Book Title: Dharmnu Rahasya
Author(s): Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ સુખની વ્યાખ્યા બોલતાં આવડે યા ન આવડે, પણ સૌ કોઈના દયમાં જોઈએ તો ભાવના આવા જ સુખની બેઠી છે. એ સુખની ઈચ્છાવાળી દુનિયા, એવા તુચ્છ સાધનોની પાછળ પડી છે કે જે સાધનોમાં આ ઇચ્છિત સુખ આપવાની શક્તિ નથી ! એવો કોઈ પદાર્થ દુનિયામાં નથી કે જે આ સુખને આપી શકે. જે સુખના ભોગવટામાં દુઃખનો અંશ ન હોય, થોડું પણ ઓછાપણું ન હોય, પ્રાપ્તિ પછી જેનો કદી નાશ ન હોય, એવી જાતનું સુખ આપવાની શક્તિ દુનિયાના કોઈ પણ પદાર્થમાં નથી. ધર્મનું રહસ્યઃ ઉપકારી મહાપુરુષોનો એ સ્વભાવસિદ્ધ ધર્મ છે કે દુનિયા જે ઈચ્છે છે તે સહેલાઈથી સાધી શકે એવું સાધન સમર્પવું. પછી ભલે જેની ઇચ્છા હોય તે લે, ઇચ્છા હોય તે એને સેવે, પણ એ સાધન તો એવું જ હોય કે એના સેવનમાં બેદરકાર ન થાય-પરિપૂર્ણ રીતે સેવે, તો જરૂર એ આત્મા, ઈચ્છિત સુખની પ્રાપ્તિ કરી જાય. પણ દુનિયાએ સુખ કયું છે બીજે અને આ ઉપકારીઓની દૃષ્ટિએ સુખ છે બીજે ! એટલા માટે જ્ઞાનીઓએ ધર્મ વસ્તુ જ જુદી કહી છે. “આવા ઉપકારીઓની આજ્ઞા એ જ ધર્મ !” એ ઉપકારીઓની આજ્ઞામાં જ ધર્મનું રહસ્ય સમાયેલું છે, એવું ડાહ્યા માણસોનું મંતવ્ય છે. અને તેથી દુનિયાએ ન જોયેલું, દુનિયાને ન રૂચે એવું અને રૂચિ જાય છતાં સારી દુનિયા એને આરાધવાને શક્તિસંપન્ન ન હોય એવું, એ જ્ઞાનીઓ કહે એ સંભવિત અને બનવાજોગ છે. દુનિયામાં કયો એવો આત્મા છે કે જેને ધર્મ જોઈતો નથી ? . પોતાની જાતને અધર્મી તરીકે ઓળખાવવા કેટલા તૈયાર છે? એક પણ નહિ ને? અધર્મીને પણ કોઈ જો અધર્મી કહે તો દુઃખ લાગે. કહેનારની સામે થઈ જાય. અધર્મી કહેવડાવવું કોઈને ગમતું નથી. “મારે ધર્મ જોઈતો નથી' - એમ સ્પષ્ટ કહેનાર સહેલાઈથી દૃષ્ટિપથમાં આવી શકે તેમ નથી. સારી દુનિયાને ધર્મી કહેવડાવવાની ઇચ્છા છે, છતાં ધર્મ જોઈએ તો શોધ્યો પણ જડતો નથી, એનું કારણ શું, એ આપણે શોધવું છે. એ શોધમાં જ ધર્મરહસ્ય છુપાયેલું છે. ધર્મનું રહસ્ય જિક કા કા કાકી: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28