Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ જે પહેલાં વાગે નહિ પણ પછી પ્રાણ લે, એનું જ્ઞાન, જ્ઞાનીઓને છે. આ કાંટા તો સારા કે દેખતાં જ ભડકાવે. બહાર રહેલા સારા કે રેતીમાં ઘૂસીને ઊભા હોય તે સારા? ભોગસુખ, એ છુપાયેલા કાંટા છે. અને એ એવા ભોંકાઈ જાય છે કે આત્મા સાથે એવાં ચોંટી જાય છે કે જેથી નીકળે એટલે કે છૂટી જાય અથવા તો છોડવા પડે તો પણ સડો તો મૂકતા જ જાય. સભા : દુનિયાના ભોગો ખોટા છે તો બધાને કેમ ગમે છે? બધા કરે તે ખોટું કેમ હોય? એટલે કે બધા જે ચીજને કરે એ ખોટું ન હોય એમ ને? જૂઠું કેટલા બોલે છે? જૂઠું બોલનારા ઘણા કે સાચું બોલનારા? ચોરી કરનારા કેટલા અને શાહુકારી સાચવનારા કેટલા? ઘર ફાડીને ચોરી થાય છે, તેમ ગાદી પર બેસીને પણ ચોરી થાય છે ને ? ઘણા જે કરે એ સારું હોય એવું અનુમાન બંધાય, એ હવે સાચું લાગે છે ? સારી વસ્તુનાં માપ, ઘણા કરે એના ઉપરથી ન થાય. હીરો છે એમ લોક કહે તો મનાય કે ઝવેરી કહે તો? ઝવેરી કહે તો ! ઘણા કોણ? લોક કે ઝવેરી? સભા: ‘પંચ કહે તે પરમેશ્વર' એ કહેવત છે ને? જૈનશાસને સત્યની પરીક્ષામાં પંચ–બંચને માન્યું નથી. પંચે પણ શાના ઉપર ચાલનારું ? કલ્પના કે પુરાવા ઉપર જ ને ? ખોટો હોય તો કોણ જોખમદાર ? માટે તો કહીએ છીએ કે જે સત્ય હોય તે જોઈએ અને પંચ પણ કોનું નિમાય છે ? તે તે વસ્તુઓના જ્ઞાતાઓનું કે મૂખઓનું ? ધર્મની પરીક્ષા માટે દુનિયાના પદાર્થોના સ્વરૂપને જાણનારાઓનું પંચ નિમાય? “પંચ કહે એ પરમેશ્વર–એમ માનવું છે ? દુનિયા સારી છે કે ખોટી, એને પુરવાર કરવા ત્યાગીઓનું પંચ નિમાય કે રાગીઓનું? આ પ્રશ્નો કેમ ઊઠે છે? કારણ કે આવા પ્રશ્ન જગતમાં આજે ચાલી રહ્યા છે ! મરવું છે' –એમ જાણવા ને માનવા છતાં જગત બેદરકાર ને નચિંત બન્યું છે. કોઈ બહુ ભય બતાવી દે તો કહેશે કે, મરવું એમાં નવું શું છે? જેમ બધા મય તેમ મરીશું ! મરી જવાનું છે માટે કાંઈ મૂકી દઈએ?” એટલા માટે કહીએ છીએ કે, “પરલોક હજુ હૃદયમાં જે પ્રમાણમાં જચવો હું ૧૨ છે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28