________________
દુનિયા કેમ ચાલે છે?
સુખ જોઈએ છે. ધર્મ કહેવડાવવું એમાં વાંધો નથી. એટલું જ નહિ, કેટલાકને ધર્મનું અર્થીપણું પણ છે. નથી એમ નહિ, તે છતાં પણ ધર્મ જેવી વસ્તુ હાથમાં કેમ નથી આવતી ? તો કે દુનિયા ધર્મના મૂળભૂત ઉપાયથી છેટી છે.
જેમ વ્યવહારમાં જે જે વસ્તુનું અર્થીપણું થાય છે, તે તે જેની પાસે હોય તેની જ દુનિયામાં સેવા થાય છે ! વ્યવહારમાં આ ન્યાય સચવાય છે કે જે વસ્તુની ઇચ્છા થાય તેમાં જે હોશિયાર હોય, તેની સલાહ ને. આજ્ઞા માનવામાં આવે છે. તેમાં નાનપ કે માનહાનિ મનાતી નથી.
મોટો કોટ્યાધિપતિ કે કોઈ મોટી શહેનશાહતનો માલિક હોય, પણ જો શરીરમાં કાંઈ બગાડો થાય, તો એ ડૉક્ટરની સલાહ માનવાની કે આજ્ઞા પાળવાની જરા પણ આનાકાની નથી કરતો અથવા એમાં નાનપ નથી સમજતો. શરીરની ચિકિત્સક કહે તેમ કરવા તૈયાર રહે છે. પોતાની ગમે તેટલી સારી બુદ્ધિ ત્યાં આઘી મૂકવાને હરકત નથી ગણતો. તે વખતે હું રાજતંત્ર ચલાવું છું, મારી આજ્ઞા ઉપર દુનિયા ચાલે છે, મારા હુકમને આધીન દુનિયાનાં પ્રાણી છે' –એમ ન બોલે, પણ અત્યારે તો તારે જ આધીન મારા પ્રાણ છે–એમ કબૂલ કરી લેશે.
જે વિષયમાં જે નિષ્ણાત હોય, તેની જ આજ્ઞા મુજબ ચાલવું એનું જ નામ બુદ્ધિ ! એનું જ નામ ડહાપણ ! એનું જ નામ અકકલ ! અને એનું જ નામ હોશિયારી મનાય છે ! દુનિયામાં આ વાતનો નિશ્ચય છે. વ્યવહારમાં એક શરીરની જ નહિ, પણ બધી જ બાબતોમાં આ જાતનો એકસરખો નિર્ણય છે. શરીરમાં ભેદ પડ્યો તો ચિકિત્સક, કાયદાની ચુંગાલમાં ફસાઈ જાય તો વકીલ, એમ દરેકેદરેક સાધનના જે જે અનુભવી હોય, તે કહે એ પ્રમાણે કરવા તૈયાર ! ઝવેરાત ખરીદવું હોય, કાપડ ખરીદવું હોય અને છેવટ કચરો કાઢવો હોય, તો તે તે વસ્તુના અનુભવીની સલાહ પ્રમાણે વર્તે તો જ દુનિયા ચાલે છે.
બધા જ સ્વતંત્ર બની જાય તો એક પણ કાર્યવાહી ચાલે ? નહિ જ. વ્યવહારમાં એ વસ્તુ માન્ય છે કે, તે તે વસ્તુના અનુભવી જે હોય,
ક
પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org