________________
ધાર્મિક વહીવટ વિચાર જવાબ : સમ્યગ્દષ્ટિ દેવદેવીની પ્રતિમાની સ્થાપના તીર્થરક્ષા, શાસનરક્ષા, સંઘરશ્નાદિ માટે તથા સુદ્રદેવોના ઉપદ્રવોનું નિવારણ કરવા માટે કરી શકાય, પરંતુ સાધારણની આવક માટે જ કરવી તે ઉચિત નથી.
શાસ્ત્રકાર ભગવંતો દેવાધિદેવની ભક્તિનાં, મંદિરનાં સર્વ કાર્યો માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાય એમ જ્યારે જણાવે છે ત્યારે સંઘોના સુચારુ વહીવટ કરવા માટે તથા સાધારણ ખાતાની રોજની ઉપાધિ દૂર કરવાનો ઉપાય એ છે કે પરમાત્માની પૂજા-ભક્તિ, આંગી, પૂજારીનો પગાર વગેરે માટે ગૃહસ્થો તરફથી જે કાંઈ રકમ મળે તે મેળવી બાકીના ખર્ચ પેટે કલ્પિત દેવદ્રવ્યમાંથી ઉપયોગ કરવો. આમ કરવાથી સાધારણ માટે ઉપાશ્રય, આયંબિલ ખાતું વગેરેનો જ ભાર સંઘના માથે રહેશે. આમ દેરાસરના મોટા ખર્ચની ચિંતા દૂર થતાં સંઘોનો ભાર હળવો થશે અને ઉપાશ્રયાદિના ખર્ચને સાધારણમાંથી સારી રીતે પહોંચી વળશે.
પૂજયપાદ પં. ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીએ જણાવ્યું છે કે (જુઓ પરિશિષ્ટમાં તેમનો પત્ર) “જ્યાં પૂજાના સાધારણમાં તોટો છે અને નવું ઉત્પન્ન થઈ શકે તેમ નથી ત્યાં દેવદ્રવ્ય વડે તે તોટો પુરાય તેમાં પણ 'બધુ જણાતો નથી તથા તેમ કરવું એ વર્તમાન રાજકીય પરિસ્થિતિ વગેરેની દૃષ્ટિએ સમયોચિત જણાય છે.”
દેરાસરમાં પૂજા વગેરે બધો જ ખર્ચ સાધારણમાંથી જ કરવાનો આગ્રહ રાખતા મોટા સંઘોના માથે સાધારણ ખર્ચની મોટી જવાબદારી આવે છે, જેમાં પહોંચી ન વળાતાં દેવદેવીઓની, ઘંટાકર્ણ વગેરેની સ્થાપના સાધારણ ખાતાની આવક માટે કરે છે. આથી દેવાધિદેવનું મહત્ત્વ ઓછું થાય છે અને દેવ-દેવીઓનું મહત્ત્વ વધે છે. આ રીતે પ્રભુજીની આશાતનામાં નિમિત્તભૂત થવાય છે, માટે સાધારણના પ્રશ્નને પહોંચી વળવા માટે ઉપર મુજબનો શાસ્ત્રાનુસારી ઉપાય સ્વીકારવો તે જરૂરી છે.
સવાલ : [૪૧] સ્નાત્રપૂજાનું શ્રીફળ રોજ એનું એ ચડાવાય અને તેના પાંચ રૂપિયા દેવદ્રવ્યના ભંડારમાં રોજ નાંખી દેવાય તો ચાલે ?
જવાબ : ધર્મ એ માત્ર બાહ્ય ક્રિયાત્મક નથી, તે ભાવાત્મક પણ છે. નિત્ય નવું તાજું ફળ ચડાવવામાં આવતો ભાવોલ્લાસ પાંચ રૂપિયાની