Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ જોઈએ, તે પ્રમાણમાં જચ્યો નથી.” એવાઓને દુર્ગતિનો ભય બતાવવો નકામો છે. અને એ ભય ન લાગે ત્યાં સુધી–ધર્મ એ આત્મકલ્યાણ માટે જરૂરી છે’–એમ લાગવાનું પણ નથી. બુદ્ધિનો ઉપયોગ : દુનિયામાં માણસો દુનિયાના વ્યવહારને ટકાવી રાખવા જેવી માને છે. તે ખાતર તેના અનુભવીની સલાહ મુજબ ચાલે છે. પણ ધર્મની બાબતમાં કહેવાય નહિ કે, “આ સાચું છે.' વળી અમે કહીએ તે ખોટું કેમ હોય?—એ જાતની પ્રશ્નપરંપરા ઊઠે છે. વ્યવહારમાં એમ કોઈ કરતું નથી. કરે તો ચાલતું નથી ! ધારાશાસ્ત્રી બજારમાં કાયદાની દલીલો કરવા જાય તો કોઈ સાંભળે? અને અહીં આવે ત્યાં આ તકરાર ઊભી થાય છે. “અમને નથી રૂચતું–અમારી બુદ્ધિમાં નથી ઊતરી શકતું –એટલે ધર્મ પ્રત્યે જે જાતની વૃત્તિ જાગવી જોઈએ તે જાગતી નથી. વ્યવહારમાં બુદ્ધિશાળી પણ તે તે જાતના અનુભવી પાસે જઈને એની સલાહ મુજબ વર્તે અને ધર્મની બાબતમાં – ન ચાલે’–એમ કહે, એનું કારણ આપો ! એ જ કારણ કે ધર્મ એ આત્માના સુખને લાવી આપનાર છે, એમ ર્દયમાં ઊતર્યું નથી. - જ્ઞાનીઓ કહે છે કે, દુનિયામાં પણ અનુપમ સુખને લાવવું હોય, તો ધર્મ વિના શરણ નથી. તાર્કિક શિરોમણી આ. દેવ શ્રીમદ્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “વચનની આરાધના કરવાની તાકાત આવે, ત્યારે ધર્મની આરાધના થાય.” ધર્મ, મતિકલ્પનાએ ન થાય. તુચ્છ વસ્તુને સુધારવા આજ્ઞાની જરૂર, હુકમ કરે તે પાળવાની જરૂર અને આ વસ્તુ માટે કાંઈ જ નહિ ? એક વાર તો–“અમારા બધા - 'વિચારો—આ ભાવ દૂર કરીને એમ કબૂલ કરો કે, ‘આની આજ્ઞા એ જ ધર્મ છે. એ સામે અવાય જ નહિ !' અને બુદ્ધિનો ઉપયોગ પણ એ આજ્ઞાને સમજવા માટે–આચરવા માટે કરો, પણ ડહોળવા માટે નહિ !! ધર્મની શોધ : ધર્મની બાબતમાં પણ જ્ઞાનીની સલાહ વિના ચાલી શકે તેમ નથી જ. આવી જાતની આજ્ઞાના શરણે આવ્યા વિના કરાતો ધર્મ, એ પણ ધર્મનું રહસ્ય ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28