Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ ભૂખે મરીએ છીએ, કાંઈ બતાવો–એવી માંગણી કરનારા તો છે, પણ પરલોક સુધારવાના ઉપાયની માગણી કેટલાએ કરી ? આ ચિંતા લગભગ નાબૂદ થઈ ગઈ છે. વર્તમાન કાળની બધી પ્રવૃત્તિઓ આ ભાવનાને દાબનારી ચાલી રહી છે. દુનિયાનું લક્ષ્ય પરલોકમાંથી ખસી આ લોકમાં ચોંટી જાય, એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલુ છે. એ સ્થિતિમાં ધર્મ દુર્લભ બને, ધર્મીઓની સંખ્યા ઘટે અને ધર્મનો વિરોધ વધતો જાય, તો આશ્ચર્ય પામવા જેવું નથી. જ્યાં આ લોકની વાતમાં જ આનંદ હોય, ત્યાં પરલોકની વાત સાંભળતાં આંખ પણ ઊંચી થઈ જાય. આવા પ્રસંગે આખો દિવસ ધર્મની લવરી શી ?'—એમ પણ બોલનારા હોય, એમાં કાંઈ નવાઈ નથી. ધર્મીને ત્યાં ધાડ? સભા : ધર્મીને ઘેર ધાડ એનું કારણ શું? તમે ખાશો એથી અજીર્ણ નહિ થાય, એવું કોણે દીઠું છે ? ખાનારાઓમાંનાને રોજ અજીર્ણ થાય છે ! પૈસા કમાવાથી ગાંડા બની ગયાના અનેક દાખલા છે ! દુનિયામાં રંગરાગ મળ્યા પછી આદમી મટી હવાન થાય છે, એવા દાખલા એક નહિ પણ ગણતાં થકાય એટલા મળે એમ છે ! ' હવે ધર્મ કરવાથી દુઃખી થયાના દાખલા તમે આપો ! જે ધર્મીને ઘેર ધાડ હોય એને પૂછો કે તે કહેવા તૈયાર છે કે દુઃખ દેખાય છે તે ધર્મ કરવાથી ? માથે સંકટ આવે છે એ કબૂલ, પણ એ ધર્મથી આવે છે કે કેમ ? એ નકકી કરવાનું છે. નીતિ પાળનારને ખોટ પણ આવે, પણ એનું કારણ નીતિ છે ? - સાચું બોલવાથી રાજા હરિશ્ચંદ્ર દુઃખી થયા. પણ સત્યના પ્રતાપે એ દુઃખી થયા એમ કોઈએ કહ્યું? સત્યના પ્રતાપે તો એ નામાંકિત થઈ ગયા, ધમત્મિા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા, આપત્તિ વખતે ટકે, એનું જ નામ ધર્મી. આફત વખતે ગભરાઈને ભાગી ન જતાં સહન કરી લે, ટકી રહે, તો એના એ કહેશે કે, “એ ધર્મી હતો” એવા ધર્મીઓ જગતમાં ન હોત તો દુનિયા કેમ ચાલત?—એમ કહી હાથ જોડશે. પણ દુનિયાના E ધર્મનું રહસ્ય ૧૫ R Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28