Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ તેનું જે વચન તે જ પ્રમાણ. જ્યારે ઉલ્લેઠ અજ્ઞાનીઓ એક ધર્મની જ બાબતમાં કહે છે કે, “મુંડે મુંડે મતિર્ભિન્ના' દરેક કહેશે,–“અમારો અભિપ્રાય જુદો છે. કોઈનું માનવું જ જોઈએ એવું કાંઈ બંધન નથી.' ધર્મની બાબત આવે ત્યાં આ તકરાર ચાલે. આવા આત્મા માટે એમ કહી દેવું જોઈએ કે તે બિચારા ધર્મના રહસ્યથી વંચિત છે. કઈ ચિંતામાં છો? શરીર પર આપત્તિ આવે તો ચિકિત્સકની અને કાયદાની બારીકી આવે તો કાયદાના જ્ઞાતાની સલાહ મુજબ ન ચાલે, તે અજ્ઞાન ખરો કે નહિ ? ખરો જ. વૈદ્યની સાથે-“શરીર કોનું? મારું. તે વિષે હું વધારે જાણું કે બહારથી દેખીને તું વધારે જાણે ? સૂવું, બેસવું, ખાવું મારે–તેની આડે તું કેમ આવે ? જેના ઘરમાં અનાજ ન હોય એ મગના પાણી પર રહે, પણ મારે ત્યાં સારામાં સારી વસ્તુ ખાવા-પીવાની હોય, છતાં હું શું કામ રહું ?”—આ જાતની ચર્ચામાં શહેનશાહતના માલિકો પણ નથી ઊતરતા. એ રીતની સ્થિતિ ધર્મની બાબતમાં કરવી છે. શરીર તો અમુક કાળ આપણી પાસે રહેવાનું છે. એક લાખ ને એક ડૉક્ટર ચોકી ભરે તો પણ અમુક કાળથી વધુ નથી જ રહેવાનું. એમાં શંકા છે? હું કહું છું કે એમાં તમને શંકા પડી ગઈ છે ! પણ યાદ રાખવાનું છે કે આ બધી જ વસ્તુઓને ઇચ્છા ન હોવા છતાં પણ મૂકીને જવું પડશે. માટે મૂકીને જતી વખતે આગળની શું વ્યવસ્થા કરવી, એની મૂંઝવણ તમને જરાયે નથી, તે થવી જોઈએ. સભા : સાહેબ ! ધર્મ તો કરીએ છીએ. . ધર્મ કેમ કરો છો એ વાત હાલ બાજુએ રાખો ! પહેલી વાત તો એ કે ઓ મૂંઝવણ છે કે કેમ ? ધર્મ અનેક રીતે થાય છે. મોટા શ્રીમાનને સલામ ભરો છો, એ હૃયના પ્રેમથી કે બીજું પણ કાંઈ કારણ છે ? દયના પ્રેમ વિના પણ એ ક્રિયા કરવી પડે છે ને? શરીરાદિકના રક્ષણ માટે, ધાર્યા કરતાં વધુ પ્રયત્ન કરીએ તો પણ, એ બધું અમુક કાળથી વધુ રહેવાનું નથી, છતાં એની ચિંતા છે ! તમે આજકાલ કઈ * ધર્મનું રહસ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28