાં વધુ જ્ઞાની હોય એની આજ્ઞા માનવાની તમને છૂટ છે.”
રોજ મીટિંગો મળે તો ધર્મ આઘો જાય ? પરન્તુ આજે તો “આ ન મળ્યું.'–આ કેમ મેળવીએ ?” એની રોજ કમિટીઓ ભરાય છે. એના વિચાર થાય ! આના થાય છે ? ના, અને નથી થતા એથી જ આજની આ દશા અવનત છે. કોનું વચન માન્ય?
જેના વચનની આધીનતા કેળવવાની, તે કેવા પ્રકારનું જીવન જીવતા ૧૬
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા
::
::: 3:
08:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org