Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સુખનું અર્થપણું : "वचनाराधनया खलु, धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुहां, सर्वस्वं चैतदेवास्य ॥१॥" ખરેખર, ધર્મ અનંતજ્ઞાનીઓના વચનની આરાધનાથી છે અને અનંતજ્ઞાનીઓના વચનના બાંધથી તો અધર્મ છે. આ શાસનમાં ધર્મનું આ જ રહસ્ય છે. કારણ કે ધર્મનું સર્વસ્વ અનંતજ્ઞાનીઓના વચનની આરાધનામાં જ છે.' સુખની અર્થી આ દુનિયાને સુખના સાધનની પૂર્તિ કરી આપવી, એ ઉપકારી મહાપુરુષોની સ્વાભાવિક પ્રકૃતિ હોય છે. ઉપકાર ત્યારે જ થઈ શકે છે કે દુનિયા જે વસ્તુની ઈચ્છા રાખે છે, તે ઇચ્છા સહેલાઈથી સાધી શકાય તેવાં સાધનોનું તેને પ્રદાન કરવામાં આવે. એ જ વસ્તુને આપણે ધર્મના રહસ્ય તરીકે ઓળખીએ છીએ. જેનાથી ઈષ્ટ વસ્તુ સહેલાઈથી સાધી શકાય, તે જ ધર્મની સારભૂત વસ્તુ છે. જેનાથી ઈષ્ટ સિદ્ધિ ન સધાય તેવી વસ્તુ મળી જાય, એથી મલકાઈ જવું એ તો મૂર્ખતા છે. ઉપકારી મહાપુરુષોનો એ સ્વભાવસિદ્ધ ધર્મ છે કે દુનિયા જે વસ્તુની ઝંખના કરી રહી છે, તે સહેલાઈથી પામી શકે તેવી વસ્તુ સરળમાં સરળ રીતે બતાવી દેવી. દુનિયા શું ઈચ્છે છે? કહેવું જ પડશે કે સુખ ! એ સિવાય કાંઈ જ ઇચ્છતી નથી. ધર્મી જ સુખને ઇચ્છે એવું નથી. સુખને તો જેમ ધર્મી ઇચ્છે છે, તેમ ધર્મને નહિ સેવનારા, ધર્મની સામે ઊભા રહેનારા પણ ઇચ્છે છે. સુખની ઇચ્છા જગતના જીવો માટે સામાન્ય છે. એમાં કોઈનો પણ વિરોધ નથી. દુનિયાના ધર્મ, અધર્મી કે ધર્મવિરોધી કોઈને પણ પૂછો, તેને સુખ સિવાય બીજી ઈચ્છા નથી. એ ઈચ્છા પાછી સામાન્ય સુખની નહિ. સુખ તો એવું જ જોઈએ કે જેમાં દુઃખનો એક અંશ પણ ન હોય, તેની સાથે મળેલું સુખ અધૂરું પણ ન હોય, કેમ કે અધૂરામાંથી ઈષ્ય જન્મે છે એટલે દુઃખ આવીને ઊભું રહે છે. આજે દુઃખ છે શેનું ? પૂરાની ઈચ્છા છે અને નથી મળતું એનું જ ને ? અને તે પણ કદી ન જાય એવું. ભલે પછી કોઈને આ છે પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28