Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ જોઈને–આ મરી ગયો–એમ બધા કહે છે, પણ-હું મરી જવાનો છું—એમ કેટલા બોલ્યા ? મરી ગયાની પાછળ દુઃખી થાય છે તે કાર્ય કરનારો ગયો એથી, પણ હું મરી જવાનો છું એ યાદ આવે છે એથી નહિ ! આપણે એ સ્થિતિ લાવવી છે કે, “મરણ માથા પર છે, કઈ મિનિટે આવે એ કલ્પી ન શકાય. એ આવ્યા પહેલાં આત્મા પરલોકમાં સાચો સુખી કે ઉતગામી બને, એનો વારંવાર વિચાર આવે !” એ બનાવવા ખાતર ધર્મના જ્ઞાતાની આજ્ઞાને આધીન થવું જોઈએ. પરલોક છે, એમ શાસ્ત્રમાં વાંચવા છતાં, સાંભળવા છતાં, ગોખી રાખવા છતાં, ભુલાઈ જાય છે–વાદ નથી આવતું. ભણેલા-ગણેલા અને હૃયથી સાચું કબૂલ કરનારા એવાને પણ, ચોવીસ કલાક એ વસ્તુ ખ્યાલમાં નથી રહેતી. એ રહેતી હોય તો હમણાં સ્વચ્છંદી પ્રવૃત્તિઓ બધી બંધ થઈ જાય. આ લોકની તુચ્છ વસ્તુ મેળવવાની ઈચ્છા મંદ થઈ જાય. જ્ઞાનીની પૂંઠે દોડવા માટે પ્રયત્ન કરે. પછી તો જ્ઞાની કહેવાતાઓ પણ જો એની પાસે આ લોકની વાત કરે, તો ચોંકી જાય. કહી દે કે, “એ પદાર્થોની મમતામાંથી છૂટવા હું અહીં આવ્યો છું. વધારવા નહિ !' અને એવાને કુગુરુ ફસાવે કે કુધર્મ મૂંઝવે, એ બનવું અશક્ય છે. બધા કરે તે ખરું? શાત્રે ધર્મનું લક્ષણ બાંધ્યું કે, “દુર્ગતિમાં પડતા પ્રાણીને બચાવે તે ધર્મ.' પણ જેને દુર્ગતિનો ભય લાગ્યો હોય તેને ને ? હવે રોજ યાદ શું કરશો? આ લોક કે પરલોક ? સભા સંસારમાં મોહ ઉત્પન્ન થાય એવી વસ્તુઓ બનાવી કેમ? આ એવો પ્રશ્ન છે કે, “ઝેર જ્યારે મારનાર છે ત્યારે બનાવ્યું શું કામ ?” જાણે કોઈ કારીગર બધું ઘડવા ન બેઠો હોય ! જગતમાં કાંટા ઉત્પન્ન કેમ કર્યો ? એ કાંટાથી બચવા બૂટ કેમ પહેરો છો ? ત્યારે દુનિયામાં જે પદાર્થો બન્યા હોય, તે બધા ભોગવવા જ જોઈએ, એમ તો નહિ ને ? તમને એકલા કાંટા જ ભયંકર લાગ્યા. જ્ઞાનીને બધું જ ભયંકર લાગ્યું. કાંટા વાગે છે એટલે મૂર્ખ માણસોને ખબર પડે છે. પણ ધમેનું રહસ્ય ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28